________________
૧૦૪]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
जोणिएहिं रुक्खेहिं अज्झारुहत्ताए विउदृति । ते जीवा रुक्खजोणियाणं रुक्खाणं सिणेहमाहारेंति, ते जीवा आहारेति पुढविसरीरं जाव सारूवियकडं संतं सव्वप्पणाए आहारं आहारैति, अवरे वि य णं तेसिं रुक्खजोणियाणं अज्झारुहाणं सरीराणाणावण्णा जाव मक्खाय । શબ્દાર્થ:- મારા = અધ્યારુહ રૂપે-કલમ કરવાથી ઊગતા વૃક્ષ, લતા આદિ રૂપે. ભાવાર્થ :- શ્રી તીર્થકર દેવે વનસ્પતિકાયના સંબંધમાં અન્ય પણ કથન કર્યું છે– આ વનસ્પતિકાયિક જીવોમાંથી કેટલાક વૃક્ષયોનિક જીવો વૃક્ષમાં જ ઉત્પન્ન થાય છે, વૃક્ષમાં જ સ્થિત થાય છે, વૃક્ષમાં જ વૃદ્ધિ પામે છે. આ રીતે વૃક્ષમાં જ ઉત્પન્ન, સ્થિત અને સંવર્ધિત તે વૃક્ષયોનિક જીવો કર્મના ઉદયને વશ થઈને, કર્મના ઉદયથી ત્યાં જ વૃદ્ધિ પામીને વૃક્ષયોનિક વૃક્ષમાં અધ્યારુહ-કલમ કરવાથી ઊગતા વૃક્ષ કે લતા રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો વૃક્ષયોનિક વૃક્ષની સ્નિગ્ધતાનો આહાર કરે છે. તે ઉપરાંત પૃથ્વી, પાણી વાવ વનસ્પતિ શરીરનો આહાર કરે છે યાવતું તે-તે પુદ્ગલોને સર્વાત્મના પોતાના શરીર રૂપે પરિણત કરે છે.
તે વૃક્ષયોનિક અધ્યારુહ-કલમથી ઊગતા વૃક્ષ-વેલાદિના બીજા પણ શરીરો હોય છે. તે વિવિધ વર્ણાદિવાળા યાવત વિવિધ પુદ્ગલોથી બનેલા હોય છે. તે જીવો પોત-પોતાના કર્માનુસાર ત્યાં ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે શ્રી તીર્થકરોએ કહ્યું છે. | ७ अहावरं पुरक्खायं- इहेगइया सत्ता अज्झारुहजोणिया अज्झारुहसंभवा जाव कम्मणियाणेणं तत्थवक्कमा रुक्खजोणिएसु अज्झारुहेसु अज्झारुहत्ताए विउटुंति, ते जीवा तेसिं रुक्खजोणियाणं अज्झारुहाणं सिणेहमाहारेंति, ते जीवा आहारैति पुढविसरीरं जाव सारूवियकडं संतं सव्वप्पणाए आहारं आहारैति, अवरे वि य णं तेसिं अज्झारुहजोणियाणं सरीरा णाणावण्णा जाव मक्खायं । ભાવાર્થ :- શ્રી તીર્થકરોએ વનસ્પતિકાયના સંબંધમાં અન્ય પણ કથન કર્યું છે- આ વનસ્પતિકાયિક જીવોમાંથી કેટલાક અધ્યારુહ- વૃક્ષ પર ચઢતી વેલ યોનિક જીવો વેલ રૂપે ઉત્પન્ન થાય છે યાવતુ તે જીવ પોતાના કર્મના ઉદયથી ત્યાં વૃદ્ધિ પામીને વૃક્ષયોનિક વેલમાં વેલ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો વૃક્ષયોનિક વેલની સ્નિગ્ધતાનો આહાર કરે છે. ત્યાર પછી તે જીવો પૃથ્વી આદિના શરીરનો આહાર કરે છે યાવતું તે-તે પુગલોને સર્વાત્મના પોતાના શરીર રૂપે પરિણત કરે છે.
તે વેલયોનિક જીવોના અન્ય શરીરો પણ હોય છે. તે વિવિધ વર્ણાદિવાળા હોય છે યાવત્ તે પ્રમાણે શ્રી તીર્થકરોએ કહ્યું છે. |८ अहावरं पुरक्खायं- इहेगइया सत्ता अज्झारुहजोणिया अज्झारुहसंभवा जाव कम्मणियाणेणं तत्थवक्कमा अज्झारुहजोणिएसु अज्झारुहेसु अज्झारुहत्ताए विउलृति, ते जीवा तेसिं अज्झारुहजोणियाणं अज्झारुहाणं सिणेहमाहारेति, ते जीवा आहारैति पुढविसरीरं जाव सारूवियकडं संत आहारे सव्वप्पणाए आहारति, अवरे वि य णं तेसिं अज्झारुहजोणियाणं अज्झारुहाणं सरीरा णाणावण्णा जाव मक्खायं ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org