________________
[ ૨૬ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) |
વનવાસી તાપસો, પર્વતનિવાસી યોગીઓ અથવા પરિવ્રાજક જે પરિવાર, સમાજ અને રાષ્ટ્રની જવાબદારીઓથી દૂર થઈને એકાત્ત સાધના કરતા હતા તેઓને પણ આ દાર્શનિકો આમ જ કહેતા હતા કે અમારા દર્શનનો સ્વીકાર કરવાથી જલ્દી જલ્દી મુક્તિ થશે. તમારે ત્યાગ, તપ આદિ કરવાની જરૂર નથી, બીજાને આકર્ષણ કરવાની મનોવૃત્તિનું પ્રદર્શન કરતાં કહ્યું છે કે,
तपांसि यातनाश्त्रिताः, संयमो भोगवंच्चनम् ।
अग्निहोत्रादिकं कर्म, बालक्रीडेव लक्ष्यते ॥ વિવિધ પ્રકારના તપ કરવા, તે શરીરને વ્યર્થ યાતના દેવા જેવું છે. સંયમધારણ કરવો તે પોતાને ભોગથી વંચિત રાખવા બરાબર છે અગ્નિહોમ વગેરે કર્મ તો બાળકોની રમત જેવા જ છે. સષ્યવસ્થા વિશ્વ :- આ પંક્તિ પાછળ શાસ્ત્રકારનો એ ગુખ આશય પ્રગટ થાય છે કે પાંચભૂતાત્માવાદીથી લઈને ચાતુર્ધાતુકવાદી (ક્ષણિકવાદી) સુધીના બધા દર્શનકારો સર્વ દુઃખોથી મુક્તિનું આશ્વાસન આપે છે પરંતુ આ દુઃખમુક્તિનો યથાર્થ માર્ગ નથી. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી દ્વારા પ્રરૂપિત સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ મોક્ષ માર્ગને પ્રાપ્ત કરવો તે અથવા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ આ કર્મબંધનાં કારણોથી દૂર રહેવું તે જ સર્વ દુઃખમુક્તિનો માર્ગ છે. આ બધા દાર્શનિકો પોતે દુઃખમુક્ત નથી :- પૂર્વ ગાથામાં બધા જ અન્ય દાર્શનિકો દ્વારા પોતાના દર્શનને સ્વીકારી લેવાથી દુઃખ મુક્ત થઈ જવાના ખોટા આશ્વાસનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શાસ્ત્રકાર ૨૦ થી ૨૬ ગાથા સુધી જુદી જુદી રીતે કહે છે કે તે દાર્શનિકો દુઃખના મૂળ સોતભૂત એવા જન્મ, જરા મૃત્યુ, રોગ, ચાર ગતિરૂપ સંસાર ચક્ર, ગર્ભાવાસ તથા મોહાદિથી ઉત્પન્ન કષ્ટોથી મુક્ત થતા નથી તો બીજાને દુઃખોથી મુક્ત કેમ કરી શકશે? તેઓની દુઃખ અમુક્તિના મુખ્ય બે કારણો શાસ્ત્રકારે બતાવ્યાં છેતે નવિ પં શ્વાનં:- સંધિ જાણ્યા વિના જ તેઓ ક્રિયામાં પ્રવૃત્ત થઈ જાય છે. તેથી દુઃખાદિથી મુક્ત થઈ શકતા નથી.
સામાન્ય રીતે સંધિ એટલે જોડવું. કોઈપણ બે વસ્તુ ભેગી થાય તે જોડ–મેળને સંધિ કહેવામાં આવે છે. ગાથામાં સંધિ શબ્દ મહત્વપૂર્ણ અર્થ ધરાવે છે. આત્મા અને કર્મના જોડાણ માટે સંધિ શબ્દનો પ્રયોગ અહીં થયેલ છે. શબ્દકોષ અનુસાર સંધિ શબ્દના છ અર્થ થાય છે.
(૧) સંયોગ (૨) મેળ કે જોડ (૩) ઉત્તરોત્તર પદાર્થોનું જ્ઞાન (૪) મત કે અભિપ્રાય (૫) અવસર (૬) છિદ્ર કે વિવર.
આત્મા તથા કર્મને લક્ષ્યમાં રાખી ગાથામાં પ્રયુક્ત 'સંધિ' શબ્દના છ અર્થ થાય છે. આ સંધિને મિથ્યામતવાદીઓ જાણતા નથી. આત્મા તથા કર્મોનો સંયોગ કેમ થાય? આત્મા અને કર્મોનો મેળ કયા કયા કારણોથી, કેવી રીતે થાય ? આત્મા અને કર્મ વિષયમાં ઉત્તરોત્તર તત્વભૂત પદાર્થો કયા કયા છે? આત્મા કર્મબંધથી કેવી રીતે મુક્ત થાય? તે મત કે સિદ્ધાંત શું છે? આત્માને કર્મબંધથી મુક્તિનો અવસર કેવી રીતે મળે? આત્મા કર્મોથી અવરાયેલ છે તેમાં છિદ્ર પાડવું–કર્મોનો ક્ષયોપશમ ક્ષય કેમ કરવો?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org