________________
| અધ્યયન-૩: આહાર પરિક્ષા ,
[ ૯૭]
ત્રીજું અધ્યયન * * * શો
પરિચય
*
)
આ અધ્યયનું નામ “આહારપરિજ્ઞા” છે. તેમાં બે શબ્દ છે. આહાર અને પરિજ્ઞા. આહાર- શરીરને ટકાવી રાખવા માટે જીવ જે પુગલોને ગ્રહણ કરે, તેને આહાર કહે છે.
આહારના ત્રણ ભેદ છે– સચેત, અચેત અને મિશ્ર. પૃથ્વીકાયાદિ છ કાયના જીવ સહિતના આહાર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરવા, તે સચિત્તાહાર છે. છ કાય જીવ રહિતના આહાર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરવા, તે અચિત્તાહાર છે. જીવને ગ્રાહ્ય આહાર યોગ્ય પગલોનો કેટલોક ભાગ જીવ સહિત અને કેટલોક ભાગ જીવ રહિત હોય, તે મિશ્રાહાર છે.
બીજી રીતે આહારના ત્રણ ભેદ છે– ઓજ, રોમ અને કવલ આહાર.
सरीरेणोयाहारो, तयाय फासेण लोम आहारो। पक्खेवाहारो पुण, कावलिओ होइ णायव्वो ॥
ઉત્પત્તિના પ્રથમ સમયે તૈજસ-કાશ્મણ શરીર દ્વારા જે પગલોનું ગ્રહણ થાય, તે ઓજાહાર છે. શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી અપર્યાપ્ત કે પર્યાપ્ત અવસ્થામાં ત્વચા દ્વારા જે પુગલોનું ગ્રહણ થાય, તે લોમાહાર છે અને પર્યાપ્તાવસ્થામાં મુખમાં કે શરીરમાં ઇચ્છાપૂર્વક જે પુગલોનો પ્રક્ષેપ કરાય, તે પ્રક્ષેપાહાર છે.
જીવ અનાદિકાલીન ભવભ્રમણમાં જ્યાં જન્મ ધારણ કરે, ત્યાં તે શરીરને યોગ્ય પગલો ગ્રહણ કરીને પોતાનું શરીર બનાવે છે અને શરીરને ટકાવી રાખે છે. સંસારી પ્રત્યેક જીવ નિરંતર આહારક હોય છે, માત્ર ચાર અવસ્થામાં તે અનાહારક હોય છે– (૧) બે, ત્રણ કે ચાર સમયની વિગ્રહ ગતિમાં (૨) કેવળી સમુદ્યાતના ત્રીજા, ચોથા અને પાંચમા સમયમાં (૩) અયોગી કેવળી અવસ્થામાં (૪) સિદ્ધાવસ્થામાં.
આ રીતે સંસારી જીવોના જીવનમાં આહારક અવસ્થાની જ પ્રધાનતા છે. પરિણા- એટલે જાણકારી, બોધ, જ્ઞાન, વિવેક વગેરે. તેના બે ભેદ છે– જ્ઞપરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા. પદાર્થોના હેય–ઉપાદેયનો યથાર્થ બોધ કરવો, તે પરિજ્ઞા છે અને જ્ઞપરિજ્ઞાથી જાણ્યા પછી હેય તત્ત્વોનો ત્યાગ કરવો, તે પ્રત્યાખ્યાન પરિજ્ઞા છે.
આ અધ્યયનમાં સંસારી જીવોના આહાર સંબંધી વિવિધ માહિતી હોવાથી અધ્યયનનું આહાર પરિશા નામ સાર્થક છે.
સુત્રકારે નારકી અને દેવતાને છોડીને શેષ ઔદારિક શરીરધારી પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org