________________
અધ્યયન–૧/ઉદ્દેશક-૨
_.
| ૨૭ |
આ છ પ્રકારની સંધિને તેઓ જાણતા નથી. સંક્ષેપમાં આત્મા અને કર્મની સંધિને કેમ તોડવી આ તથ્યને જાણ્યા વિના જ તેઓ ક્રિયામાં પ્રવૃત્ત થાય છે પરિણામે દુઃખાદિથી મુક્ત થઈ શકતા નથી.
વિહાદું રુવાડું, અનુભવતિ પુણો પુછો - તે વિભિન્ન મતવાદીઓ અનેક પ્રકારનાં દુઃખોને વારંવાર ભોગવે છે. તાત્પર્ય એ છે કે જ્યાં સુધી જીવનમાં મિથ્યાત્વ, હિંસાદિ અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ રહેશે ત્યાં સુધી ભલે તે પર્વત પર જાય, ઘોર જંગલમાં થઈને ધ્યાન કરે, અનેક પ્રકારના કઠોર તપ પણ કરી લે અથવા વિવિધ ક્રિયાકાંડ પણ કરી લે તોપણ તે જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા, રોગ, ગર્ભાવાસ રૂપ સંસારચક્ર પરિભ્રમણનાં મહાદુઃખોને સર્વથા સમાપ્ત કરી શકતો નથી. જ તે ધનિક કMT:- તે અન્ય મતવાળા ધર્મને જાણતા નથી. સંસાર પરિભ્રમણના દુઃખોથી મુક્ત ન થવાનું બીજું પ્રબળ કારણ છે, તેઓનું ધર્મવિષયક અજ્ઞાન. જો તેઓ આત્માને જ માનતા નથી અથવા માને છે તો ફૂટસ્થ નિત્ય, નિષ્ક્રિય માને, આત્માને શરીર, પાંચ ભૂતો કે ચાર ધાતુઓ સુધી જ મર્યાદિત માને. આ રીતે આત્મસ્વરૂપનું અજ્ઞાન હોવાથી આત્માના જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય રૂપ સ્વભાવ ધર્મને જાણી શકતા નથી. પરિણામે કર્મબંધના કારણો અને તેના શુભાશુભ ફળથી મુક્ત થઈને સ્વરૂપ રમણતા કરી શકતા નથી. તેઓ આત્મધર્મના જ્ઞાન અને આચરણથી દૂર રહે છે. ૩qવાળ છતાં મને સંતડતો :- પ્રસ્તુત ગાથા પદમાં સૂત્રકારે પૂર્વોક્ત મિથ્યાદાર્શનિકોના અંધકારમય ભવિષ્યને પ્રગટ કર્યું છે. તે જીવો ઊંચ-નીચ ગતિઓમાં અનંતકાળ પરિભ્રમણ કરી, જન્મના ગર્ભના અનંત દુઃખોને ભોગવે છે. તેનું કારણ એ જ છે કે સ્વયંમિથ્યાત્વથી ગ્રસિત છે, એટલું જ નહીં પરંતુ હજારો અને લાખો લોકોને મિથ્યા માન્યતામાં ભરમાવે છે. પોતાના મત માત્રના સ્વીકારથી સર્વ દુઃખ મુક્તિનું પ્રલોભન આપે છે. આ રીતે મિથ્યાભાવનો પ્રસાર તેના મહાદુઃખનું જનક છે. ત્તિ વેમ – તેમ હું કહું છું. અહીં "હું" શ્રી સુધર્મા સ્વામીનું ગ્રહણ કરવાનું છે. શ્રી સુધર્માસ્વામી શ્રી જંબૂસ્વામીને કહે છે. જેવું મેં ભગવાન પાસેથી સાંભળ્યું છે તેમ હું કહું છું. આ સૂત્રના પ્રત્યેક ઉદ્દેશક તથા અધ્યયનના અંતે સમાપ્તિ સૂચક આ પદ જોવા મળે છે. સર્વત્ર તેનો આ અર્થ સમજવો.
આ રીતે ગણધર શ્રી સુધર્મા સ્વામીએ પોતાના શિષ્ય શ્રી જંબૂસ્વામીને તીર્થકર ભગવાન મહાવીર સ્વામી પાસેથી સાક્ષાત્ સાંભળેલ વાતોનું વર્ણન કર્યું છે.
ને અધ્યયન ૧/૧ સંપૂર્ણ
બીજે ઉદ્દેશક
b©©©©©©©000000000000 નિયતિવાદ :
आघायं पुण एगेसिं, उववण्णा पुढो जिया । वेदयंति सुहं दुक्खं, अदुवा लुप्पंति ठाणओ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org