________________
અધ્યયન-૨: ફિયાસ્થાન
[ ૮૫ |
આહારમાંથી ગ્રહણ કરનારા, રુક્ષાહારી- લૂખો-સૂકો આહાર લેનારા, સામુદાનિકચરક- સામુદાનિક ભિક્ષા લેનારા,(પંક્તિમાં ક્રમશઃ આવતા ઘરોથી ભિક્ષા લેનારા) સંસૃષ્ટચરક-દાળ, શાકાદિથી લેપાયેલા હાથ, પાત્ર, ચમચાદિથી જ ભિક્ષા ગ્રહણ કરનારા, અસંસૃષ્ટચરક- દાળ-શાકાદિથી નહીં લેપાયેલા હાથ, પાત્ર, ચમચાદિથી જ ભિક્ષા ગ્રહણ કરનારા, તાતસંસૃષ્ટ ચરક દેય પદાર્થોથી જ લેપાયેલા હાથ વગેરેથી ભિક્ષા ગ્રહણ કરનારા, દષ્ટલાભિક– સામે દેખાતો જ આહાર ગ્રહણ કરનારા, ખુલ્લા વાસણમાં રહેલો આહાર લેનારા) અદષ્ટલાભિક– સામે ન દેખાતો હોય, બંધ રાખેલો હોય, તેને ખોલીને આપે, તેવો આહાર ગ્રહણ કરનારા, પૃષ્ઠલાભિક- તમોને શું જોઈએ છે? તે પ્રમાણે પૂછીને અપાતો આહાર ગ્રહણ કરનારા, અપૃષ્ઠલાભિક- કાંઈ પણ પૂછ્યા વિના અપાતો આહાર ગ્રહણ કરનારા, ભિક્ષાલાભિક- “મને ભિક્ષા આપો” આ પ્રમાણે યાચનાપૂર્વક પ્રાપ્ત થતો આહાર ગ્રહણ કરનારા,(યાચના કર્યા વિના સ્વતઃ આપે તો ન લેનારા) અભિક્ષાલાભિક- યાચના વિના જ પ્રાપ્ત થતો આહાર ગ્રહણ કરનારા, અજ્ઞાતચરક- ઘરમાં પ્રવેશ્યા પહેલાં કોઈ પણ પ્રકારે સાધુના આવવાની જાણકારી ન હોય તેવા અજ્ઞાત ઘરોથી ભિક્ષા ગ્રહણ કરનારા, અન્નગ્લાયક– અમનોજ્ઞ, ઉચ્છિષ્ટ, વાસી પદાર્થોને ગ્રહણ કરનારા, ઉપનિહિત દાતાની સમીપે પડેલો આહાર ગ્રહણ કરનારા, સંખ્યાદત્તિક– નિશ્ચિત કરેલી સંખ્યામાં જ આહારની દત્તિ ગ્રહણ કરનારા, પરિમિતપિંડપાતિકા- પરિમિત દ્રવ્યોને જ ગ્રહણ કરનારા, શહેષણિકએષણા સમિતિપૂર્વક નિર્દોષ આહાર ગ્રહણ કરનારા, અતાહારી, પ્રાંતાહારી, અરસાહારી– હિંગ, જીરું આદિથી વઘાર્યા વિનાનો અરસ આહાર લેનારા, વિરસાહારી- સ્વાદરહિત ભોજન લેનારા, રૂક્ષાહારી- વિગય રહિત લૂખો-સૂકો આહાર લેનારા, તુચ્છાદાર ફેંકી દેવા યોગ્ય તુચ્છ આહાર લેનારા, અંતજીવી- હંમેશાં હલકા અનાજમાંથી બનેલો આહાર લેનારા, પ્રાન્તજીવી– હંમેશાં ગૃહસ્થોએ જમી લીધા પછી વધેલામાંથી આહાર લેનારા, પુરિમઢ- બે પ્રહર વ્યતીત થયા પછી જ આહાર લેનારા, આયબિલ તપની આરાધના કરનારા, નિર્વિકૃતિક- નીવી તપ કરનારા, મધ-માંસનું સેવન ન કરનારા, નિકામરસભોજી– પ્રતિદિન સરસ આહાર ન કરનારા,(ધાર વિગયનો ત્યાગ કરનારા) સ્થાનસ્થિતિક– ઊભા રહેનારા, નહીં બેસનારા, પડિમાસ્થાયી– ભિક્ષુની બાર પ્રતિમાનું વહન કરનારા, નૈષધિક- કોઈ પણ આસને બેસનારા એટલે શયન નહીં કરનારા, વીરાસનિક- સમય મર્યાદાથી વીરાસને બેસનારા, દંડાયતિક- દંડની જેમ લાંબા પગ કરીને સ્થિરતા પૂર્વક સૂનારા, લકુટશાયીવૃક્ષની વાંકી-ચૂકી ડાળીની જેમ સૂનારા, અપ્રાવૃત્ત- નિર્વસ્ત્ર રહેનારા અકંડૂયક- ખુજલી આવવા છતાં નહીં ખંજવાળનારા, અનિષ્ઠીવક- થૂક આવવા છતાં નહીં ચૂંકનારાં અને કેશ, પૂંછ, દાઢી, નખ વગેરે તેમજ સંપૂર્ણ શરીરના સંસ્કાર-પરિકર્મનો ત્યાગ કરીને વિચરણ કરનારા હોય છે. ५८ ते णं एएणं विहारेणं विहरमाणा बहूई वासाई सामण्णपरियागं पाउणंति, बहूई वासाइं सामण्णपरियागं पाउणित्ता आबाहंसि उप्पण्णंसि वा अणुप्पण्णंसि वा बहूई भत्ताई पच्चक्खाइंति, बहूई भत्ताई पच्चक्खित्ता बहूई भत्ताइ अणसणाए छेदंति, छेदित्ता जस्सट्ठाए कीरइ णग्गभावे मुंडभावे अण्हाणगे अदंतवणगे अछत्तए अणोवाहणए भूमिसेज्जा फलगसेज्जा कट्ठसेज्जा केसलोए बंभचेरवासे परघरपवेसे लद्धावलद्धं माणावमाणणाओ हीलणाओ जिंदणाओ खिसणाओगरहणाओ तज्जणाओ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org