________________
૮૪ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
इच्छंति तणं तण्णं दिसं अप्पडिबद्धा सुइभूया लहुभूया अणुप्पग्गंथा संजमेणं तवसा अप्पाणं भावेमाणा विहरति । ભાવાર્થ :- મુનિજનો કોઈ પણ વિષયમાં પ્રતિબંધ રહિત(આસક્તિ રહિત) હોય છે. તે પ્રતિબંધના ચાર પ્રકાર છે- (૧) અંડજ–ઈડામાંથી ઉત્પન્ન થનારા મોર વગેરે પક્ષીઓથી અથવા કોશેટાથી ઉત્પન્ન થયેલા રેશમી વસ્ત્રના પ્રતિબંધથી (૨) પોતજ-પોતજ જન્મથી ઉત્પન્ન થનારા હાથી આદિના બચ્ચાથી અથવા પોતજ-વસ્ત્રના પ્રતિબંધથી (૩) અવગ્રહ-વસતિ-નિવાસ સ્થાનના પ્રતિબંધથી તથા (૪) ઔપગ્રહિક–પીઠ, ફલક, દંડાદિ ઔપગ્રહિક ઉપકરણના પ્રતિબંધથી રહિત હોય છે. તેઓ જે દિશામાં વિચરણ કરવાની ઇચ્છા કરે છે, તે દિશામાં અપ્રતિબદ્ધપણે, પવિત્ર ભાવે, લઘુભૂત-અલ્પ ઉપધિવાળા થઈને, બાહ્ય-આત્યંતર પરિગ્રહ રૂ૫ ગ્રંથીથી રહિત, સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતાં વિચરે છે. ५७ तेसिं णं भगवंताणं इमा एयारूवा जायामायावित्ती भवइ, तं जहा- चउत्थे भत्ते, छठे भत्ते, अट्ठमे भत्ते, दसमे भत्ते, दुवालसमे भत्ते, चोइसमे भत्ते सोलसभत्ते, अद्धमासिए भत्ते, मासिए भत्ते, दोमासिए भत्ते, तेमासिए भत्ते, चउम्मासिए भत्ते, पंचमासिए भत्ते, छम्मासिए भत्ते । अदुत्तरं च णं उक्खित्तचरगा णिक्खित्तचरगा उक्खित्तणिक्खित्तचरगा अंतचरगा पंतचरगा लूहचरगा सामुदाणचरगा संसट्ठचरगा असंसट्ठचरगा तज्जायसंसट्टचरगा दिट्ठलाभिया अदिट्ठलाभिया पुट्ठलाभिया अपुट्ठलाभिया भिक्खलाभिया अभिक्खलाभिया अण्णायचरगा अण्णगिलायचरगा उवणिहिया संखादत्तिया परिमियपिंडवाइया सुद्धसणिया अंताहारा पंताहारा अरसाहारा विरसाहारा लूहाहारा तुच्छाहारा अंतजीवी पंतजीवी पुरिमड्डिया आयबिलिया णिव्विगइया अमज्ज-मंसासिणो णो णिकामरसभोई ठाणाइया पडिमट्ठाइया णेसज्जिया वीरासणिया दंडायतिया लगंडसाईणो अवाउडा अकंडुया अणिठ्ठहा धुयकेस-मंसु-रोम-णहा सव्वगाय-पडिकम्मविप्पमुक्का चिटुंति । ભાવાર્થ :- અણગાર ભગવંતો સંયમ યાત્રાના નિર્વાહાથે આ પ્રકારની વૃત્તિ ધારણ કરે છે, જેમ કે- ચતર્થભક્તએક ઉપવાસ, ષષ્ઠભક્ત- બે ઉપવાસ, અઠ્ઠમભક્ત-ત્રણ ઉપવાસ, દશમભક્તચાર ઉપવાસ, દ્વાદશભક્ત- પાંચ ઉપવાસ, ચતુર્દશભક્ત- છ ઉપવાસ, ષોડશભક્ત- સાત ઉપવાસ, અર્ધમાસિકભક્ત– પંદર ઉપવાસ, માસિકભક્ત- એક માસના ઉપવાસ, દ્વિમાસિકભક્ત- બે માસના ઉપવાસ, ત્રિમાસિકભક્ત- ત્રણ માસના ઉપવાસ, ચામસિકભક્ત- ચાર માસના ઉપવાસ, પંચમાસિકભક્ત- પાંચ માસના ઉપવાસ, છમાસિકભક્ત– છ માસના ઉપવાસ કરે છે તે ઉપરાંત કેટલાક શ્રમણો આ પ્રકારના અભિગ્રહ ધારક હોય છે, જેમ કે- ઉત્સિતચરક- ભોજનને વાસણમાંથી બહાર કાઢી રહેલી વ્યક્તિ પાસેથી જ ભિક્ષા ગ્રહણ કરનારા, નિક્ષિપ્ત ચરક– ભોજનને વાસણની અંદર નાખી રહેલી વ્યક્તિ પાસેથી ભિક્ષા ગ્રહણ કરનારા, ઉલ્લિતનિક્ષિપ્તચરક– ભોજનને એક વાસણમાંથી કાઢીને બીજા વાસણમાં નાખી રહેલી વ્યક્તિ પાસેથી ભિક્ષા ગ્રહણ કરનારા, અંતાહારી- અત્યંત હલકી જાતના ધાન્યમાંથી બનાવેલો આહાર ગ્રહણ કરનારા, પ્રાંતાહારી-ગૃહસ્થોએ ભોજન કર્યા પછી વધેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org