________________
| અધ્યયન-૨: ક્રિયાસ્થાન
૮૧ |
वा पयलायति वा सई रई वा धिई वा मई वा उवलभंते, ते णं तत्थ उज्जलं विउलं पगाढं कडुयं कक्कसं चंडं दुक्खं दुग्गं तिव्वं दुरहियासं णेरइय वेयणं पच्चणुभवमाणा વિદરતિ !
से जहाणामए रुक्खे सिया पव्वयग्गे जाए मूले छिण्णे अग्गे गरुए जओ णिण्णं जओ विसमं जओ दुग्गं तओ पवडइ, एवामेव तहप्पगारे पुरिसजाए गब्भाओ गब्भ, जम्माओ जम्म, माराओ मार, णरगाओ णरगं, दुक्खाओ दुक्ख, दाहिणगामिए णेरइए कण्हपक्खिए आगमिस्साणं दुल्लभबोहिए यावि भवइ ।
एस ठाणे अणारिए अकेवले जाव असव्वदुक्खप्पहीणमग्गे एगंतमिच्छे असाहू। पढमस्स ठाणस्स अधम्मपक्खस्स विभंगे एवमाहिए । શબ્દાર્થ :- શુરવિંટાળાંડિયા = અસ્ત્રાના આકાર જેવી આકૃતિવાળા વિંધારતનHT = તમોમય, નિરંતર અંધકારયુક્ત વવાય = રહિત(પ્રકાશથી રહિત) ગઢવંદસૂરણવા -ગોફer = ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર અને જ્યોતિષ મંડળના પ્રકાશથી રહિત મેવાસદરપૂથપડત= મેદ, ચરબી, માંસ, લોહી અને પરુથી ઉત્પન્ન થયેલા વિવ7 = કીચડ(કાદવ)ના નિત્તાપુત્તે વખતના = અનુલેપથી લેપાયેલા તળિયાવાળા વીસા = સડેલા, માંસયુક્ત શામ વિઘTH = કાપોત રંગની અગ્નિની સમાન વર્ણવાળા ઉપાસા = કઠોર સ્પર્શવાળા વાસા = અસહ્ય વેદનાવાળા પથરાતિ = પ્રચલા એટલે કે બેઠા બેઠા ઊંઘ લેવી. પળને = પર્વતના અગ્રભાગમાં ળિUM = નીચા. ભાવાર્થ :- નરકના નરકાવાસો અંદરથી ગોળ અને બહારથી ચતુષ્કોણ હોય છે તથા નીચે અસ્ત્રાના આકારના; નિત્ય અંધકારમય હોવાથી ગાઢ અંધકારવાળા; ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર આદિ જ્યોતિષી વિમાનોની પ્રભાથી રહિત છે. તેનો ભૂમિભાગ મેદ, ચરબી, પરુ, રુધિર, માંસના કીચડથી ખરડાયેલો છે. તે અપવિત્ર, બીભત્સ, અશુચિમય, અત્યંત દુર્ગધમય, કાપોત રંગની અત્યંત જાજ્વલ્યમાન અગ્નિ સમાન વર્ણવાળા છે; તેનો સ્પર્શ અત્યંત કઠોર છે. તે દુઃસહ્ય, અશુભ અને અશુભ વેદનાવાળા છે. તે નરકમાં રહેનારા નૈરયિકો ક્યારેય સુખપૂર્વકની નિદ્રા કે પ્રચલા–બેઠાં-બેઠાં નિદ્રાને પ્રાપ્ત કરી શકતા નથી. તેને શ્રુતિ-ધર્મશ્રવણ, રતિ વિષયમાં રુચિ, તિ–શૈર્ય અને મતિ-વિચારવાની બુદ્ધિ પ્રાપ્ત થતી નથી. તે નારકી ત્યાં કઠોર, વિપુષ્ક, પ્રગાઢ, કટુ, કર્કશ, પ્રચંડ, દુઃખદ, દુર્ગમ્ય, તીવ્ર, દુઃસહ્ય નરક વેદના ભોગવતા પોતાનું આયુષ્ય વ્યતીત કરે છે.
જેમ પર્વતના આગળના ભાગમાં કોઈ વૃક્ષ ઉત્પન્ન થયું હોય, તેનું મૂળ કાપી નાંખવામાં આવે, તો તે વૃક્ષ તેના ભારથી નીચે કોઈ પણ વિષમ કે દુર્ગમ સ્થાન પર પડી જાય છે. તેમ પૂર્વોક્ત પાપી પુરુષ એક ગર્ભથી બીજા ગર્ભને, એક જન્મથી બીજા જન્મને, એક મરણથી બીજા મરણને, એક નરકથી બીજી નરકને તથા એક દુઃખથી બીજા દુઃખને પ્રાપ્ત કરે છે. તે દક્ષિણગામી કૃષ્ણપાક્ષિક નરકાવાસમાં ઉત્પન્ન થાય છે તથા ભવિષ્યમાં દુર્લભ-બોધિ થાય છે.
આ પ્રથમ અધર્મપક્ષીય સ્થાન છે. તે અનાર્ય છે. આર્ય પુરુષો દ્વારા આચરણ કરવા યોગ્ય નથી, તે કેવળ-જ્ઞાનરહિત યાવતુ સમસ્ત દુઃખોનો નાશ કરનાર માર્ગ નથી. આ સ્થાન એકાંત મિથ્યા અને ખરાબ છે.
આ પ્રકારે અધર્મ નામના પ્રથમ સ્થાનની વિચારણા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org