________________
અધ્યયન-૧/ઉદ્દેશક-૨
_
- ૩૭ |
ખંડન કરતાં અજ્ઞાનવાદ સ્વીકારવાથી થતી અવદશાનું વર્ણન કર્યું છે. અજ્ઞાનવાદીનું માનવું છે કે જગતમાં અજ્ઞાન જ શ્રેયસ્કર છે, કલ્યાણકારી છે. જ્ઞાન હોય તો વાદ, વિવાદ, કલહ, સંઘર્ષ, અહંકાર, કષાયની વૃદ્ધિ થાય છે. જ્ઞાન જ ન હોય તો આ વાદ-વિવાદ વગેરેથી બચી જવાય છે. જાણતા હોય અને અપરાધ કરે તો તે વ્યક્તિને ભયંકર દંડ મળે છે પરંતુ અજાણતા અપરાધ થઈ જાય તો દંડ ઓછો મળે છે. માટે કાંઈ પણ જાણવાની જરૂર નથી. જો રાગ-દ્વેષ ઉત્પન્ન થવા ન દેવા હોય તો જ્ઞાનપૂર્વકની પ્રવૃત્તિ છોડી અજ્ઞાનતામાં લીન રહેવું જોઈએ.
વળી સંસારમાં ભિન્ન ભિન્ન મતો છે, અનેક પંથ છે, વિવિધ શાસ્ત્રો છે, ઘણા ધર્મપ્રવર્તકો છે, કોનું જ્ઞાન સત્ય છે? કોનું અસત્ય ? તેનો નિર્ણય અને વિવેક કરવો ઘણો જ કઠિન છે. શાસ્ત્રનો ઉપદેશ દેતા સર્વજ્ઞને આપણે આંખથી જોયા નથી, આ શાસ્ત્રવચન સર્વજ્ઞના છે કે નહિ? શાસ્ત્રોક્ત વચનનો આ જ અર્થ છે અથવા બીજો કોઈ? આ પ્રકારનો નિશ્ચય કરવો એ પણ ઘણું મુશ્કેલ છે. આ બધી માથાકૂટોથી દૂર રહેવા માટે અજ્ઞાનનો આશ્રય લેવો તે જ હિતાવહ છે. અUTયા વિના, અને પિયક્કડ :- અજ્ઞાનવાદીની આ માન્યતા યુક્તિ સંગત નથી. અજ્ઞાનવાદીઓ દ્વારા અજ્ઞાનને શ્રેષ્ઠ સિદ્ધ કરવા અનેક તર્ક-યુક્તિ આપવામાં આવે છે. પરંતુ તર્ક વગેરે કેમ આપી શકે? તે અનુમાન વગેરે તો જ્ઞાન સ્વરૂપ જ છે. તેથી જ શાસ્ત્રકારે કહ્યું છે– અજ્ઞાનવાદમાં અજ્ઞાનવાદની વિચારણા યુક્તિસંગત નથી.
"અજ્ઞાન શ્રેયો વારી" અજ્ઞાનને સર્વ શ્રેષ્ઠ સિદ્ધ કરવાનો અજ્ઞાનવાદી પ્રયાસ કરે છે. તે વિચારચર્ચા તેઓ જ્ઞાન (અનુમાન આદિ પ્રમાણો તથા તર્ક, હેતુ, યુક્તિ) દ્વારા જ કરે છે. તે સ્વવચન બાધિત છે. કારણ કે તેઓ પોતાના અજ્ઞાનવાદને સિદ્ધ કરવા માટે જ્ઞાનનો સહારો લે છે. જ્ઞાનનો આશ્રય લઈને તેઓ પોતાના જ સિદ્ધાંતનું પોતાના વિરુદ્ધ વ્યહવારથી ખંડન કરે છે. જ્યારે તેઓ પોતે અજ્ઞાનવાદના સિદ્ધાંતના અનુશાસનમાં રહી શકતા નથી, ત્યારે બીજા (શિષ્યો)ને અનુશાસનમાં કેવી રીતે રાખશે? તેમજ અજ્ઞાનવાદ શીખનારાઓને પણ અજ્ઞાનવાદની શિક્ષા કેવી રીતે આપી શકશે?
જ્ઞાનથી વાદ-વિવાદ, કલહાદિ થાય તેમ એકાંતે માનવું ઉચિત નથી. પોપટીયું જ્ઞાન હોય તો કદાચિત્ સંભવિત છે. આત્મસ્પર્શી, સમ્યગદર્શન સહિતનું જ્ઞાન, આત્માને સમતામાં સ્થાપિત કરે છે. અજ્ઞાની બાળક અગ્નિને સ્પર્શે તો દાઝે જ છે, તેમ અજ્ઞાની અપરાધ કરે, હિંસાદિ કરે તો તેને પાપકર્મનો બંધ થાય જ અને કર્મના ઉદયે દુઃખ ભોગવવું જ પડે. માટે અજ્ઞાન કોઈ રીતે શ્રેષ્ઠ નથી.
નેતૃત્વમાં બિચારો દિશામૂઢ, માર્ગથી અજાણ્યો માણસ પણ અત્યંત દુઃખી થાય છે. ત્યાં તો આ કહેવત જ ચરિતાર્થ થશે "અવેર્નવ નીયાના યથાળ્યાઃ" આંધળા માર્ગદર્શકના નેતૃત્વમાં ચાલનારો બીજો આંધળો માર્ગભ્રષ્ટ થઈ જાય છે. સમ્યમાર્ગથી અજાણ અજ્ઞાનવાદીની પાછળ ચાલનારા ઉન્માર્ગને પ્રાપ્ત થઈ જાય છે. અજ્ઞાનવાદને સ્વીકારી જ્ઞાનથી દૂર રહેલી વ્યક્તિ હોય કે અલ્પજ્ઞાન હોવા છતાં પોતાને જ્ઞાની કહેવડાવતી અજ્ઞાની વ્યક્તિ હોય, તે બંને સન્માર્ગથી અજાણ છે.
તે અજ્ઞાની સાધુ વેષ ધારણ કરી, મોક્ષાર્થી બનીને કહે છે, અમે જ આરાધક છીએ પરંતુ ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org