________________
અધ્યયન-૧: પુંડરીક
_
માટે જ ભોગવે. સૂત્રકારે તેના માટે બે દષ્ટાંત આપ્યા છે. ગાડાના ઉંજન અથવા ઘા પર લગાવેલા મલમની જેમ સુધાવેદનીયની પીડાને શાંત કરવા માટે જ મુનિ આહાર કરે છે. દરમાં પ્રવેશ કરતો સર્પ પોતાના દેહની સુરક્ષા માટે આડી-અવળી ગતિ કર્યા વિના સીધો, સડસડાટ પ્રવેશ કરી જાય છે, તેમ મુનિ પણ સ્વાદના લક્ષે આહારને મમળાવે નહીં.
- સાધુચર્યામાં નિર્દોષ આહારની પ્રાપ્તિ કઠિન છે. તે જ રીતે પ્રાપ્ત થયેલા આહારને અનાસક્ત ભાવે ભોગવવો, તે અત્યંત કઠિનતમ છે.
તે ઉપરાંત નિગ્રંથ મુનિ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, આ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં અનાસક્ત, શરીરની શોભા વિભુષા આદિ સર્વ અનાચારોનો ત્યાગ કરનાર ભવિષ્યકાલની આકાંક્ષા કે લાલસા ન રાખનાર હોય છે. આ રીતે સાધુ સમસ્ત પાપ પ્રવૃત્તિનો સર્વથા ત્યાગ કરીને ક્ષમા આદિ દશ પ્રકારના શ્રમણ ધર્મની આરાધના કરે અને કોઈ પણ પ્રકારની કામના વિના, અગ્લાન ભાવે જગજીવોને શુદ્ધ અહિંસાધર્મનો ઉપદેશ આપે.
જે મુનિ સૂત્રોક્ત સમસ્ત મુનિચર્યાનું પાલન કરે છે, તે ઘણા કર્મબંધથી મુક્ત થાય છે, સંયત ભાવમાં પરિપકવ બને છે ક્રમશઃ સર્વ કર્મોનો ક્ષય કરીને નિર્વાણને પ્રાપ્ત કરે છે.
જે મુનિ જલ અને કીચડથી નિર્લેપ પુંડરીકની જેમ ભૌતિક ભાવોથી નિર્લેપ રહે છે તે જ નિર્વાણને પ્રાપ્ત કરે છે અને તે સર્વશ્રેષ્ઠ છે.
અંતિમ સૂત્રમાં સૂત્રકારે નિગ્રંથ મુનિઓ માટે અનેક ગુણવાચક ભિક્ષના પર્યાયવાચી નામોનો પ્રયોગ કર્યો છે, તે શબ્દોનું તાત્પર્ય ભાવાર્થથી સ્પષ્ટ છે.
તે પ્રથમ અધ્યયન સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org