________________
૩૮
|
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
આરાધનાનો કક્કો તેઓ જાણતા નથી. તેઓ છકાયની હિંસારૂપ આરંભ સમારંભમાં પ્રવૃત્ત થાય છે. બીજાને પણ આરંભનો ઉપદેશ આપે છે, તે હિંસા વગેરે પાપના આરંભથી રત્નત્રયરૂપ ધર્મ આરાધનાના સ્થાને ધર્મના ભ્રમથી અધર્મ કાર્યમાં પ્રવૃત્ત થઈ જાય છે. તેઓ સંયમ તેમજ સતુધર્મના માર્ગને દૂર હડસેલી દે છે. સધર્મના પ્રરૂપકોની સેવામાં બેસીને એમની પાસેથી ધર્મ તત્ત્વને સમજતા નથી. ધર્મ અધર્મના તત્ત્વથી અજાણ્યા તેઓ માત્ર કુતર્કોના આશ્રયે પોતાની માન્યતા સિદ્ધ કરે છે. જેમ પાંજરામાં બંધાયેલું પક્ષી તેને તોડીને બહાર નીકળી શકતું નથી. તેમ અજ્ઞાનવાદી પોતાના મતવાદ રૂપી અથવા સંસાર રૂપી પીંજરાને તોડીને બહાર નીકળી શકતા નથી. તેઓ માત્ર પોતાના જ મતની પ્રશંસામાં રત રહે છે. પરિણામે અજ્ઞાનવાદ રૂ૫ મિથ્યાત્વના કારણે તેઓ સંસારના બંધનમાં દઢતાથી બંધાઈ જાય છે. જેઓ અજ્ઞાનને શ્રેયસ્કર માનનારા બીજા પ્રકારના અજ્ઞાનવાદી છે, શાસ્ત્રકારે તેઓનું પણ ૧૭ થી ૧૯ સુધી ત્રણ ગાથાઓમાં ખંડન કર્યું છે.
દિયાવાદ :
- अहावरं पुरक्खायं, किरियावाइदरिसणं ।
कम्मचिंतापणट्ठाणं, संसारस्स पवडणं ॥ શબ્દાર્થ:- સદ = તત્પશ્ચાતુ, અવર = બીજું, પુરવયં = પૂર્વોક્ત, વિરિયાવાફરસM = ક્રિયાવાદીઓનું દર્શન છે, ચિંતાપગઠ્ઠા = કર્મની ચિંતાથી રહિત તે ક્રિયાવાદીઓનું દર્શન, સંસારસ પવન = સંસારને વધારનાર છે. ભાવાર્થ:- હવે તત્પશ્ચાત્ આ બીજું દર્શન(એકાંત) ક્રિયાવાદીઓનું છે. કર્મ અને કર્મબંધનની ચિંતાથી રહિત તે એકાંત ક્રિયાવાદીઓનું દર્શન સંસારની વૃદ્ધિ કરનારું છે.
जाणं काएणऽणाउट्टी, अबुहो जं च हिंसइ ।
पुट्ठो संवेदेइ परं, अवियत्तं खु सावज ॥ શબ્દાર્થ:- ગા = જે પુરુષ જાણતો થકો મનથી હિંસા કરે છે, વાર = કાયાથી, અબડી= હિં કરતો નથી, ય= અને, અનુદો નહીં જાણતો, ગ ર હિંસ = જે પુરુષ શરીરથી હિંસા કરે છે, પર મુકો
તે સ્પર્શ માત્રથી કર્મબંધનું ફળ ભોગવે છે, g= નિશ્ચય, સાલi = તે સાવધ કર્મ, વિયત્ત = વ્યક્ત-સ્પષ્ટ નથી. ભાવાર્થ:- જે વ્યક્તિ જાણતા છતાં મનથી હિંસા કરે પરંતુ શરીરથી છેદનભેદન આદિ ક્રિયારૂપ હિંસા કરતાં નથી તેમજ જે અજાણતા શરીરથી હિંસા કરે પરંતુ મનથી નથી કરતા. તે સ્પર્શ માત્ર કર્મબંધનનું ફળ ભોગવે છે. વસ્તુતઃ તે સાવધ કર્મ, કર્મબંધ અવ્યક્ત અને અસ્પષ્ટ છે.
संतिमे तओ आयाणा, जेहिं कीरइ पावगं । अभिकम्मा य पेसा य, मणसा अणुजाणिया ।
२६
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org