________________
અધ્યયન–૧/ઉદ્દેશકર
કરે
શબ્દાર્થ:- તે = તેઓ, મુખ્તો- વારંવાર, વિપ્પાળિયા - નિયતિમાત્રમાં કર્તા કહેવાની ધૃષ્ટતા છે, ક્રિયા સંતા = પોતાના સિદ્ધાંતાનુસાર પારલૌકિક ક્રિયામાં ઉપસ્થિત થઈને પણ, તે = તેઓ, દુવૃવિમોન્દ્વયા ૫ = દુઃખી છૂટવામાં સમર્થ નથી.
૨૯
ભાવાર્થ:- આ પ્રકારના કોઈ નિયતિવાદીઓ પાસે રહેનારા પાર્શ્વસ્થ અથવા કર્મબંધના જકડાયેલા પાર્શ્વસ્થ વારંવાર નિયતિને જ સુખ દુઃખાદિના કર્તા કહેવાની ધૃષ્ટતા કરે છે. આ રીતે પોતાના સિદ્ધાંત અનુસાર પરલોક સંબંધી ક્રિયામાં ઉપસ્થિત થવા છતાંયે તેઓ પોતાને દુઃખથી મુક્ત કરી શકતા નથી.
વિવેચન :
નિયતિવાદના ગુણ દોષ :- આ પાંચ ગાથામાં નિયતિવાદનું મંતવ્ય પ્રગટ કરી તેનું ખંડન કર્યું છે. સૂત્રકારે નિયતિવાદના દોષનું પ્રગટીકરણ કરી સ્વસિદ્ધાંતનું દર્શન કરાવ્યું છે.
ન સયં ર્ડ ન મળેહિં :– નિયતિવાદ એમ કહે છે કે પ્રાણીઓ દ્વારા ભોગવાતા સુખ દુઃખ આદિ ન પોતાનાં કરેલાં છે, ન બીજાનાં કરેલાં છે, તે એકાંતે નિયતિ દ્વારા જ નિયત થયેલા છે. તેઓનું આ એકાન્તિક કથન મિથ્યા થઈ જાય છે.
સંફ્ય:– શાસ્ત્રકારે આ ગાથામાં 'નિયતિ' નામનો ઉલ્લેખ ન કરતાં સંશય સાગતિક શબ્દનો પ્રયોગ કરેલ છે. સંડ્યું એટલે સમ્યક્ અર્થાત્ પોતાના પરિણામથી જે ગતિ થવાની હોય તે થાય જ છે. તે ગતિ તે સંગતિ. જે જીવને, જે સમયે, જ્યાં, જેવા પ્રકારે જે સુખ દુઃખનો અનુભવ કરવાનો હોય તે જીવને, તે સમયે, ત્યાં, તેવા પ્રકારે તે સુખ દુઃખનો અનુભવ થાય જ છે, તે સંગતિ કહેવાય છે. સંગતિનું બીજું નામ નિયતિ છે. સંગતિથી જે સુખ દુઃખ ઉત્પન્ન થાય તે સાંગતિક કહેવાય.
નિયતિવાદના મતે સમસ્ત ચર–અચર જગત નિયતિથી જ બંધાયેલું છે. જે કાર્ય જ્યારે, જેમ થવાનું હોય તે કાર્ય તે રૂપ થાય જ છે. નિયતિની ગતિને કોઈ રોકી શકવા સમર્થ નથી. પ્રાણીઓ જે સુખ દુઃખ ભોગવે છે તે નિયતિકૃત(નિયતિથી કરાયેલા) જ હોય છે. ળ તેં સયં ડ યુવલ્લું આ ગાથા દ્વારા શાસ્ત્રકાર નિયતિવાદની માન્યતા બતાવે છે કે જે દુઃખ છે તે સ્વયંકૃત નથી. વજ્જો અન્ન ૯ ૫ દુઃખ જો સ્વકૃત’ નથી તો પરકૃત કેવી રીતે સંભવે ? અર્થાત્ દુઃખ પરકૃત પણ નથી. ભોગવાતા સુખ દુઃખ સૈફ્રિક હોય કે અસૈદ્ધિક તે નિયતિકૃત જ છે.
Jain Education International
સેહિય વા મલેશિયઃ– આ બંને વિશેષણ સુખના જ વિશેષણ રૂપે ગણવામાં આવે તો સૈદ્ધિક સુખ અને અસૈદ્ધિક સુખ એવા બે શબ્દ બને છે. મોક્ષમાં સિદ્ધોનું જે સુખ તે સૈશ્ર્વિક સુખ અને તેનાથી વિપરીત સંસારનું જે સુખ તે અસૈદ્ધિક સુખ કહેવાય છે. સેહિય વા મલેહિય ને સુખ દુઃખ બંનેના વિશેષણ રૂપે ગણવામાં આવે ત્યારે પુષ્પમાળા, ચંદન, સ્ત્રી વગેરેના ઉપભોગરૂપ ક્રિયાની સિદ્ધિથી પ્રાપ્ત સુખ સૈફ્રિક સુખ અને બાહ્ય નિમિત્ત વિના આનંદરૂપ જે સુખની પ્રાપ્તિ તે અસૈદ્ધિક સુખ કહેવાય. ચાબૂકનો માર, અગ્નિનો સ્પર્શરૂપ ક્રિયાની સિદ્ધિથી પ્રાપ્ત દુઃખ સૈદ્ધિક દુઃખ અને બાહ્ય નિમિત્ત વિના મનમાં શોકાદિ
For Private Personal Use Only
www.jainelibrary.org