________________
૧૦૬ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
एवं पुढविजोणिएसु तणेसु तणत्ताए विउटुंति जाव मक्खायं । एवं तणजोणिएसु तणेसुतणत्ताए विउति जाव मक्खायं । एवं तणजोणिएसुतणेसु मूलत्ताए जावबीयत्ताए विउदृति, ते जीवा जाव एवमक्खायं ।
एवं ओसहीण वि चत्तारि आलावगा । एवं हरियाण वि चत्तारि आलावगा। ભાવાર્થ :- શ્રી તીર્થંકરદેવે વનસ્પતિકાયિક જીવોના સંબંધમાં અન્ય પણ કથન કર્યું છે– (૧) આ વનસ્પતિકાયિક જીવોમાંથી કેટલાક પૃથ્વીયોનિક હોય છે. તે પૃથ્વીથી જ ઉત્પન્ન થાય છે, પૃથ્વીમાં જ સ્થિત થઈને, તેમાં વૃદ્ધિ પામે છે. આ રીતે પૃથ્વીમાં જ ઉત્પન્ન, સ્થિત અને સંવૃદ્ધ તે જીવ પોતાના કર્મના ઉદયને વશ થઈને વિવિધ જાતિવાળી પૃથ્વીઓ પર તૃણરૂપે ઉત્પન્ન થાય છે. તે તૃણના જીવો તે વિવિધ જાતિવાળી પૃથ્વીની સ્નિગ્ધતાનો આહાર કરે છે. તે ઉપરાંત ક્રમશઃ વૃદ્ધિ પામતા તે જીવો પૃથ્વીથી લઈને વનસ્પતિ સુધીના શરીરોનો આહાર કરે છે યાવતુ પોત-પોતાના કર્માનુસાર ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ સર્વ કથન પૂર્વવત્ જાણવું. આ પ્રમાણે શ્રી તીર્થંકર પ્રભુએ કહ્યું છે.
(૨) કેટલાક વનસ્પતિકાયિક જીવો પૃથ્વીયોનિક તૃણોમાં તૃણ રૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં સ્થિત અને સંવદ્ધ થાય છે. તે પૃથ્વીયોનિક તણોના શરીરની સ્નિગ્ધતાનો આહાર કરે છે, ઇત્યાદિ સમસ્ત વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ.
(૩) કેટલાક વનસ્પતિકાયિક જીવો તૃણ યોનિક તૃણોમાં તૃણરૂપે ઉત્પન્ન થાય છે, ત્યાં સ્થિત રહે છે અને ત્યાં જ સંવૃદ્ધ થાય છે. તે જીવ તૃણયોનિક તૃણોના શરીરની સ્નિગ્ધતાનો આહાર ગ્રહણ કરે છે. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ.
(૪) કેટલાક વનસ્પતિકાયિક જીવો તણયોનિક તૃણોનાં મૂળ, કંદ, સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ અને બીજરૂપે ઉત્પન્ન થાય છે, ત્યાં સ્થિત અને સંવૃદ્ધ થાય છે. તે જીવો તે તૃણયોનિક તૃણોની સ્નિગ્ધતાનો આહાર કરે છે. શેષ સમસ્ત વર્ણન પણ પૂર્વવત્ જાણવું જોઈએ.
આ રીતે ઔષધિ (ધાન્ય) રૂપમાં ઉત્પન્ન(વનસ્પતિકાયિક) જીવોના પણ ચાર આલાપક જાણવા. આ રીતે હરિતકાય (ભાજી) રૂપે ઉત્પન્ન વનસ્પતિકાયિક જીવોના પણ ચાર આલાપક થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પૃથ્વીયોનિક તૃણ, ઔષધિ અને હરિતકાયના આહારનું કથન છે. તેમાં પણ પૂર્વવત્ ચાર-ચાર આલાપક છે– (૧) કેટલાક જીવો પૃથ્વીયોનિક ઔષધિ રૂપે(ધાન્યની ફસલ રૂપે) ઉત્પન્ન થાય છે. તે જીવ સહુ પ્રથમ પૃથ્વીની સ્નિગ્ધતાનો આહાર કરે છે. (૨) કેટલાક જીવો પૃથ્વીયોનિક ઔષધિમાં ઔષધિરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો સહુ પ્રથમ પૃથ્વીયોનિક ઔષધિની સ્નિગ્ધતાનો આહાર કરે છે. (૩) કેટલાક જીવો ઔષધિયોનિક ઔષધિમાં ઔષધિરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો સહુ પ્રથમ ઔષધિયોનિક ઔષધિની સ્નિગ્ધતાનો આહાર કરે છે. (૪) કેટલાક જીવો ઔષધિયોનિક ઔષધિમાં મૂળ, કંદ, સ્કંધ, આદિ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો સહુ પ્રથમ ઔષધિયોનિક ઔષધિની સ્નિગ્ધતાનો આહાર કરે છે.
૧. અનેકવિધ પૃથ્વીયોનિક હરિતકાયરૂપે, ૨. પૃથ્વીયોનિક હરિતકામમાં હરિતકાયરૂપે ૩. હરિતયોનિક હરિતકામાં હરિતકાયરૂપે અને ૪. હરિત યોનિક હરિતકાયના મૂળ, કંદ, આદિ રૂપે ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org