________________
૯૬ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર (બીજો શ્રુતસ્કંધ)
આ અધ્યયનમાં ૧૩ ક્રિયાઓના નિરૂપણ પછી ધર્મ-અધર્મ પક્ષના અવલંબનથી જીવોનું ત્રણ પ્રકારે વિભાજન અને વિશ્લેષણ કરવામાં આવ્યું છે– (૧) પ્રથમ વિભાજનમાં– ૧. અધર્મ પક્ષમાં પાપી સંસારી દુર્ગતિગામી જીવો ૨.ધર્મ પક્ષમાં વીતરાગ ધર્મી શ્રમણાદિ ૩.મિશ્રપક્ષમાં અન્ય મતાવલંબીનું વર્ણન કર્યું છે. (૨) બીજ વિભાજનમાં– ૧. અધર્મ પક્ષમાં અધર્મી સંસારી જીવો ૨. ધર્મ પક્ષમાં નિગ્રંથ મુનિઓ ૩. મિશ્ર પક્ષમાં શ્રમણોપાસકોનું વર્ણન કર્યું છે. (૩) ત્રીજા વિભાજનમાં– ૧. અધર્મ પક્ષમાં ૩૩ પાસંડ મત ૨. ધર્મ પક્ષમાં અહિંસા પ્રધાન ધર્મ નિરૂપક નિગ્રંથ શ્રમણોનું સૂચન છે. આ ત્રીજા વિભાજનમાં ધર્મ-અધર્મ બે પક્ષનું જ કથન છે.
આ રીતે ભિન્ન-ભિન્ન અપેક્ષાએ ધર્મ-અધર્મ પક્ષને અહીં વિવિધ રીતે સમજાવ્યા છે.
છે બીજું અધ્યયન સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org