________________
અધ્યયન-૧/ઉદ્દેશક-૨
_.
(
૪૧
|
માંસનું ભક્ષણ કરે અને કોઈ બૌદ્ધ ભિક્ષુ દાનમાં પ્રાપ્ત તે માંસને રાગ-દ્વેષ રહિત, અનાસક્ત ભાવે આરોગે તો તે બૌદ્ધ ભિક્ષુ અને પિતા બંને કર્મબંધના ભાગીદાર બનતા નથી. કારણ કે બંનેના ચિત્ત વિશુદ્ધિ છે. બૌદ્ધ ગ્રંથોમાં આ ગાથા અને આ દષ્ટાંત દ્વારા આવી પ્રરૂપણા જોવા મળે છે તે અપેક્ષાએ બૌદ્ધોને ક્રિયાવાદીમાં સમાવિષ્ટ કરી શકાય. મળસી ને..સંપુડવારિોઃ - આ ક્રિયાવાદનું ખંડન કરતાં શાસ્ત્રકાર જણાવે છે કે જે મનથી દ્વેષ કરે છે, હિંસા કરે છે તેનું ચિત્ત નિર્મળ કેમ કહી શકાય? મનમાં રાગ-દ્વેષ ઉઠે ત્યારે ભાવહિંસા થાય જ છે. ચિત્તમાં કલેશ થયા વિના બીજા જીવની હિંસા અસંભવિત છે. જેનું ચિત્ત સંક્લિષ્ટ(અપવિત્ર) છે તેને કર્મબંધ થાય જ છે. માટે મનથી હિંસા કરે તો કર્મબંધ ન થાય તે તેમની માન્યતા અયોગ્ય છે. તે જ રીતે શરીરથી જીવહિંસા કરે ત્યારે મન તેમાં ભળે જ. માટે કાયાથી હિંસા કરે ત્યારે મન સંક્લિષ્ટ હોય જ. માટે વિપત્તિકાળમાં પિતા પુત્રને મારી માંસ ભક્ષણ કરે તેને કર્મબંધ ન થાય તેવી ક્રિયાવાદીની વાત અયોગ્ય છે. રાગ-દ્વેષ થયા વિના મારવાનો ભાવ જ ન થાય. પોતાના શરીરને ટકાવી રાખવાનો પ્રયત્ન જ શરીર પરના રાગને સૂચવે છે. હિંસાદિ કાર્ય કરે, કરાવે, અનુમોદે તેમાં ભાવહિંસા સમાયેલી જ હોય. તેથી તેઓને કર્મબંધ થાય જ છે.
ઉપયોગ વિના ગમનાગમન કરવું તે ચિત્તની અસાવધાનીરૂપ સંક્લિષ્ટતા જ છે, તેનાથી કર્મબંધન થાય જ છે. કોઈ સાધક પ્રમાદ રહિત, સાવધાનીથી, કોઈ જીવની હિંસા થઈ ન જાય તેવા ઉપયોગપૂર્વક ચર્યા(હલન-ચલન) કરે, જીવને મારવાની મનમાં ભાવના નથી ત્યારે તેને જૈન સિદ્ધાંત અનુસાર પાપકર્મનો બંધ થતો નથી.
પરંતુ સર્વ સામાન્ય વ્યક્તિ જે ઉપયોગ વિના પ્રમાદપૂર્વક ચાલે છે, ત્યારે તેનું ચિત્ત સંક્લિષ્ટ કહેવાય જ અને તે વ્યક્તિ પાપકર્મના બંધથી બચી શકતી નથી. આ રીતે ચિત્ત સંક્લિષ્ટ થવાથી જ સ્વપ્નમાં મારવાની પ્રક્રિયા થાય છે. તેથી સ્વપ્નાન્તિક કર્મમાં પણ ચિત્ત અશુદ્ધ હોવાથી કર્મબંધ થાય જ છે. તેથી ચાર પ્રકારે કર્મબંધ થતા નથી, એમ કહેવું પણ યોગ્ય નથી. શાસ્ત્રકારે પૂર્વોક્ત અપરિજ્ઞોપચિત વગેરે ચારે કારણે કર્મોપચય ન થાય તેમ કહેનાર બૌદ્ધો પર બે આક્ષેપ મૂક્યા છે. (૧) કર્મ ચિંતાથી રહિત છે. (૨) સંયમ અને સંવરના વિચારથી રહિત છે અર્થાત્ તેઓ સંયમપૂર્વક વિચરતા નથી. પરિણામે તેઓ અનંત સંસારને વધારે છે. પરવાદીઓની સ્થિતિ :. વૃક્વેથાર્દિ વિઠ્ઠfé, સીયારવિિસ્લય
1 સરí તિ મણના, સેવંતિ પાવાં નળT શબ્દાર્થ:-ક્વેદિંપૂર્વોક્ત આ, રિહિં દર્શનોના કારણો, સાચા રસિયા સુખભોગ તથા માન-મોટાઈમાં આસક્ત અન્ય દર્શની માનવો, સરગતિ માણસા = પોતાના દર્શનને શરણરૂપ માનનારા, પવન = પાપનું, સંવત = સેવન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org