________________
અધ્યયન-૨ : ક્રિયાસ્થાન
जीवो इव अप्पडिहयगई, गगणतलं पि व णिरालंबणा, वायुरिव अपडिबद्धा सारदसलिलं व सुद्धहियया, पुक्खरपत्तं व णिरुवलेवा, कुम्मो इव गुत्तिंदिया, विहग इव विप्पमुक्का, खग्गविसाणं व एगजाया, भारंडपक्खीव अप्पमत्ता, कुंजरो इव सोंडीरा, वसभो इव जायत्थामा, सीहो इव दुद्धरिसा, मंदरो इव अप्पकंपा, सागरो इव गंभीरा, चंदो इव सोमलेसा, सूरो इव दित्ततेया, जच्चकणगं व जायरूवा, वसुंधरा इव सव्वफासविसहा, सुहुयहुयासणो विव तेयसा जलता ।
૮૩
ભાવાર્થ:- તે ધાર્મિક પુરુષ ગૃહત્યાગી અણગાર હોય છે. તે ઇર્યાસમિતિવૃંત—અન્ય જીવોની વિરાધના ન થાય, તે રીતે ઉપયોગપૂર્વક ગમનક્રિયા કરનારા, ભાષા સમિતિવૃંત–નિરવધ વચન બોલનારા, એષણા સમિતિયંત નિર્દોષ, શુદ્ધ અને અચેત આહારને ગ્રહણ કરીને અનાસક્તપણે ભોગવનારા, આદાન-ભંડ મત્ત નિક્ષેપ સમિતિવૃંત–સાધુ જીવનના આવશ્યક ઉપકરણોને યતનાપૂર્વક ગ્રહણ કરનારા અને મૂકનારા, ઉચ્ચાર પાસવણ ખેલ જલ્લ સિંઘાણ પરિષ્ઠાપનિકા સમિતિવંત-મળ-મૂત્ર આદિ શરીરના ત્યાજ્ય પદાર્થોનો નિર્દોષ ભૂમિમાં ત્યાગ કરનારા, મન, વચન અને કાયાની શુભ પ્રવૃત્તિ રૂપ મનસમિતિ, વચનસમિતિ અને કાયસમિતિ, આ આઠે પ્રકારની સમિતિઓથી યુક્ત, મનોગુપ્ત-આર્ટ-રૌદ્ર ધ્યાનયુક્ત વિચારધારાનો ત્યાગ કરી ધર્મ-શુક્લ ધ્યાનમાં ચિત્તને એકાગ્ર કરનારા, વચનગુપ્ત–અશુભ વચનોનો ત્યાગ કરી અત્યંત આવશ્યક હોય ત્યારે જ શુભ વચનો બોલનારા, કાયગુપ્ત–પાપકારી શારીરિક પ્રવૃત્તિઓનો ત્યાગ કરી અનિવાર્ય નિર્દોષ કાયિક ચેષ્ટા કરનારા, ગુપ્ત–અશુભ યોગનો નિગ્રહ કરનારા, ગુપ્તેન્દ્રિય–પાપકારી પ્રવૃત્તિમાંથી ઇન્દ્રિયોને સુરક્ષિત રાખનારા; ગુપ્તબ્રહ્મચારી–નવવાડ સહિત બ્રહ્મચર્યનું પાલન કરનારા; ક્રોધ, માન, માયા, લોભ તે ચારે ય કષાયથી રહિત; બાહ્ય પ્રવૃત્તિથી શાંત, આત્યંતર પાપકારી પ્રવૃત્તિથી પ્રશાંત, બાહ્ય-આત્યંતર બંને પ્રકારે ઉપશાંત, પરિનિવૃત્ત-કર્મોના આશ્રવથી રહિત, નિગ્રંથ-રાગદ્વેષરૂપ ગ્રંથીથી રહિત અથવા છિન્નગ્રંથ-શરીરજન્ય સંબંધરૂપ દ્રવ્ય ગ્રંથી અને મિથ્યાત્વાદિ રૂપ ભાવથીથી રહિત, છિન્નસ્રોત–સંસારના પ્રવાહરૂપ સ્રોતથી રહિત હોય છે.
તે અણગારો– (૧) કાંસ્યપાત્ર– કાંસાના વાસણને પાણીનો લેપ લાગતો નથી તેની જેમ સાંસારિક સંબંધોથી નિર્લેપ, (૨) શંખની જેમ નિરંગણ– રાગાદિ રંજન યોગ્ય ભાવોથી મુક્ત, (૩) જીવની જેમ અપ્રતિહત ગતિવાળા અર્થાત્ અપ્રતિબંધપણે વિચરણ કરનારા, (૪) આકાશની જેમ સ્વજનો આદિના આલંબન રહિત (૫) પવનની જેમ અપ્રતિબદ્ધ– ઘર રહિત, (૬) શરદ ઋતુના જલની જેમ નિર્મળ અને શુદ્ધ હૃદયી (૭) કમળ પત્રની જેમ વિષય ભોગથી નિર્લેપ (૮) કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય (૯) પક્ષીની જેમ નિશ્ચિત આવાસથી વિપ્રમુક્ત (૧૦) ગેંડાના શિંગની જેમ રાગાદિ દ્વંદ્રથી રહિત હોવાથી એક સ્વરૂપ (૧૧) ભારેંડપક્ષીની જેમ અપ્રમત્ત (૧૨) હાથીની જેમ કષાય રૂપ શત્રુનો નાશ કરવામાં શૂરવીર, (૧૩) વૃષભની જેમ બલિષ્ઠ (૧૪) સિંહની જેમ દુર્ધર્ષ–અજેય (૧૫) મેરુ પર્વતની જેમ અકંપ (૧૬) સાગરની જેમ ગંભીર (૧૭) ચંદ્રની જેમ સૌમ્યલેશી (૧૮) સૂર્યની જેમ શારીરિક ક્રાંતિ અને જ્ઞાનના તેજથી તેજસ્વી (૧૯) ઉત્તમ જાતિના શુદ્ધ કરેલા સુવર્ણની જેમ નિર્મળ (૨૦) પૃથ્વીની જેમ સર્વ પરિસ્થિતિઓને સમભાવે સહન કરનારા, (૨૧) હોમની અગ્નિની જેમ તપ-સંયમના તેજથી દેદીપ્યમાન હોય છે.
Jain Education International
५६ णत्थि णं तेसिं भगवंताणं कत्थवि पडिबंधे भवइ, से य पडिबंधे चउव्विहे पण्णत्ते, तं जहा अंडए इ वा पोयए इ वा उग्गहे इ वा पग्गहे इ वा, जण्णं जण्णं दिसं
For Private Personal Use Only
www.jainelibrary.org