________________
૯૮
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો, આ દસ દંડકના જીવોના આહારનું નિરૂપણ કર્યું છે.
સામાન્ય રીતે પ્રત્યેક જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે પોતાના ઉત્પત્તિ સ્થાન-યોનિ સ્થાનમાં રહેલા પુદ્ગલોને જ ઓજાહાર રૂપે ગ્રહણ કરે છે. તેથી જીવોનો ઓજાહાર તે-તે જીવોની યોનિ પ્રમાણે નિશ્ચિત થાય છે અને ત્યાર પછી જીવ પોતાના શરીરની યોગ્યતા પ્રમાણે પૃથ્વી આદિ છકાય જીવોના શરીરના પુદ્ગલોને લોમાહાર કે કવલાહાર રૂપે ગ્રહણ કરે છે.
પ્રસ્તુત અધ્યયનમાં જીવોની વિવિધ યોનિઓ, તેની ઉત્પત્તિની પ્રક્રિયા અને તેની સંવૃદ્ધિમાં નિમિત્તભૂત આહારગ્રહણની પદ્ધતિનું વિશ્લેષણ છે.
Jain Education International
આ રીતે સંસારી પ્રત્યેક જીવોનું જીવન અન્ય જીવોના આધારે જ ટકી રહ્યું છે. તેથી જ સાધકે આહારના વિષયમાં સંયમ કેળવી અનાહારક ભાવમાં સ્થિર થવા યથાશક્ય પુરુષાર્થશીલ રહેવું, તે જ આ અધ્યયનનું ઉપાદેય તત્ત્વ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org