________________
અધ્યયન-૧/ઉદ્દેશક-૧
[ ૨૫]
ભાવાર્થ – સંધિને જાણ્યા વિના જ ક્રિયામાં પ્રવૃત્ત થનાર, ધર્મના સ્વરૂપને નહીં જાણનાર, પૂર્વોક્ત પ્રકારે મિથ્યા પ્રરૂપણા કરનાર તે અન્યતીર્થિકો મૃત્યુનો પાર પામી શકતા નથી.
णाणाविहाइं दुक्खाई, अणुभवंति पुणो पुणो ।
संसारचक्कवालम्मि, वाहि-मच्चु-जराकुले ॥ શબ્દાર્થ - વાદિ મન્વનરશ્તે = મૃત્યુ, વ્યાધિ અને વૃદ્ધત્વથી પૂર્ણ, સંસારવવામિ = સંસારરૂપી ચક્રમાં તે અન્યતીર્થિઓ, મજુમતિ= અનુભવ કરે છે. ભાવાર્થ:- મિથ્યાત્વથી ઘેરાયેલા તે અન્ય મતવાદીઓ મૃત્યુ, રોગ અને ઘડપણથી યુક્ત આ સંસારરૂપી ચક્રમાં વારંવાર વિવિધ પ્રકારનાં દુઃખોનો અનુભવ કરે છે.
उच्चावयाणि गच्छंता, गब्भमेस्संतऽणंतसो । ___णायपुत्ते महावीरे, एवमाह जिणोत्तमे ॥त्ति बेमि ॥
શબ્દાર્થ:- વાદ = એમ કહ્યું છે કે, ૩જ્વાવયાપિ = ઊંચ-નીચ ગતિઓમાં, છતા = ભ્રમણ કરતાં તે અન્યતીર્થિઓ, તલ = અનંતવાર, બનેસંત = ગર્ભવાસને પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ:- જ્ઞાતપુત્ર, જિનોત્તમ શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે કે પૂર્વોક્ત અફલવાદી અન્યતીર્થિકો ઊંચ-નીચ ગતિઓમાં ભ્રમણ કરતાં અનંતવાર માતાના ગર્ભમાં આવે છે.
વિવેચન :
વરિલબનાવ :- પ્રસ્તુત ગાથા ૧૯માં શાસ્ત્રકારે અન્ય દાર્શનિકોના અજ્ઞાન અને અહંકારનું દર્શન કરાવ્યું છે. તેઓની માન્યતા છે કે તમે ભલે ગૃહસ્થ હો, અરણ્યવાસી હો, પર્વતીય તાપસ હો અથવા યોગી હો, ભલે પ્રજિત હો પણ અમારા માનેલા અથવા પ્રવર્તાવેલા દર્શન અથવા વાદને સ્વીકાર કરશો તો શારીરિક, માનસિક વગેરે સર્વ પ્રકારના દુઃખોથી મુક્ત થઈ જશો. ઘોર તપશ્ચર્યા કરી શરીરને સૂકવી દેવું, સંયમ અને ત્યાગની કઠોર ચર્યા અપનાવવી, માથું મૂંડાવવું, કેશલોચ કરવો, પગે ચાલીને વિચરણ કરવું નગ્ન રહેવું કે મર્યાદિત વસ્ત્ર રાખીને ઠંડી-ગરમી આદિ પરીષહ સહેવા, જટા, મૃગચર્મ, દંડ કાષાયિક વસ્ત્ર આદિ ધારણ કરવાં, આ બધા શારીરિક ક્લેશ દુઃખરૂપ છે. અમારો મત સ્વીકારવાથી આ સર્વ કષ્ટોથી છૂટકારો મળી જશે.
ગૃહસ્થ જીવનના પ્રપંચમાં રચ્યાપચ્યા રહેનારા અને હિંસા, અસત્ય, ચોરી આદિ દોષોથી સર્વથા મુક્ત ન રહી શકનાર વ્યક્તિને તે દાર્શનિકો કર્મબંધનથી મુક્ત થવા માટે હિંસા વગેરે આશ્રવો, મિથ્યાત્વ, પ્રમાદ, કષાય આદિનો ત્યાગ અથવા યથાશક્તિ તપ, વ્રત, નિયમ, સંયમ પાલન કરવાનું કહેવાના બદલે માત્ર પોતાના મતને સ્વીકારવાનો સસ્તો, સરળ અને સીધો માર્ગ બતાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org