________________
४०
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
સહિત વિચરણ કરનાર નથી.
વિવેચન :
શાસ્ત્રકારે ગાથા ૨૪ થી ૨૯માં ક્રિયાવાદીઓનું નિરૂપણ અને તેનું ખંડન કર્યું છે. ક્રિયાવાદનું કથન કરવાની પ્રતિજ્ઞા કરી ક્રિયાવાદના સ્વીકારનું ફળ બતાવતા કહ્યું છે કે કર્મબંધની ચિંતાથી મુક્ત એવા ક્રિયાવાદીઓ સંસારની વૃદ્ધિ કરે છે.
બાળ વાÇ :– ક્રિયાવાદીઓ એકાંતરૂપે ક્રિયાનો જ સ્વીકાર કરે છે. તેઓના મતે ક્રિયા જ પ્રધાન છે અને ક્રિયાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે, જ્ઞાનની આવશ્યકતા નથી. તેઓના મતે જે ક્રિયા–જે કાર્ય ચિત્તવિશુદ્ધિથી ચિત્તની નિર્મળતાથી થાય તે ક્રિયા મોક્ષનું અંગ બને છે. ક્રિયા કોઈપણ હોય, હિંસાદિ રૂપ ક્રિયા પણ નિર્મળ ચિત્તથી થાય તો તે હિંસાદિ ક્રિયા કર્મબંધનું કારણ બનતી નથી. તેઓના મતે અવ્યક્ત ૐ અસ્પષ્ટ હિંસાદિ ક્રિયા દ્વારા કર્મબંધ થતો નથી. તેઓ ચાર પ્રકારની હિંસાને અસ્પષ્ટ કહે છે.
(૧) પરિજ્ઞોપચિત– માનસિક હિંસા. ક્રોધાદિને વશ બની જાણવા છતાં મનથી હિંસા કરે પણ શરીરથી હિંસાત્મક ક્રિયા કરી ન હોય તે.
(૨) અવિજ્ઞોપચિત– કાયિક હિંસા. અજાણતા શરીરથી હિંસાત્મક ક્રિયા થાય તો તે.
(૩) ઈર્યાપથ– રસ્તામાં ચાલતા, જતા-આવતા જે હિંસા થાય તે.
(૪) સ્વપ્નાન્તિક- સ્વપ્નમાં કરવામાં આવતી હિંસા.
પુટ્ટો સર્વવે, પરં:- આ ચાર પ્રકારની હિંસાદિ ક્રિયા દ્વારા કર્મબંધ થતો નથી, તેમ ક્રિયાવાદીઓનું માનવું છે. આ ચાર પ્રકારમાંથી પ્રથમના બે પ્રકારનો ઉલ્લેખ શાસ્ત્રકારે આળ દળ દ્વારા કર્યો છે કે જે પુરુષ જાણવા છતાં મનથી હિંસા કરે છે, કાયાથી નથી કરતો અને અજાણતા કાયાથી કરે પણ ચિત્ત નિર્મળ હોય તો તેને કર્મનો સ્પર્શ માત્ર થાય છે, બંધ થતો નથી અને કર્મના ફળ સ્વરૂપે વેદન પણ સ્પર્શ માત્રનું થાય છે. સંત્તિ ને તો આવખત :– ક્રિયાવાદીના મતે વધ્ય જીવ સામે હોય, આ જીવ છે તેવું જ્ઞાન હોય, આ પ્રાણીને મારું તેવો સંકલ્પ હોય, શરીરથી મારવાની ક્રિયા થાય અને તે જીવ મરી જાય તો જ કર્મનો ઉપચય થાય. હિંસા કરવાની જેમ કરાવવા, અનુમોદવામાં પણ ઉપરોક્ત સંપૂર્ણ પ્રક્રિયા હોય તો જ કર્મબંધ થાય છે. તેઓ કરવું, કરાવવું અને અનુમોદવું આ ત્રણ કર્મબંધના કારણ માને છે.
ન
ભાવવિસોતીર્ વિષ્વાળમા∞ :- આ ત્રણે કારણ સક્લિષ્ટ ચિત્ત હોય, ભાવની વિશુદ્ધિ ન હોય તો જ કર્મબંધના કારણ બને છે. આ ગાયાપદ દ્વારા શાસ્ત્રકારે જણાવ્યું છે કે રાગદ્વેષ રહિત એવી બુદ્ધિથી હિંસાદિ પ્રવૃત્તિ થાય તો ભાવ વિશુદ્ધિના કારણે કર્મબંધ થતો નથી પરંતુ જીવ નિર્વાણને પ્રાપ્ત કરે છે.
Jain Education International
રાગદ્વેષ રહિત ચિત્તથી હિંસા થવા છતાં કર્મબંધ ન થાય તે વાતને સ્પષ્ટ કરવા ર૮મી ગાથામાં પિતા–પુત્રનું દૃષ્ટાંત આપ્યું છે. કોઈ પિતા વિપત્તિના કાળમાં રાગદ્વેષ રહિત ચિત્તથી પુત્રને મારી તેના
For Private & Personal Use Only
www.jainelibrary.org