________________
[ ૭૪ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
તેના ક્રૂર આચાર-વિચાર, તેની વિષય સુખભોગમયી દિનચર્યા, તદ્વિષયક આર્ય-અનાર્ય પુરુષોનો અભિપ્રાય પ્રદર્શિત કર્યો છે તથા અંતે તેના જીવનની આકાંક્ષા કરનારના ત્રણ પ્રકાર બતાવી સંક્ષિપ્તમાં અધર્મ પક્ષનું સ્વરૂપ દર્શન કરાવ્યું છે. અધર્મ પક્ષની આકાંક્ષાવાળા જીવો :- (૧) કેટલાક દંભી સાધુઓ પ્રવ્રજિત થઈને પણ વિષય સુખ મેળવવા લાલાયિત રહે છે. (૨) પ્રવ્રજિત ન થયા હોય તેવા કેટલાક ગૃહસ્થો અને (૩) સતત ભોગવિલાસની ઝંખના રાખનારા વિષયાંધ જીવો ભોગ સુખના આકર્ષણથી આકર્ષિત થઈને અધર્મપક્ષને સ્વીકારે છે. આચાર-વિચાર - અધર્મપક્ષીય લોકો પોતપોતાની રુચિ, દષ્ટિ અથવા મનોવૃત્તિ અનુસાર ભૌમથી લઈને આયામિની સુધીની ૫ પ્રકારની સાવદ્ય(પાપમય) વિધાઓનું તથા તેના પ્રતિપાદક શાસ્ત્રો આદિનું અધ્યયન કરે છે.
તેઓ પોતાના માટે તથા પરિવાર આદિ માટે આનુગામિકથી લઈને શૌવાંતિક સુધીના ચૌદ પ્રકારના વ્યવસાયોમાંથી કોઈ પણ પાપમય વ્યવસાય ચલાવે છે. પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે તુચ્છ વૃત્તિથી, રૌદ્ર પરિણામથી ચોરી, લૂંટફાટ, છેદન, ભેદન, દહન, તર્જન, તાડન આદિ પ્રવૃત્તિઓ દ્વારા અન્ય જીવોને ત્રાસિત કરે છે. આ પાપમય વ્યવસાયથી જગતમાં મહાપાપી રૂપે કુખ્યાત થઈ જાય છે.
તેઓ પ્રાતઃકાળથી રાત્રિના શયનકાળ સુધી નિરંતર ભોગ-વિલાસની પ્રાપ્તિમાં અને તેના ભોગવટામાં જ તલ્લીન રહે છે.
જેઓની દષ્ટિ ભોગ વિલાસમય છે, તેવા અનાર્ય લોકો, તેની ભોગમગ્ન જિંદગી જોઈને, તેને દેવતુલ્ય, દેવથી પણ શ્રેષ્ઠ તેમજ આશ્રિતોના પાલક વગેરે રૂપે ગણાવે છે, પરંતુ આર્ય પુરુષ એટલે ધર્મના જાણકાર જ્ઞાની પુરુષો તે અધર્મપક્ષીય લોકોની વર્તમાન વિષય-સુખમગ્નતાની પાછળ હિંસા આદિ મહાન પાપોના પરિણામ જોઈને તેને પાપી, ધૂર્ત, શરીરપોષક, વિષયના લાલચુ માને છે. આ પ્રકારના આચારવિચાર આત્મધર્મથી સર્વથા વિપરીત હોવાથી, સાધકોને માટે સર્વથા અસ્વીકાર્ય છે. દ્વિતીય સ્થાનઃ ધર્મપક્ષ - |४७ अहावरे दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभंगे एवमाहिज्जइ- इह खलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा संतेगइया मणुस्सा भवंति, तं जहाआरिया वेगे, अणारिया वेगे, उच्चागोया वेगे, णीयागोया वेगे, कायमंता वेगे, हस्समंता वेगे, सुवण्णा वेगे, दुवण्णा वेगे, सुरूवा वेगे, दुरूवा वेगे, तेसिं च णं खेत्तवत्थूणि परिग्गहियाणि भवति, एसो आलावगो तहा णेयव्वो जहा पोंडरीए जाव सव्वोवसंता सव्वत्ताए परिनिव्वुडे त्ति बेमि । एस ठाणे आरिए केवले जाव सबदुक्खप्पहीणमग्गे एगंतसम्म साहू । दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभंगे एवमाहिए । ભાવાર્થ :- ત્યાર પછી દ્વિતીય સ્થાન ધર્મપક્ષના વિકલ્પો આ પ્રમાણે કહેવામાં આવે છે આ મનુષ્યલોકમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં અનેક પ્રકારના મનુષ્યો રહે છે, જેમકેકેટલાક આર્ય અને કેટલાક અનાર્ય, કેટલાક ઉચ્ચ ગોત્રના અને કેટલાક નીચ ગોત્રના, કેટલાક વિશાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org