________________
૯૪ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
ભવિષ્યમાં છેદન-ભેદન આદિ કષ્ટ પ્રાપ્ત કરતા નથી; તે જન્મ, જરા, મરણ, અનેક યોનિઓમાં જન્મ-ધારણ, સંસારમાં પુનઃ પુનઃ જન્મ, ગર્ભવાસ તથા સંસારના અનેકવિધ પ્રપંચ તથા વિવિધ દુઃખોના ભાજન થતા નથી થાવત દરિદ્રતા, દુર્ભાગ્ય, આદિને પ્રાપ્ત કરતા નથી તથા તે અનાદિ અનંત દીર્ઘકાલિક ચતુર્ગતિક સંસારરૂપી ઘોર વનમાં વારંવાર પરિભ્રમણ કરતા નથી. અંતે તે સિદ્ધિ યાવતુ કેવળજ્ઞાન કેવળદર્શન પ્રાપ્ત કરીને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે. સમસ્ત દુઃખોનો સદાને માટે અંત કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાખંડીઓના ૩૩ ભેદો તથા હિંસામાં ધર્મની પ્રરૂપણા કરનારાઓના કથનનું સયુક્તિક ખંડન કરીને અહિંસા પ્રધાન ધર્મની સપ્રમાણ પુષ્ટિ કરવામાં આવી છે.
અધર્મપક્ષ, ધર્મપક્ષ અને મિશ્રપક્ષ, આ ત્રણેનો સમાવેશ ધર્મ સ્થાન અને અધર્મ સ્થાન, આ બે સ્થાનમાં થઈ જાય છે. ૩૩ પાસડ મત :- ૧૮૦ ક્રિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ૬૭ વિનયવાદી અને સર અજ્ઞાનવાદી, આ ૩૩ પાખંડીઓ અધર્મસ્થાનમાં સ્થિત છે. [પાખંડીઓના ૩૩ ભેદને સમજવા માટે જુઓ પરિશિષ્ટ-૩] તે-તે મતના પ્રવર્તકો પોત-પોતાની દષ્ટિ, રુચિ અને વૃત્તિ અનુસાર પોતાના મતનું પ્રવર્તન કરવા માટે ઉપદેશ આપે છે. પોતાના અનુયાયીઓને વિવિધ વ્રત-નિયમોનું પાલન કરાવે છે. તેઓ મોક્ષની વાતો તો કરે છે, પરંતુ તેમના કથનમાં ક્યાંય ઐક્યતા કે પૂર્ણતા જણાતી નથી.
તેઓ અહિંસાધર્મની પૂર્ણ આરાધના કરી શકતા નથી. તેમના મતાનુસાર પ્રાણી, ભૂત, જીવ કે સત્ત્વની હિંસા કરવામાં, તે જીવોને પોતાને આધીન બનાવવામાં, દાસ-દાસી રૂપે સ્વીકાર કરવામાં કે તેને ભયભીત કરવામાં કોઈ દોષ નથી.
જૈન દર્શનાનુસાર નાના કે મોટા, સ્થૂલ કે સૂક્ષ્મ દરેક જીવોનું ચૈતન્યતત્ત્વ એક સમાન છે અને તે જીવની પાંચ ઇન્દ્રિયો, મન, વચન, કાયા, શ્વાસોશ્વાસ કે આયુષ્ય, આ દશ પ્રાણમાંથી એક પણ પ્રાણનો નાશ કરવો, તે જીવોને પીડિત કરવા, તે હિંસા જ છે. જેમ આપણને સુખ પ્રિય છે, દુઃખ અપ્રિય છે તે જ રીતે જગતના સર્વ જીવોને પણ સુખ પ્રિય છે, દુઃખ અપ્રિય છે. તેથી કોઈનું સુખ છીનવી લેવાનો કે તેને દુઃખી કરવાનો આપણો અધિકાર નથી.
સર્વ જીવોને આત્મ સમાન જાણીને તેની સાથે આત્મસમ વ્યવહાર કરવો, તે જ સર્વ ધર્મનો સાર છે.
જે સાધકો આ અહિંસાધર્મને પૂર્ણતયા સ્વીકારે છે, તે આ ભવમાં શાંતિ-સમાધિ અને ભવાંતરમાં સર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષ ગતિને પામે છે.
જે સાધકો પ્રવ્રજ્યાનો સ્વીકાર કરવા છતાં અન્ય જીવો સાથે આત્મસમ વ્યવહાર કરતા નથી તે અન્ય જીવો સાથે વૈર બાંધીને આ ભવમાં શોક, દુઃખ, વિલાપ, પશ્ચાત્તાપ અને પીડાને પામે છે અને ભવાંતરમાં જન્મ-મરણના ઘોર દુઃખને પામે છે. ઉપસંહાર:६८ इच्चेएहिं बारसहि किरियाठाणेहिं वट्टमाणा जीवा णो सिझिसु णो बुझिसु जावणो सव्वदुक्खाणं अंतं करेंसु वा करेंति वा करिस्संति वा । एयंसि चेव तेरसमे
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org