________________
અધ્યયન-૨: ફિયાસ્થાન
| ૭૫ |
કાય ઊંચા અને કેટલાક ઠીંગણા, કેટલાક સારા વર્ણના અને કેટલાક ખરાબ વર્ણના, કેટલાક રૂપવાન અને કેટલાક કદરૂપા હોય છે. તે મનુષ્યોએ ખેતરાદિ ખુલ્લી જમીન, મકાનાદિ ઢાંકેલી જમીન વગેરે પદાર્થોને પરિગ્રહ રૂપે ગ્રહણ કરેલા છે ઇત્યાદિ પુંડરીક અધ્યયન અનુસાર જાણવું યાવતું તે પુરુષોના સર્વ કષાયો ઉપશાંત છે, સર્વ ઇન્દ્રિય વિષયોથી વિમુખ છે, પ્રાણાતિપાત આદિ સર્વ પાપોથી નિવૃત્ત છે, તે ધર્મપક્ષીય છે. આ પ્રમાણે હું સુધર્માસ્વામી કહું છું– આ(બી) સ્થાન આર્ય છે, તે કેવળજ્ઞાનની પ્રાપ્તિનું કારણ છે થાવત્ સમસ્ત દુઃખોનો નાશ કરનારો માર્ગ છે, આ એકાંત સમ્યક અને ઉત્તમ સ્થાન છે.
આ રીતે ધર્મપક્ષનામક બીજા સ્થાનનો વિકલ્પ શ્રી તીર્થકરોએ આ પ્રમાણે કહ્યો છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ધર્મપક્ષ નામના બીજા પક્ષનું અતિદેશાત્મક સંક્ષિપ્ત નિરૂપણ છે. ધર્મપક્ષ – જ્ઞાન-દર્શન રૂપ આત્મધર્મને જ ઉપાદેય માનીને તેની પ્રાપ્તિ માટે સતત પુરુષાર્થશીલ રહેવું, ક્રમશઃ આત્મધર્મમાં સ્થિર રહેવું તે ધર્મપક્ષ છે.
આત્મધર્મ જીવમાત્રનો સ્વભાવ છે. તેનો સંબંધ કોઈ પણ દેશ કે વેશ સાથે નથી. જે મનુષ્ય આત્મ ધર્મની રુચિપૂર્વક, તેની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરે તે આત્મ કલ્યાણકામી કોઈ પણ મનુષ્ય ધર્મપક્ષને પામી શકે છે. “પુંડરીક અધ્યયનમાં કથિત નિઃસ્પૃહતા, રાગ-દ્વેષ રહિતતા, કષાયોની ઉપશાંતતા, વિષયોથી વિમુખતા, પાપસ્થાનથી નિવૃત્તિ વગેરે તેના અનિવાર્ય ગુણો છે.
ધર્મપક્ષીય લોકો નિર્વધ જીવન વ્યવહારને સ્વીકારે છે. આ પ્રકારનો આચાર-વિચાર આત્મધર્મને અનુકૂળ હોવાથી સાધકોને માટે સ્વીકાર્ય છે અને તે જ પૂર્ણતાનો, કર્મમુક્તિનો માર્ગ છે. ત્રીજું સ્થાન : મિશ્રપક્ષ:४८ अहावरे तच्चस्स ठाणस्स मिस्सगस्स विभंगे एवमाहिज्जइ- जे इमे भवंति आरणिया आवसहिया गामणियंतिया कण्हुइरहस्सिया जाव तओ विप्पमुच्चमाणा भुज्जो एलमूयत्ताए पच्चायंति, एस ठाणे अणारिए अकेवले जाव असव्वदुक्खप्पहीणमग्गे एगतमिच्छे असाहू । एस खलु तच्चस्स ठाणस्स मिस्सगस्स विभगे एवमाहिए । શબ્દાર્થ :- આરવ = અરણ્ય અર્થાતુ જંગલમાં રહેનારા આવા = મઠ અથવા કુટિર બનાવીને રહેનારા તાપસાતિયા = ગામની નજીક રહેનારા તાપસ વરઘુરાસિયા = એકાંત સ્થાનમાં રહીને ધ્યાન, મૌન આદિ કરનારા તાપસ. ભાવાર્થ-ત્યાર પછી ત્રીજા સ્થાન મિશ્રપક્ષનો વિકલ્પ આ પ્રમાણે કહેવામાં આવે છે– વનમાં રહેનારા તાપસી, ગામની નજીક ઝૂંપડી કે કુટિર બનાવીને રહેનારા, કોઈ ગુપ્ત સ્થાનમાં રહીને રહસ્યમય ક્રિયાનું અનુષ્ઠાન કરનારા અથવા એકાંતમાં રહેનારા યાવતું તે શરીરને છોડીને આ લોકમાં બકરાની જેમ ખૂંક પણે જન્મ ધારણ કરે છે. આ સ્થાન આર્યપુરુષો દ્વારા અનાચરણીય છે, કેવળજ્ઞાનની પ્રાપ્તિથી રહિત છે, સમસ્ત દુ:ખથી મુક્ત કરાવતો માર્ગ નથી. આ સ્થાન એકાંત મિથ્યા અને અસાધુ છે. આ રીતે ત્રીજા મિશ્રસ્થાનનો વિકલ્પ શ્રી તીર્થકરોએ કહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org