________________
| અધ્યયન-૨: ક્રિયાસ્થાન
શબ્દાર્થ :- પાણી છવાઈ = ભિન્ન ભિન્ન (વિવિધ) અભિપ્રાયવાળા ગણાવીળસંગુત્તાળ = વિવિધ અધ્યવસાયવાળા બાળવિદ પાનસુયાય= વિવિધ પ્રકારના પાપ સૂત્રોનું અધ્યયન. ભાવાર્થ :- પાપના કારણભૂત ક્રિયાસ્થાનોના નિરૂપણ પછી હવે પાપકારી વિદ્યાનું કથન થાય છે, જેના દ્વારા અલ્પસત્ત્વવાન પુરુષો અનર્થાનુબંધી વિજયને પ્રાપ્ત કરે છે. તે વિદ્યાના વિવિધ વિકલ્પોનું હું કથન કરીશ.
આ મનુષ્યક્ષેત્રમાં વિવિધ પ્રકારની પ્રજ્ઞા, વિવિધ અભિપ્રાય, વિવિધ પ્રકારના આચાર, વિવિધ પ્રકારની દષ્ટિ, વિવિધ પ્રકારની રુચિ, વિવિધ પ્રકારના આરંભ તથા વિવિધ પ્રકારના અધ્યવસાયોથી યુક્ત મનુષ્યો દ્વારા પોત-પોતાની રુચિ, દષ્ટિ આદિ અનુસાર અનેકવિધ પાપ પ્રેરક સૂત્રોનું અધ્યયન કરવામાં આવે છે. તે આ પ્રમાણે છે– (૧) ભૌમ– ભૂકંપ આદિ તથા ભૂમિગત જળ તથા ખનિજ પદાર્થોનું જ્ઞાન દેનારું શાસ્ત્ર, (૨) ઉત્પાત- કોઈ પ્રકારના પ્રાકૃતિક ઉત્પાત-ઉપદ્રવનું અને તેનાં ફળને સૂચિત કરતું શાસ્ત્ર, (૩) સ્વપ્નસ્વપ્નના પ્રકાર અને તેનાં શુભાશુભ ફળ બતાવનારું શાસ્ત્ર, (૪) અંતરિક્ષ- આકાશમાં થનારાં મેઘ, વિધુત, નક્ષત્ર આદિની ગતિવિધિનું જ્ઞાન કરાવનારું શાસ્ત્ર, (૫) અંગ- નેત્ર, ભ્રમર, ભુજા આદિ અંગોના ફુરણનું ફળ બતાવનારું શાસ્ત્ર, (૬) સ્વર- કાગડા, શિયાળ અને પક્ષી વગેરેના અવાજનું ફળ બતાવનારા શાસ્ત્ર અથવા સ્વર શાસ્ત્ર, (૭) લક્ષણ- નરનારીના હાથ પગ વગેરે અંગોમાં રહેલાં યવ, મત્સ્ય, ચક્ર, પદ્મ, શ્રીવત્સ આદિ રેખાઓ યુક્ત ચિન્હોનું ફળ બતાવનારું શાસ્ત્ર, (૮) વ્યંજનમસા, તલ આદિનું ફળ બતાવનારું શાસ્ત્ર, (૯) સ્ત્રીલક્ષણ- વિવિધ પ્રકારની સ્ત્રીઓનાં લક્ષણસૂચક શાસ્ત્ર, (૧૦) પુરુષલક્ષણ- વિવિધ પ્રકારના પુરુષોનાં લક્ષણોનું પ્રતિપાદક શાસ્ત્ર, (૧૧) હયલક્ષણઘોડાના લક્ષણ બતાવનારું શાસ્ત્ર, (૧૨) ગજલક્ષણ-હાથીના લક્ષણોનું પ્રતિપાદક શાસ્ત્ર, (૧૩) ગોલક્ષણવિવિધ પ્રકારના ગૌવંશના લક્ષણસૂચક શાસ્ત્ર, (૧૪) મેષલક્ષણ- ઘેટાનાં લક્ષણોનું સૂચક શાસ્ત્ર, (૧૫) કુક્ટ લક્ષણ- મરઘાના લક્ષણ બતાવનારું શાસ્ત્ર, (૧૬) તિતિરલક્ષણ- વિવિધ પ્રકારનાં તેતરોના લક્ષણ બતાવનારું શાસ્ત્ર, (૧૭) વર્તકલક્ષણ- બતકનાં લક્ષણોનું પ્રતિપાદક શાસ્ત્ર, (૧૮) લાવક લક્ષણ- લાવક પક્ષીનાં લક્ષણોનું પ્રતિપાદક શાસ્ત્ર, (૧૯) ચક્રલક્ષણ- ચક્ર નાં લક્ષણો બતાવનારું શાસ્ત્ર, (૨૦) છત્રલક્ષણ- છત્રનાં લક્ષણોનું સૂચક શાસ્ત્ર, (ર૧) ચર્મ લક્ષણ– ચર્મરત્નનાં લક્ષણો બતાવનારું શાસ્ત્ર, (૨૨) દંડલક્ષણ-દંડ રત્નનાં લક્ષણો બતાવનારું શાસ્ત્ર, (૨૩) અસિલક્ષણ-તલવારનાં લક્ષણોનું પ્રતિપાદક શાસ્ત્ર, (૨૪) મણિલક્ષણ– મણિ-રત્નોનાં લક્ષણો બતાવનારું શાસ્ત્ર, (૨૫) કાકિણી લક્ષણ- કાકિણી રત્નનાં લક્ષણો બતાવનારું શાસ્ત્ર, (૨૬) સુભગાકર કુરૂપને સુરૂપ બનાવનારી વિધા, (૨૭) દુર્ભાગાકરસુરૂપને કુરૂપ બનાવનારી વિદ્યા, (૨૮) ગર્ભકરી– ગર્ભની રક્ષા કરવાનો ઉપાય બતાવનારી વિદ્યા, (ર૯), મોહનકરી- પુરુષ કે સ્ત્રીને મોહિત કરનારી, મતિ ભ્રમ પેદા કરનારી વિદ્યા, (૩૦) આથર્વણી- તત્કાલ અનર્થ ઉત્પન્ન કરનારી અથવા જગતનો ધ્વંસ કરનારી વિધા, (૩૧) પાકશાસન- ઈન્દ્રજાલ વિધા, (૩૨) દ્રવ્યહોમ-મારણ, ઉચ્ચાટન આદિ કરવા માટે મંત્રોની સાથે મધ, ધી આદિ દ્રવ્યોની હોમવિધિ બતાવનારી વિધા, (૩૩) ક્ષત્રિયવિધા- ક્ષત્રિયોની શસ્ત્રાસ્ત્ર ચાલન તથા યુદ્ધ આદિની વિદ્યા, (૩૪) ચંદ્રચરિતચંદ્રની ગતિ આદિને બતાવનારું શાસ્ત્ર, (૩૫) સૂર્યચરિત- સૂર્યની ગતિ આદિને બતાવનારું શાસ્ત્ર, (૩૬) શુક્રચરિત-શુક્રતારાની ગતિને બતાવનારું શાસ્ત્ર, (૩૭) બૃહસ્પતિચરિત-ગુરુની ગતિ બતાવનારું શાસ્ત્ર, (૩૮) ઉલ્કાપાત- ખરતા તારાના શુભાશુભ ફળને સૂચિત કરતું શાસ્ત્ર, (૩૯) દિગ્દાહ– દિશાદાહનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org