________________
અધ્યયન-૩: આહાર પરિક્ષા
[ ૧૧૧ |
विउद्धृति, ते जीवा माउओयं पिउसुक्कं तदुभय संसटुं कलुसं किब्बिसं तप्पढमयाए आहारमाहारैति, तओ पच्छा जं से माया णाणाविहाओ रसवईओ आहारमाहारेइ, ततो एगदेसेणं ओयमाहारैति । अणुपुव्वेणं वुड्डा पलिपागमणुपवण्णा तओ कायाओ अभिणिव्वट्टमाणा इत्थि वेगया जणयंति, पुरिसं वेगया जणयंति, णपुंसगं वेगया जणयंति । ते जीवा डहरा समाणा माउक्खीरं सप्पिं आहारैति, आणुपुव्वेणं वुड्डा ओयणं कम्मासं तस-थावरे य पाणे, ते जीवा आहारति पढविसरीरं जाव सारूवियकर्ड संतं, अवरे वि य णं तेसिं णाणाविहाणं मणुस्साणं कम्मभूमगाणं अकम्मभूमगाणं अंतरदीवगाणं आरियाणं मिलक्खूणं सरीरा णाणावण्णा जाव मक्खायं ।। શાર્થ-અંતરવીવIf= અંતરદ્વીપમાં જન્મેલા આરિવાાં આર્યબિનહૂણં મ્યુચ્છ મેહુણવત્તયાણ = મૈથુન પ્રત્યયિક(હેતુક) સિદં = સ્નેહનો, સ્નિગ્ધતાનો ગુસં = કલુષ, મલિન જિબિસં કિલ્વેિષ, ધૃણિત N = ઓજ આહાતિ = આહાર કરે છે નાનપુરૂવાળ = પરિપાક થવાપરમાડી રંમાતાનું દૂધf= સ્નેહનો સોય = ઓદન, ચોખાનો માસં = કુલ્માષ-પલાળેલા અડદ અથવા મગ. ભાવાર્થ :- ત્યાર પછી શ્રી તીર્થંકરદેવે અનેક પ્રકારના મનુષ્યોના ભેદ કહ્યા છે, જેમ કે– કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા કર્મભૂમિજ મનુષ્યો, અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા અકર્મભૂમિજ મનુષ્યો, અંતરદ્વીપમાં ઉત્પન્ન થયેલા અંતરદ્વીપજ મનુષ્યો, આર્ય મનુષ્યો, મ્લેચ્છ–અનાર્ય મનુષ્યો. તે મનુષ્યોની ઉત્પત્તિ યથાશુક્ર અને શોણિત રૂપ બીજ પ્રમાણે તથા યથાવકાશ-અવિધ્વસ્ત યોનિ આદિ અનુકૂળ સંયોગો પ્રમાણે થાય છે.
સ્ત્રી-પુરુષનો કર્મકૃત યોનિમાં મૈથુન નિમિત્તક સંયોગ થાય છે. સંયોગ પછી તે સ્ત્રી-પુરુષ બંનેની સ્નિગ્ધતાનો સંચય થાય છે. ત્યાર પછી તેમાં જીવ સ્ત્રી રૂપે, પુરુષ રૂપે અથવા નપુંસક રૂપે ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થતાં જ તે જીવ સર્વ પ્રથમ માતાના રજ અને પિતાના વીર્ય તે બંનેના સંમિશ્રિત, મલિન અને ધૃણિત પુદ્ગલોનો આહાર કરે છે. ત્યાર પછી તે જીવ માતાએ ગ્રહણ કરેલા અનેક પ્રકારના રસયુક્ત આહારમાંથી એક દેશના ઓજનો આહાર કરે છે. ક્રમશઃ ગર્ભની વૃદ્ધિ થતાં, ગર્ભકાલ પરિપક્વ થતાં તદનંતર શરીરની નિષ્પત્તિ થઈ જવા પર તે જીવ માતાના શરીરમાંથી સ્ત્રી, પુરુષ કે નપુંસક રૂપે બહાર નીકળે છે. ત્યાર પછી તે જીવ બાલ્યાવસ્થામાં માતાના દૂધ અને સ્નેહનો આહાર કરે છે, ક્રમશઃ મોટા થતાં તે જીવ ઓદન, કુલ્માષ આદિ તેમજ ત્ર-સ્થાવર જીવોના શરીરનો આહાર કરે છે, તથા પૃથ્વી આદિ જીવોના શરીરનો આહાર કરીને પોતાના શરીર રૂપે પરિણત કરે છે.
તે ઉપરાંત કર્મભૂમિ, અકર્મભૂમિ અને અંતરદ્વીપમાં ઉત્પન્ન થયેલા આર્ય-અનાર્ય આદિ અનેક વિધ મનુષ્યોનાં શરીર વિવિધ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનવાળા, વિવિધ પુલોથી બનેલા હોય છે. આ પ્રમાણે શ્રી તીર્થકર દેવે કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મનુષ્યોની ઉત્પત્તિ, વૃદ્ધિ અને તેના આહારનું વિશ્લેષણ છે.
ગર્ભજ મનુષ્યોની ઉત્પત્તિમાં તેના માતા-પિતા કારણ બને છે અને તે જીવોના કર્મોદય પણ તેના જન્મનું કારણ બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org