________________
૩૬ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
થી ૧૩ સુધી નિયતિવાદ સંબંધી વિચારણા છે અને ગાથા ૧૪ થી ૨૩ સુધી અજ્ઞાનવાદની ચર્ચા છે પરંતુ આ ગાથાઓને જોતા એમ લાગે છે થી ૨૩ ગાથા સુધી નિયતિવાદી, અજ્ઞાનવાદી, સંશયવાદી વગેરે સર્વ એકાંતવાદીઓની સ્થિતિનું વર્ણન છે.
ગાથા ૬ થી ૧૩ સુધી એકાંતવાદી, સંશયવાદી, અજ્ઞાનવાદી વગેરે મિથ્યાત્વથી ગ્રસ્ત અન્ય દાર્શનિકોને વન્ય મૃગની ઉપમા આપી વર્ણન કર્યું છે.
(૧) તેઓ અસુરક્ષિત હોવા છતાં સુરક્ષિત સ્થાનોને અસુરક્ષિત અને શંકાસ્પદ માની લે છે અને અસુરક્ષિત તેમજ શંકા કરવા યોગ્ય સ્થાનોને સુરક્ષિત તેમજ શંકા રહિત માને છે. (૨) જો તે ઈચ્છે તો પગમાં પડેલા તે બંધનથી છૂટી શકે છે, પરંતુ તેઓ બંધનને બંધન માનતા જ નથી. (૩) અંતે તેઓ વિષમ પ્રદેશમાં પહોંચીને બંધનમાં બંધાતા જાય છે અને ત્યાં જ વધને પ્રાપ્ત થાય છે. અજિયા સંવતિ વિચાર કવિ – મૃગની જેમ એકાંતવાદી અજ્ઞાન-મિથ્યાત્વ ગ્રસ્ત કેટલાક અનાર્ય શ્રમણો સમ્યકજ્ઞાન, સમ્યફદર્શન, સમ્યક ચારિત્રથી પૂર્ણપણે સુરક્ષિત નથી, તેઓ હિંસા, અસત્ય, મિથ્યાઆગ્રહ, એકાંતવાદ અથવા વિષયકષાય આદિથી યુક્ત અધર્મ પ્રરૂપણાને નિઃશંક થઈને ગ્રહણ કરે છે અને અધર્મ પ્રરૂપકની ઉપાસના કરે છે પરંતુ સમ્યગ્દર્શન સમ્યકજ્ઞાન તેમજ અહિંસા, સત્ય, અનેકાંત અપરિગ્રહ આદિ સદ્ધર્મોમાં તેઓ શંકા ગ્રસ્ત થઈને તેનાથી દૂર ભાગે છે. તેઓ સદ્ધર્મપ્રરૂપક, વીતરાગ, સર્વજ્ઞ અને તેમના પ્રતિનિધિના સાનિધ્યમાં પહોંચતા નથી. અહિંસા, અનેકાંત, અપરિગ્રહ, તપ, સંયમ તેમજ ક્ષમા વગેરે સદ્ધર્મ-પ્રરૂપક શાસ્ત્રોમાં શંકા કરે છે. પરિણામે તેઓ અહિંસાદિ સુરક્ષિતઅશંકનીય સ્થાનમાં શંકા સેવીને અને હિંસાદિ શંકનીય સ્થાનોમાં નિઃશંક બની ઘોર પાપકર્મના બંધનમાં ફસાઈ જાય છે અને પરિણામે વારંવાર જન્મમરણ રૂપી સંસારમાં પરિભ્રમણ કરે છે.
આ ગાથાઓમાં પૂર્વોક્ત અજ્ઞાનીઓની મનોદશાના ફળ સ્વરૂપે ત્રણ પ્રક્રિયાઓ બતાવી છે. (૧) અશંકનીય સ્થાનમાં શંકા તથા શંકનીય સ્થાનમાં અશંકા (૨) કર્મબંધનમાં બદ્ધતા અને (૩) અંતે વિનાશ.
foછલ્થ નાતિ, મિલકg 4 અવહિ:- આ ગાથાઓમાં શાસ્ત્રકારે અજ્ઞાનીની અવસ્થા મલેચ્છના દષ્ટાંત દ્વારા દર્શાવી છે. કેટલાક લોકો પોતાને જ્ઞાની માને છે. થોડું ઉપરછલ્લું જ્ઞાન પ્રાપ્ત કરી અભિમાનથી ઉન્નત બની પોતાને સર્વતુલ્ય કહે છે. તેઓ પાસે શાસ્ત્રનું પોપટીયું જ જ્ઞાન હોય છે. જેમ પોપટ બોલાયેલા શબ્દનું રટણ કરે છે પરંતુ તેના અર્થને જાણતો નથી તેમ તે અજ્ઞાનીને આત્માનુભૂતિ યુક્ત જ્ઞાન સ્પર્યુ હોતું નથી. શાસ્ત્રકારે તે માટે સ્વેચ્છનું દષ્ટાંત આપ્યું છે કે જેમ મલેચ્છ– અનાર્ય વ્યક્તિ આર્ય ભાષાનો અનુવાદ કરે, આર્ય પુરુષ જેમ બોલે તે પ્રકારે ઉચ્ચારણ કરે પરંતુ આર્ય ભાષાના અર્થને જાણતો નથી, તેમ અજ્ઞાની વ્યક્તિ શાસ્ત્રમાં કહ્યું હોય તેમ બોલે ખરો પણ તેના પરમાર્થને જાણી શકતો નથી. અજ્ઞાનવાદીની માન્યતા :- શાસ્ત્રકારે ગાથામાં અજ્ઞાનવાદીની માન્યતાનું કથન કરીને અજ્ઞાનવાદનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org