________________
[ ૪૪]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
બીજુંઅધ્યયના *********
પરિચય
*****
આ અધ્યયનનું નામ કિયાસ્થાન છે. ક્રિયા-ચિત્તે તિક્રિયા જે કરાય છે તે ક્રિયા, જે કર્મબંધનું કારણ છે, તે ક્રિયા. હલન, ચલન, કંપન,
સ્પંદન આદિ પ્રવૃત્તિને પણ ક્રિયા કહે છે. જૈન દાર્શનિકોએ ક્રિયાના બે ભેદ કહ્યા છે– દ્રવ્ય ક્રિયા અને ભાવક્રિયા. ૧. દ્રવ્ય ક્રિયા- સચેત કે અચેત દ્રવ્યમાં પ્રયત્નપૂર્વક કે સહજરૂપે, ઉપયોગપૂર્વક કે ઉપયોગ વિના, જે પરિણમન થયા કરે છે, તે દ્રવ્યક્રિયા છે. ૨. ભાવ કિયા- જીવના પરિણામ અનુસાર વિવિધ પ્રવૃત્તિઓ થાય, તે ભાવક્રિયા છે. ભાવક્રિયાના આઠ ભેદ છે. (૧) પ્રયોગ ક્રિયા- મન, વચન, કાયા, આ ત્રણે યોગની પ્રવૃત્તિરૂપ ક્રિયા. (૨) ઉપાય કિયા- ઘટ-પટ આદિના નિર્માણ માટે થતી ઉપાયરૂપ ક્રિયા. (૩) કરણીય કિયા- જે વસ્તુ માટે જેવો પ્રયોગ કરવો આવશ્યક હોય તેવો પ્રયોગ કરવો, જેમ કે- ઘટ નિર્માણ કરવા માટે માટીમાં જ પ્રયોગ કરવો પડે, પત્થરમાં પ્રયોગ કરવાથી ઘટ બનતો નથી. આ રીતે કરવા યોગ્ય ક્રિયા, તે કરણીય ક્રિયા. (૪) સમદાન કિયા- જે ક્રિયા દ્વારા પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશબંધ ૩૫ ચાર પ્રકારનો બંધ સમુદાય રૂપે થાય, તે સમુદાન ક્રિયા છે. પહેલાથી દશમા ગુણસ્થાનવર્તી જીવોની ક્રિયા સમુદાન ક્રિયા છે. (૫) ઈર્યાપથિકક્રિયા-કષાય રહિત કેવળ યોગની પ્રવૃત્તિ. અગિયારમા, બારમા અને તેરમા ગુણસ્થાનવર્તી વીતરાગી જીવોની ક્રિયા. (૬) સમ્યકત્વ કિયા- સમ્યકત્વી જીવોની ક્રિયા. (૭) મિથ્યાત્વ કિયા– મિથ્યાત્વી જીવોની ક્રિયા. (૮) સમ્યગુ-મિથ્યા ક્રિયા- મિશ્ર દષ્ટિવાળા જીવોની ક્રિયા.
પ્રસ્તુત અધ્યયનમાં કર્મબંધના કારણભૂત કષાય સહિતના બાર ક્રિયાસ્થાન અને કષાય રહિતનું એક ક્રિયા સ્થાન, કુલ તેર ક્રિયા સ્થાનનું વર્ણન હોવાથી તેનું ફિયાસ્થાન નામ સાર્થક છે. - ક્રિયાસ્થાન સંબંધિત ધર્મપક્ષ, અધર્મપક્ષ અને મિશ્રપક્ષ, તેના સંબંધી જીવો, તેની વૃત્તિ, પ્રવૃત્તિ અને પરિણામનું વિસ્તૃત વિશ્લેષણ આ અધ્યયનની વિશેષતા છે.
સાધકો અધર્મયુક્ત બાર ક્રિયા સ્થાનોનો ત્યાગ કરીને કષાય રહિત બનીને ધર્મયુક્ત ક્રિયાસ્થાનને પ્રાપ્ત કરી ક્રમશઃ સર્વ કર્મોનો ક્ષય કરીને સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે, તે જ તેનો ઉદ્દેશ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org