________________
| અધ્યયન-૨: ફિયાસ્થાન
[ ૯૫ ]
किरियाठाणे वट्टमाणा जीवा सिझिसु बुझिसु मुच्चिसु परिणिव्वाइंसु सव्वदुक्खाणं अंतं करिंसु वा करेंति वा करिस्संति वा । एवं से भिक्खू आयट्ठी आयहिए आयगुत्ते आयजोगी आयपरक्कमे आयरक्खिए आयाणुकंपए आयणिप्फेडए आयाणमेव पडिसाहरेज्जासि । त्ति बेमि । શબ્દાર્થ :- આયનોને = આત્મયોગી આયપર્વજને = આત્મપરાક્રમી, આત્માને માટે પરાક્રમ કરનારા માળખડા = આત્મરક્ષક, આત્માની રક્ષા કરનારા પરિસાઇક્લિાસિ = આત્માને પાપોથી નિવૃત્ત કરે. ભાવાર્થ :- આ પૂર્વોક્ત બાર ક્રિયાસ્થાનોમાં વર્તતા જીવોએ ભૂતકાળમાં, વર્તમાનમાં અને ભવિષ્યમાં સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાવત્ સર્વ દુઃખોનો અંત કરી શક્યા નથી, કરતા નથી અને કરશે નહીં. તેરમા ક્રિયાસ્થાનમાં વર્તતા જીવો અતીત, વર્તમાન અને ભવિષ્યકાલમાં સિદ્ધ, બુદ્ધ, મુક્ત યાવત્ સર્વ દુઃખોનો અંત કરનાર થાય છે.
આ રીતે બાર ક્રિયાસ્થાનોનો ત્યાગ કરનારા ભિક્ષુઓ આત્માર્થી, આત્મહિતમાં તત્પર, આત્મગુપ્ત- આત્માનું પાપથી રક્ષણ કરનારા, આત્મયોગી, આત્મભાવમાં પરાક્રમી, આત્મરક્ષક આત્મા પર અનુકંપા કરનારા, આત્માનો જગતથી ઉદ્ધાર કરનારા, ઉત્તમ સાધક પોતાના આત્માને સમસ્ત પાપોથી નિવૃત્ત કરે. એ પ્રમાણે હું કહું છું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આ અધ્યયનના ઉપસંહાર રૂપે પૂર્વોક્ત ૧૩ ક્રિયાસ્થાનોના ફળનું કથન કર્યું છે, જેથી સાધક હેય-શૈય-ઉપાદેયનો વિવેક કરી શકે છે.
અર્થદંડ આદિ પ્રથમ વાર ક્રિયાસ્થાનો સંસારવર્ધક છે, કારણ કે તે પ્રત્યેક ક્રિયાસ્થાનો કષાય યુક્ત છે. કર્મ સિદ્ધાંત અનુસાર કષાયપૂર્વક થતો કર્મબંધ સંસાર પરિભ્રમણ કરાવે છે અને તેરમું ક્રિયાસ્થાન સંસાર નાશક છે, કારણ કે તેરમું ઐર્યાપથિક ક્રિયાસ્થાન કષાય રહિત વીતરાગી જીવોને હોય છે. વીતરાગી જીવોમાં કષાયનો અભાવ હોવાથી, કેવળ યોગની પ્રવૃત્તિથી જ કર્મબંધ થતો હોવાથી તે કર્મબંધ સંસાર પરિભ્રમણ કરાવતો નથી.
ઐર્યાપથિક ક્રિયાસ્થાન અગિયારમા, બારમા અને તેરમા ગુણસ્થાનવર્સી વીતરાગી જીવોને હોય છે. તેમાંથી અગિયારમા ગુણસ્થાનવર્તી ઉપશમ શ્રેણીવાળા જીવો તે જ ભવમાં મોક્ષ ગતિને પ્રાપ્ત કરતા નથી. સૂત્રોક્ત તે જ ભવમાં મોક્ષ પ્રાપ્તિનું કથન ક્ષેપક શ્રેણીવાળા બારમા અને તેરમા ગુણસ્થાનવર્તી જીવોની અપેક્ષાએ છે. તે જીવો અવશ્ય તે જ ભવમાં ચૌદમા ગુણસ્થાને સર્વ ક્રિયાસ્થાનનો ત્યાગ કરીને અંતે સિદ્ધ થાય છે.
આ રીતે કોઈ પણ ક્રિયાસ્થાન સિદ્ધગતિનું કારણ નથી. સર્વ ક્રિયાસ્થાનનો ત્યાગ થાય ત્યારે જ મોક્ષ થાય છે, પરંતુ ક્ષપક શ્રેણીવાળા ઐર્યાપથિક ક્રિયાસ્થાનવાળા જીવો અવશ્ય તે જ ભવમાં સિદ્ધ થાય છે, તેથી વ્યવહારનયની અપેક્ષાએ ઐર્યાપથિક ક્રિયાસ્થાનને સિદ્ધ ગતિનું કારણ કહ્યું છે, તેથી સાધકોએ સંસારવર્ધક બારક્રિયાસ્થાનોનો ત્યાગ કરીને ઐયંપથિક ક્રિયાસ્થાનના ગુણસ્થાન સુધી પહોંચવાનો પુરુષાર્થ કરવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org