________________
અધ્યયન-૩: આહાર પરિક્ષા
૧૦૩]
અર્થાત્ તે-તે ગતિ-જાતિ આદિ નામ કર્મના ઉદયથી તે-તે જીવ તે વનસ્પતિ રૂપે ઉત્પન્ન થાય છે. આહાર ગ્રહણ પદ્ધતિ જે જીવ જે યોનિમાં–ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થાય છે, તે ક્ષેત્રમાં રહેલા પુગલોને તે સર્વ પ્રથમ આહાર રૂપે ગ્રહણ કરે છે. સૂત્રકારે વિવિધ યોનિ–ઉત્પત્તિસ્થાન તથા તેના દ્વારા ગ્રહણ થતાં પ્રથમ આહારની અપેક્ષાએ ચાર-ચાર આલાપકનું કથન કર્યું છે. જેમ કે(૧) કોઈક જીવ પૃથ્વીયોનિક વૃક્ષ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવની પૃથ્વીરૂપ યોનિ હોવાથી સહુ પ્રથમ પૃથ્વીની સ્નિગ્ધતાનો આહાર કરે છે, જેમ કે પૃથ્વી પર ઉગેલું આમ્ર વૃક્ષ. (૨) કોઈક જીવ પૃથ્વીયોનિક વૃક્ષમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવની યોનિ પૃથ્વીયોનિક વૃક્ષ હોવાથી તે જીવ સહુ પ્રથમ પૃથ્વીયોનિક વૃક્ષની સ્નિગ્ધતાનો આહાર કરે છે. જેમ કે પૃથ્વી પર ઊગેલા એક વૃક્ષના આધારે ઉગતું બીજું વૃક્ષ. (૩) કોઈક જીવ વૃક્ષયોનિક વૃક્ષમાં વૃક્ષ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવની યોનિ વૃક્ષયોનિક વૃક્ષ હોવાથી તે જીવ સહુ પ્રથમ વૃક્ષયોનિક વૃક્ષની સ્નિગ્ધતાનો આહાર કરે છે. જેમ કે આંબાના વૃક્ષના આધારે ઊગતું અન્ય આમ્રવૃક્ષ. (૪) કોઈક જીવ વૃક્ષયોનિક વૃક્ષમાં તેના મૂળ, કંદ, સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ અને બીજા રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવની યોનિ વૃક્ષયોનિક વૃક્ષ જ હોવાથી તે જીવ સહુ પ્રથમ તે વૃક્ષની સ્નિગ્ધાતાનો આહાર કરે છે.
સમગ્ર વૃક્ષનો એક મુખ્ય જીવ હોય છે, તે મુખ્ય જીવને આશ્રિત વૃક્ષના વિભાગ રૂપ મૂળ, કંદાદિમાં અન્ય-અન્ય જીવો ઉત્પન્ન થાય છે. તે વૃક્ષના આશ્રયે ઉત્પન્ન થયા હોવાથી સર્વ પ્રથમ વૃક્ષની સ્નિગ્ધતાનો આહાર કરે છે.
આ રીતે કોઈ પણ જીવ સર્વ પ્રથમ પોતાના ઉત્પત્તિ સ્થાનમાંથી જ પુદ્ગલોને આહાર રૂપે ગ્રહણ કરે છે, તે તેનો ઓજાહાર છે. તે જીવ ક્રમશઃ શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થાય અને ત્યાર પછી તે ત્વચા દ્વારા લોમાહારને ગ્રહણ કરે છે. તે જીવની આસપાસ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ કે વનસ્પતિના શરીરોના જે-જે પુગલો હોય, તેમાંથી જીવ પોતાની યોગ્યતા અનુસાર તે-તે પુદ્ગલોને આહાર રૂપે ગ્રહણ કરે છે. ત્ર-સ્થાવર જે જીવોના શરીરમાંથી સારભાગને એટલે રસને ચૂસે છે, તે જીવોના શરીર અચેત થઈ જાય છે, તે શરીર ખંડ-ખંડ થઈને નાશ પામે છે. ગ્રહણ કરેલા તે પુગલોને જીવ પોતાના શરીર રૂપે પરિણત કરે છે. આ રીતે આહાર ગ્રહણથી અને તેના પરિણમનથી વનસ્પતિના શરીરની વૃદ્ધિ થાય છે.
વનસ્પતિના જીવો જે પ્રકારના વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળી પૃથ્વી આદિનો આહાર કરે છે. તે પ્રમાણે તે વનસ્પતિના વર્ણાદિમાં વિવિધ આકાર અને પ્રકારનું સર્જન થાય છે.
સંક્ષેપમાં કોઈ પણ જીવની ઉત્પત્તિ, સ્થિતિ, સંવૃદ્ધિ, તેના વિવિધ વર્ણાદિ, આકાર–પ્રકારાદિ સર્વ બાબતો જીવોના કર્માનુસાર અને આહાર આદિના સંયોગ અનુસાર જ થાય છે. તેમાં ઈશ્વર આદિ કોઈ નિમિત્ત નથી. વૃક્ષયોનિક અધ્યારુહનો આહાર:
६ अहावरं पुरक्खायं- इहेगइया सत्ता रुक्खजोणिया रुक्खसंभवा रुक्खवक्कमा तज्जोणिया तस्संभवा तव्वक्कमा कम्मोवगा कम्मणियाणेणं तत्थवक्कमा रुक्ख
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org