________________
[ ૬૪ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) |
સૂચક શાસ્ત્ર, (૪૦) મૃગચક્ર-ગામનાં પ્રવેશ સમયે મૃગાદિ પશુઓનાં દર્શનનું શુભાશુભ ફળ બતાવનારું શાસ્ત્ર, (૪૧) વાયસપરિમંડલ- કાગડા આદિ પક્ષીઓના બોલવાનાં શુભાશુભ ફળ બતાવનારું શાસ્ત્ર, (૪૨) પાંસવૃષ્ટિ- ધૂળવર્ષાના ફળનું નિરૂપક શાસ્ત્ર, (૪૩) કેશવૃષ્ટિ- કેશવર્ષાના ફળનું પ્રતિપાદક શાસ્ત્ર, (૪૪) માંસવૃષ્ટિ– માંસવર્ષાના ફળનું સૂચક શાસ્ત્ર, (૪૫) રૂધિરવૃષ્ટિ- રક્ત-વર્ષાના ફળનું નિરૂપક શાસ્ત્ર, (૪૬) વૈતાલી- જેના પ્રભાવથી અચેતન કાષ્ઠમાં પણ ચેતના આવી જાય, તે વૈતાલી વિદ્યા છે, (૪૭) અર્ધર્વતાલી-વૈતાલી વિદ્યાની વિરોધીની વિદ્યા અથવા જે વિદ્યાના પ્રભાવથી ઉઠાવેલો દંડ પાડી નાખવામાં આવે, (૪૮) અવસ્થાપિની– જાગતા મનુષ્યને નિદ્રાધીન બનાવતી વિદ્યા, (૪૯) તાલોદ્ઘાટિની–તાળાને ખોલી નાખનારી વિદ્યા, (૫૦) શ્વપાકી વિદ્યા- ચાંડલોની વિદ્યા, (૫૧) શાબરી વિધા, (પર) દ્રાવિડી વિધા, (૫૩) કાલિંગી વિદ્યા, (૫૪) ગૌરી વિદ્યા, (૫૫) ગાંધારી વિદ્યા, (૫૬) અવપતની નીચે પાડી દેનારી વિદ્યા, (૫૭) ઉત્પતની ઉપર ઉઠાવનારી વિદ્યા, (૫૮) જૂભણી– બગાસા સંબંધી અથવા મકાન, વૃક્ષ કે પુરુષને કંપાવનારી વિધા, (૫૯) સ્તંભની- ખંભિત કરનારી, થંભાવનારી વિદ્યા, (so) શ્લેષણીહાથ પગ આદિ ચોંટાડી દેનારી વિદ્યા, (૧) આમયકરણી- કોઈ પ્રાણીને રોગી કે ગ્રહગ્રસ્ત બનાવનારી વિધા, (૨) વિશલ્યકરણી- શરીરમાં પ્રવિષ્ટ વળગાડ આદિ શલ્યને કાઢનારી અથવા નિરોગી બનાવનારી વિદ્યા, () પ્રક્રમણી– કોઈ પ્રાણીને ભૂત-પ્રેત આદિની પીડા ઉત્પન્ન કરી દેનારી વિદ્યા (૬૪) અંતર્ધાનીઅંજનાદિ પ્રયોગ કરીને મનુષ્ય અદશ્ય થઈ જાય, તે વિદ્યા, (૫) આયામિની- નાની વસ્તુને મોટી બનાવીને બતાવનારી વિદ્યા. અન્યતીર્થિક સાધુઓ, દ્રવ્યલિંગી સાધુઓ તથા ગૃહસ્થો આ વિદ્યાઓ તથા આ પ્રકારની અનેક વિદ્યાઓના પ્રયોગ અન્ય માટે, ઉદર પૂર્તિ માટે, ભોજન માટે, પેય પદાર્થને માટે, વસ્ત્ર માટે, આવાસ સ્થાન માટે, શય્યાની પ્રાપ્તિ માટે તથા અન્ય વિવિધ પ્રકારના કામભોગની પ્રાપ્તિ માટે કરે છે. આ વિદ્યાઓનો પ્રયોગ આત્મહિત તથા પરલોકથી પ્રતિકૂળ છે.
વિપરીત દષ્ટિવાળા તે અનાર્ય પરુષો મત્યના સમયે મત્ય પામીને આસરિક કિલ્વિષિક સ્થાનમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં તે પુનઃપુનઃ બકરાની જેમ મૂક અથવા જન્મથી અંધ, થાય છે.
२० से एगइओ आयहेउं वा णायहेउं वा सयणहेउ वा अगारहेउं वा परिवारहे वा णायगं वा सहवासियं वा णिस्साए, अदुवा अणुगामिए, अदुवा उवचरए, अदुवा पाडिपहिए, अदुवा संधिच्छेयए, अदुवा गंठिच्छेयए, अदुवा ओरब्भिए, अदुवा सोयरिए, अदुवा वागुरिए, अदुवा साउणिए, अदुवा मच्छिए, अदुवा गोवालए, अदुवा गोघायए, अदुवा सोवणिए, अदुवा सोवणियंतिए । શબ્દાર્થ - મથવું = આત્મા માટે ગાયકં = જ્ઞાતિને માટે સહેલું = સ્વજનને માટે શિક્ષા-નિમિત્ત. ભાવાર્થ - કોઈ પાપી મનુષ્ય પોતાના માટે, પોતાના સ્વજનો માટે, પોતાનું ઘર બનાવવા માટે, પોતાના પરિવારના ભરણ-પોષણ માટે પોતાના સહવાસી કે પાડોશી માટે નિમ્નોક્ત પાપકર્મનું આચરણ કરે છે–
(૧) અનુગામિક– બીજાના ધનનું અપહરણ કરવા માટે તે ધનિક પુરુષનો પીછો પકડે છે. (૨) ઉપચરક– તક મળતાં તે પુરુષને મારીને તેનું ધન લઈશ તેવી મલિન ભાવનાથી ધનિકના સેવક બનીને રહે છે. (૩) પ્રતિપથિક– ધન લૂંટવાના આશયથી ધનિક જે માર્ગેથી આવતા હોય, તેની સામે જાય છે. (૪) સંધિચ્છદક– બાકોરું પાડીને ઘરમાં પ્રવેશ કરીને ચોરી કરે છે. (૫) ગ્રંથિચ્છેદક– ગાંઠડી છોડીને, ખિસ્સ કાપીને ધન લઈલે છે, (૬) ઔરબ્રિક ધેટાં ચરાવનારા બનીને, (૭) શૌકરિક– સૂવર પાળનારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org