________________
| ૩૦ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
તથા તાવ, દુઃખાવો વગેરે શરીરમાં જે દુઃખાનુભૂતિ તે અસૈદ્ધિક દુઃખ કહેવાય છે. આ સૈદ્ધિક-અસૈદ્ધિક સુખદુઃખનિયતિકૃત છે. તે કાળ, સ્વભાવ, પુરુષાર્થ કે આત્મકૃત નથી. સમાન કાળમાં એક જાતીય સ્વભાવ અને સમાન ઉદ્યમ કરવા છતાં વ્યક્તિ ભિન્ન ભિન્ન ફળ ભોગવે છે. કાળ આદિ સમાન હોવા છતાં ફળ સમાન નથી મળતું, તે જ સૂચવે છે કે સુખ દુઃખાદિ ફળ નિયતિકૃત જ છે.
નિયતિવાદ આ માન્યતા એકાંતિક હોવાથી મિથ્યા છે. તેનું ખંડન શાસ્ત્રકાર ગાથા નં. ૪માં કરેલ
નિયળિયં સંત – સુખ–દુઃખ નિયતિકૃતિ અને અનિયતિકૃત બંને પ્રકારે હોય છે. જીવ જે સુખદુઃખ પ્રાપ્ત કરે છે તે સ્વકૃત કર્મના ફળ સ્વરૂપે જ પ્રાપ્ત થાય છે. ભૂતકાળના કર્મ વર્તમાનમાં ફળ આપે છે. કર્મમાં જે નિકાચિત કર્મ છે તેમાં કોઈ પુરુષાર્થ કાર્યકારી નથી. તે નિકાચિત કર્મ જે રીતે કર્યા હોય તે રીતે જ તેનું ફળ ભોગવવું પડે છે. તે નિયતિકૃત સુખ-દુઃખ કહી શકાય અને જે સ્પષ્ટ, બદ્ધ કે નિધત્ત કર્મ છે તે કર્મમાં પુરુષાર્થ કાર્ય કરે છે. તે કર્મની સ્થિતિ વગેરેમાં વધ-ઘટ કરી શકાય છે. તેને અનિયતિકૃત સુખ દુઃખ કહી શકાય. આ રીતે સુખ દુઃખ નિયતિકૃત અનિયતિકૃત બંને પ્રકારે છે, તેને માત્ર નિયતિરૂપ જ કહેવા તે તેઓનું અજ્ઞાન જ છે.
કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ આ પાંચ સમવાય છે. આ પાંચ સમવાયના આધારે કાર્ય નિષ્પન્ન થાય છે. તેમાંથી કોઈ એક સમવાયને એકાંતે કાર્યનું કારણ માનવું તે મિથ્યાવાદ છે.
જૈનદર્શન સુખ–દુઃખ આદિને કોઈ અપેક્ષાએ પુરુષ દ્વારા કરાયેલા ઉદ્યમથી સાધ્ય માને છે. ક્રિયાથી ફળની ઉત્પત્તિ થાય છે અને ક્રિયા ઉદ્યમને આધીન છે. ક્યાંક ઉદ્યમની ભિન્નતા ફળની ભિન્નતાનું કારણ હોય છે. ક્યાંક બે વ્યક્તિઓનો એક સરખો ઉદ્યમ હોવા છતાં કોઈ એકને ફળ મળે, એકને ફળ ન મળે, તો તે તેના કર્મનું પરિણામ છે. આ રીતે કોઈ અપેક્ષાએ કર્મ પણ સુખાદિનું કારણ છે. આંબો, જાંબુ, આંબળા આદિ વૃક્ષોમાં અમુક વિશિષ્ટ સમય આવે ત્યારે જ ફળ આવે છે. હંમેશાં ફળ આવતાં નથી, તેમાં કાળની પ્રધાનતા છે. એક સાથે વાવેલાં બીજમાંથી એકમાં અન્ન ઊગે છે અને બીજું બીજ ફલિત નથી થતું, તેમાં સ્વભાવની પ્રધાનતા છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વગેરેનું નિમિત્ત લઈ કર્મ ઉદયમાં આવે છે. તેમાં નિમિત્તની પ્રધાનતા છે. આત્મામાં અસંખ્યપ્રદેશીપણું, પુદ્ગલોનું મૂર્તપણું અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયનું અમૂર્તપણું તેમજ ગતિ–સ્થિતિમાં ક્રમથી સહાયક થવું આદિ–સર્વ સ્વભાવકૃત છે અર્થાત્ તે તે દ્રવ્યોનો તે તે પ્રકારનો સ્વભાવ છે તેમ સમજવું.
આ રીતે કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષકૃત પુરુષાર્થ આ પાંચે ય કારણો પ્રત્યેક કાર્યમાં કે સુખ-દુઃખ આદિમાં પરસ્પર–સાપેક્ષ સિદ્ધ થાય છે. આ સત્ય તથ્યને ન માનીને એકાંત રૂપે માત્ર નિયતિને જ માનવું તે દોષયુક્ત છે. નિયતિ, કર્મ અને સ્વભાવ સમવાય - પ્રાકૃતિક સંયોગ, હોનહાર ઘટનાઓ વગેરે તથા ગરમી, શરદી, વર્ષા આ બધા નિયતિ સમવાયથી સમજવા જોઈએ, જીવના ઉદય સંયોગ કર્મ સમવાયથી સમજવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org