________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
ભાવાર્થ :- આ ક્રૂર પુરુષો પોતાના માતા, પિતા, ભાઈ, બહેન, પત્નિ, પુત્ર, પુત્રી, પુત્રવધૂ આદિ
આત્યંતર પરિષદના લોકોમાંથી કોઈનો જરા પણ અપરાધ થાય તો તેને ભારે દંડ આપે છે. જેમ કે– તેને
ઠંડા પાણીમાં ડુબાડે છે યાવત્ મિત્રદ્વેષ પ્રત્યયિક ક્રિયાસ્થાનમાં કહ્યા છે તે પ્રકારના બધા દંડ આપે છે. આ પ્રકારના આચરણથી સ્વયં પોતાના પરલોકનું અહિત કરે છે. તે ક્રૂરકર્મા પુરુષ અંતર્બાહ્ય બંને પ્રકારના લોકોને દુઃખ પમાડે છે. શોક કરાવે છે, સૂરણા કરાવે છે, સંતાપ ઉપજાવે છે, પીડા પમાડે છે, વિશેષ પરિતાપ ઉપજાવે છે. આ રીતે તે પુરુષ બીજાઓ માટેના દુઃખ, શોક, ઝૂરણા, સંતાપ, વધ બંધન આદિ ક્લેશ કરાવવાની દુષ્પ્રવૃત્તિઓથી જીવન પર્યંત નિવૃત્ત થતા નથી.
८०
५२ एवामेव ते इत्थिकामेहिं मुच्छिया गिद्धा गढिया अज्झोववण्णा जाव वासाई चउपंचमाइं छद्दसमाइं वा अप्पतरो वा भुज्जतरो वा कालं भुंजित्तु भोगभोगाई पसवित्तु वेरायतणाई संचिणित्ता बहूइं कूराणि कम्माई उस्सण्णाई संभारकडेण कम्मुणा - से जहाणामए अयगोले इ वा सेलगोले इ वा उदगंसि पक्खित्ते समाणे उदगतलमइवइत्ता अहे धरणितलपइट्ठाणे भवइ, एवामेव तहप्पगारे पुरिसजाए वज्जबहुले धुयबहुले [ धुण्णबहुले] पंकबहुले वेरबहुले अप्पत्तियबहुले दंभबहुले णि डिबहुले साइबहुले अयसबहुले उस्सण्णं तसपाणघाई कालमासे कालं किच्चा धरणितल- मइवइत्ता अहे णरगतलपइट्ठाणे भवइ ।
શબ્દાર્થ:- અયનોને = લોખંડનો ગોળો સેલોતે = પત્થરનો ગોળો વાતલમવત્તા = પાણીને ઓળંગીને ધખિત પઠ્ઠાળે = પૃથ્વીતળમાં જઈને ટકે છે વસવદુત્તે = અપયશકીર્તિ થાય તેવું કામ કરનારા ગુસ્સળ તસપાળવાર્ફ = પ્રાયઃ કરીને ત્રસ પ્રાણીઓની ઘાત કરનાર.
ભાવાર્થ:- આ રીતે તે અધાર્મિક પુરુષ સ્ત્રીસંબંધી કામ ભોગોમાં તથા અન્ય ઇન્દ્રિય વિષયોમાં મૂર્છિત, વૃદ્ધ, અત્યંત આસક્ત તથા તલ્લીન થઈને પૂર્વોક્ત પ્રકારે ચાર, પાંચ, છ કે દસ વર્ષ સુધી અર્થાત્ અલ્પ કે અધિક સમય સુધી શબ્દાદિ વિષય ભોગનો ઉપભોગ કરીને પ્રાણીઓ સાથે વેરનો બંધ બાંધીને, ઘણાં ક્રૂરકર્મોનો સંચય કરીને, પાપકર્મના ભારથી દબાઈ જાય છે.
જે રીતે કોઈ લોઢાના ગોળા કે પત્થરના ગોળાને પાણીમાં નાંખવાથી તે ગોળો પાણીના તળિયાનું અતિક્રમણ કરીને અર્થાત્ પાણીની નીચે પૃથ્વીતલ પર બેસી જાય છે, તેવી રીતે પાપકર્મોના ભારથી દબાયેલો અત્યધિક પાપથી યુક્ત, પૂર્વકૃત કર્મોથી અત્યંત ભારે, કર્મપંકથી અતિમલિન, અનેક પ્રાણીઓ સાથે વેર બાંધીને, અત્યંત અવિશ્વસનીય, દંભી, કપટી, દેશ, વેશ અને ભાષા બદલીને ધૂર્તતા કરવામાં અતિનિપુણ, અપયશના કામ કરનાર તથા ત્રસ પ્રાણીઓનો ઘાતક; તે પુરુષ આયુષ્ય પૂર્ણ થાય, ત્યારે મરીને પૃથ્વીતળને ઓળંગીને નીચે જાય અને નરકતલમાં(નરકમાં) સ્થિત થાય છે.
५३ ते णं णरया अंतो वट्टा बाहिं चउरंसा अहे खुरप्पसंठाणसंठिया णिच्चंधयारतमसा ववगय- गह-चंद-सूर-णक्खत्त- जोइसपहा मेद- वसा-मंस- रुहिर-पूयपडल- चिक्खल्ललित्ताणुलेवणतला असुई वीसा परमदुब्भिगंधा काऊअगणिवण्णाभा कक्खडफासा दुरहियासा असुभा णरगा, असुभा णरएसु वेयणाओ, जो चेव णं णरएसु रइया णिद्दायंति
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org