________________
૧૧૦]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
कायजोणियाणं जाव कूरजोणियाणं उदगजोणियाणं अवगजोणियाणं जाव पुक्खलच्छिभगजोणियाणं तसपाणाणं सरीरा णाणाविण्णा जाव मक्खायं । ભાવાર્થ - શ્રી તીર્થંકરદેવે જીવોના સંબંધમાં અન્ય પણ કથન કર્યું છે– ત્રસ જીવોમાંથી કેટલાક જીવો પૃથ્વીયોનિક વૃક્ષોમાં, કેટલાક વૃક્ષયોનિક વૃક્ષોમાં, કેટલાક વૃક્ષયોનિક મૂળથી લઈને બીજપર્યંતના અવયવોમાં, કેટલાક વૃક્ષયોનિક અધ્યારુહમાં, કેટલાક અધ્યાયોનિક અધ્યારુહોમાં, કેટલાક અધ્યારુહયોનિક મૂળથી લઈને બીજ પર્યંતના અવયવોમાં, કેટલાક પૃથ્વીયોનિક તૃણોમાં, કેટલાક તૃણયોનિક તૃણોમાં, કેટલાક તૃણયોનિક મૂળથી લઈને બીજપર્યંતના અવયવોમાં ઉત્પન્ન થાય છે. આ રીતે ઔષધિ અને હરિતકાય સંબંધિત ત્રણ-ત્રણ આલાપક છે; કેટલાક પૃથ્વીયોનિક આય, કાયથી લઈને કૂર સુધીના વનસ્પતિકાયિક અવયવોમાં, કેટલાક ઉદાયોનિક વૃક્ષોમાં, વૃક્ષયોનિક વૃક્ષોમાં તથા વૃક્ષયોનિક મૂળથી લઈને બીજ સુધીના અવયવોમાં, આ રીતે અધ્યારુહો, તૃણો, ઔષધિ તથા હરિતોમાં પૂર્વોક્ત ત્રણ-ત્રણ આલાપક છે તથા કેટલાક ઉદાયોનિક ઉદક, અવકથી લઈને પુષ્કરાHિભગોમાં ત્રસપ્રાણી રૂપે ઉત્પન્ન થાય છે.
તે ત્રસ જીવો પૃથ્વીયોનિક વૃક્ષોની, જલયોનિક વૃક્ષોની, વૃક્ષયોનિક વૃક્ષોની, અધ્યારુહ યોનિક, તૃણયોનિક, ઔષધયોનિક, હરિતયોનિક વૃક્ષોના તથા અધ્યારુહોના તેમજ તૃણ, ઔષધિ, હરિતના મૂળથી લઈને બીજ સુધીના અને આય, કાયથી લઈને પુષ્કારાલિભગ વનસ્પતિ સુધીના સ્નેહનો આહાર કરે છે. તે જીવો ક્રમશઃ વૃદ્ધિ પામતાં પૃથ્વી આદિના શરીરોનો પણ આહાર કરે છે. તે વૃક્ષયોનિક, અધ્યારુયોનિક, તૃણયોનિક, ઔષધયોનિક, હરિતયોનિક, મૂળયોનિક, કંદયોનિકથી લઈને બીજયોનિક તથા આય, કાયથી લઈને કુરોનિક અને ઉદકોનિક, અવકયોનિક યાવત પુષ્કરાક્ષિભગયોનિક પર્વતના ત્રસજીવોના વિવિધ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી યુક્ત તથા વિવિધ મુદ્દગલોથી રચિત બીજા શરીરો પણ હોય છે. આ બધા જીવો પોત-પોતાના કર્માનુસાર વિવિધ યોનિમાં ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે તીર્થકરદેવે કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વિવિધ યોનિવાળા ત્રસ જીવોના આહારનું નિરૂપણ છે.
ત્રસ જીવોની ઉત્પત્તિ પૃથ્વી આદિ વિવિધ સ્થાનોમાં થઈ શકે છે. પ્રસ્તુત પ્રસંગમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓને આશ્રિત ઉત્પન્ન થતાં ત્રસ જીવોનું કથન છે. પૂર્વોક્ત સુત્રોમાં પૃથ્વીયોનિક વૃક્ષાદિથી લઈને જેટલી વનસ્પતિ અને તેના વિભાગોનું કથન છે, તે દરેક વનસ્પતિને આશ્રિત બેઇન્દ્રિયાદિ ત્રસ જીવો ઉત્પન્ન થાય છે.
તે ત્રસ જીવો જ્યાં ઉત્પન્ન થાય, ત્યાં રહેલાં પુગલોને જ સર્વ પ્રથમ આહાર રૂપે ગ્રહણ કરે છે. ત્યાર પછી તે જીવ પૃથ્વીકાયાદિના શરીરોનો યથાયોગ્ય આહાર કરે છે. શેષ કથન પૂર્વવત્ જાણવું. મનુષ્યોની ઉત્પત્તિ અને આહાર - १५ अहावरं पुरक्खायं- णाणाविहाणं मणुस्साणं, तं जहा- कम्मभूमगाणं अकम्मभूमगाणं अंतरदीवगाणं आरियाणं मिलक्खूणं, तेसिं च णं अहाबीएणं अहावगासेणं इत्थीए पुरिसस्स य कम्मकडाए जोणीए एत्थ णं मेहुणवत्तिए णामं संजोगे समुप्पज्जइ, ते दुहओ वि सिणेहं संचिणंति, तत्थ णं जीवा इत्थित्ताए पुरिसत्ताए णपुंसगत्ताए
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org