________________
| અધ્યયન-૩: આહાર પરિણા
૧૦૫ ]
ભાવાર્થ :- શ્રી તીર્થકર દેવે વનસ્પતિકાયના સંબંધમાં અન્ય કથન પણ કર્યું છે. આ વનસ્પતિકાયિક જીવોમાંથી કેટલાક જીવો અધ્યારુહ–વેલયોનિક, વેલમાંથી ઉત્પન્ન થાવતુ પોતાના કર્મના ઉદયથી, ત્યાં જ વૃદ્ધિ પામીને વેલયોનિક વેલમાં અન્ય વેલરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો વેલયોનિક વેલની સ્નિગ્ધતાનો આહાર કરે છે. ત્યાર પછી તે જીવો ક્રમશઃ વૃદ્ધિ પામતાં પૃથ્વી આદિના શરીરનો આહાર કરે છે યાવત તે-તે પુગલોને સર્વાત્મના પોતાના શરીર રૂપે પરિણત કરે છે.
તે અધ્યારુહયોનિક અધ્યારુહના(વેલયોનિક વેલના) બીજા પણ શરીરો હોય છે. તે વિવિધ વર્ણવાળા યાવત્ પોત-પોતાના કર્માનુસાર ત્યાં ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે શ્રી તીર્થકરોએ કહ્યું છે.
९ अहावरं पुरक्खायं- इहेगइया सत्ता अज्झारुहजोणिया अज्झारुहसंभवा जाव कम्मणियाणेणं तत्थवक्कमा अज्झारुहजोणिएसु अज्झारुहेसु मूलत्ताए जाव बीयत्ताए विउदृति, ते जीवा तेसिं अज्झारुहजोणियाणं अज्झारुहाणं सिणेहमाहारेति जाव अवरे वि य णं तेसिं अज्झारुहजोणियाणं मूलाणं जाव बीयाणं सरीरा णाणावण्णा जाव मक्खायं। ભાવાર્થ:- શ્રી તીર્થકરોએવનસ્પતિકાયના સંબંધમાં અન્ય પણ કથન કર્યું છે કે આ વનસ્પતિકાયિકજીવોમાંથી કેટલાક અધ્યાયોનિક જીવો અધ્યારુહમાં ઉત્પન્ન થાય છે યાવતું કર્મના ઉદયથી ત્યાં વૃદ્ધિ પામીને અધ્યાયોનિક અધ્યારુહમાં(કલમથી થતાં વૃક્ષમાં) મૂળપણે યાવતુ બીજપણે ઉત્પન્ન થાય છે. તે જીવો તે અધ્યારુહયોનિક અધ્યારુહની સ્નિગ્ધતાનો આહાર કરે છે યાવત્ અધ્યારુહયોનિક મૂળ યાવતુ બીજના અન્ય શરીરો પણ હોય છે. તે વિવિધ વર્ણવાળા યાવતુ પોત-પોતાના કર્માનુસાર ત્યાં ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે શ્રી તીર્થકરોએ કહ્યું છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં વૃક્ષયોનિક અધ્યારુહના આહારનું નિરૂપણ છે. अज्झारुह :- वृक्षेषु उपर्युपरि अध्यारोहन्तीत्यध्यारुहाः । वृक्षोपरिजाता वृक्षा इत्यभिधीयन्ते, ते च વીવૃક્ષપ્રધાન - વૃક્ષની ઉપર ચઢનારા વૃક્ષ કે લતાઓને અધ્યારુહ કહે છે અર્થાત્ વૃક્ષની ઉપર કલમથી ઊગતા વૃક્ષ તથા વેલાઓને અધ્યારુહ કહે છે. તેના પણ ચાર આલાપક થાય છે– (૧) વૃક્ષયોનિક અધ્યારુહ રૂપે (૨) વૃક્ષયોનિક અધ્યારુહમાં અધ્યારુહ રૂપે (૩) અધ્યાયોનિક અધ્યારુહમાં અધ્યારુહ રૂપે (૪) અધ્યારુહ યોનિક અધ્યારુહના મૂળ, કંદ, અંધાદિ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ પોતાના યોનિઉત્પત્તિસ્થાન પ્રમાણે સર્વ પ્રથમ ઓજ આહાર ગ્રહણ કરે છે અને ત્યાર પછી તે જીવોની યોગ્યતા પ્રમાણે પૃથ્વી આદિ કોઈ પણ જીવોના શરીરના પુગલોને, લોમાહાર રૂપે ગ્રહણ કરીને પોતાના શરીરની પુષ્ટિ કરે છે. પૃથ્વીયોનિક તૃણાદિનો આહાર:|१० अहावरं पुरक्खायं- इहेगइया सत्ता पुढविजोणिया पुढविसंभवा जावणाणाविह जोणियासु पुढवीसु तणत्ताए विउम॒ति । ते जीवा तेसिं णाणाविहजोणियाणं पुढवीणं सिणेहमाहारेंति जाव ते जीवा कम्मोववण्णगा भवंतीति मक्खायं ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org