________________
રર |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
પ્રાપ્ત કરે છે, પર્વ આ પ્રમાણે, મારે બીજા બૌદ્ધો, આઈસુ = કહે છે. ભાવાર્થ:- બીજા બૌદ્ધોએ બતાવ્યું છે કે પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ આ ચારે ધાતુના રૂપ છે. તે ધાતુઓ શરીરના રૂપમાં એકાકાર થઈ જાય છે ત્યારે તે જીવ સંજ્ઞાને પ્રાપ્ત થાય છે.
વિવેચન :
આ બે ગાથા દ્વારા બૌદ્ધોના ક્ષણિકવાદનું નિરૂપણ શાસ્ત્રકારે કર્યું છે. ૧૭મી ગાથામાં પાંચ સ્કન્ધવાદી બૌદ્ધો અને ૧૮મી ગાથામાં ચતુર્ધાતુવાદી બૌદ્ધોનું વર્ણન આ બંને પ્રકારના બૌદ્ધો ક્ષણિકવાદને સ્વીકારે છે. પ્રત્યેક પદાર્થ ક્ષણિક છે તેમ તેઓ માને છે.
પંચસ્કંધવાદઃ- બૌદ્ધો પાંચ સ્કન્ધને માને છે. (૧) રૂપસ્કન્ધ (૨) વેદના સ્કન્ધ (૩) સંજ્ઞા સ્કન્ધ (૪) સંસ્કાર સ્કન્ધ (૫) વિજ્ઞાન સ્કન્ધ. આ પાંચે સ્કન્ધને ઉપાદાન સ્કન્ધ પણ કહેવામાં આવે છે. (૧) રૂપસ્કન્ધ– ઠંડી, ગરમી વગેરે વિવિધ રૂપોમાં વિકાર પામવાના સ્વભાવવાળા ધર્મોનું એકત્રિત થવું તે રૂપસ્કન્ધ. (૨) વેદના સ્કન્ધ– સુખ દુઃખ, અસુખ અદુઃખ રૂપ વેદન(અનુભવ) કરવાના સ્વભાવવાળા ધર્મોનું એકત્રિત થવું તે વેદના સ્કન્ધ (૩) સંજ્ઞા સ્કન્ધ– જુદી–જુદી સંજ્ઞા(નામ)ના કારણે વસ્તુ-વિશેષને જાણવાના સ્વભાવવાળા ધર્મોનું એકત્રિત થવું તે સંજ્ઞા સ્કન્ધ (૪) સંસ્કાર સ્કન્ધ– પુણ્ય-પાપ વગેરે ધર્મોના લક્ષણવાળો સમૂહ તે સંસ્કાર સ્કન્ધ. (૫) વિજ્ઞાન સ્કન્ધ- ગંધ, રસ, રૂપ વગેરેને જાણવાના લક્ષણોવાળા સ્કન્ધ તે વિજ્ઞાન સ્કન્ધ. પર હું વતન :- આ ગાથાપદ દ્વારા શાસ્ત્રકારે પાંચસ્કંધ જ છે તેવું માનતા કેટલાક બૌદ્ધોની. માન્યતા દર્શાવી છે. તેઓના મતે પાંચ સ્કન્ધથી જ જગવ્યવહાર ચાલે છે. પાંચ સ્કન્ધથી ભિન્ન 'આત્મા'ને તેઓ સ્વીકારતા નથી. આત્મષષ્ઠવાદીઓ, સાંખ્યો ભૂતોથી ભિન્ન આત્મા માન્ય કરે છે, ચાર્વાક અને તજીવ-તન્શરીરવાદી ભૂતોથી અભિન્ન આત્મા માન્ય કરે છે. જ્યારે પાંચસ્કન્ધવાદી બૌદ્ધો સ્કન્ધથી ભિન્ન કે અભિન્ન એવા આત્માને માન્ય કરતા નથી. ચતુર્ધાતુવાદી બૌદ્ધો ભૂતોથી અભિન્ન, નિર્દેતુક નાશ પામતા, ક્ષણિક એવા આત્માને માન્ય કરે છે. અપળો અUો , દેયં દેવું છેવાડ૬:- ચાર્વાક મતાવલંબીઓ ભૂતો શરીરાકારે પરિણત થવાના કારણે આત્માની ઉત્પત્તિ સ્વીકારે છે તો અન્ય કેટલાક મતવાળા નિર્દેતુક આત્માની ઉત્પત્તિ સ્વીકારે છે. જ્યારે બૌદ્ધો સહેતુક કે નિર્દેતુક કોઈ પણ રીતે આત્માની ઉત્પત્તિ સ્વીકારતા નથી.
ચતુર્ધાતુવાદ – શાસ્ત્રકારે ચતુર્ધાતુવાદી બૌદ્ધોની માન્યતાનું નિરૂપણ ગાથા ૧૮ માં કર્યું છે. પૃથ્વીધાતુ, જલધાતુ, અગ્નિધાતુ અને વાયુધાતુ, આ ચાર ધાતુ જગતને ધારણ-પોષણ કરે છે અને તેથી જ તે ધાતુરૂપે કહેવાય છે. આ ચારે પદાર્થ જ્યારે એકાકાર બને છે ત્યારે ભૂત સંજ્ઞાવાળો રૂપસ્કન્ધ બની જાય છે અને આ રૂપ સ્કન્ધ શરીર રૂપમાં પરિણત થાય ત્યારે તે જીવસંજ્ઞા' 'આત્મસંજ્ઞા' પ્રાપ્ત કરે છે, આત્મા કહેવાય છે. વત્તારિ ધારૂનો હવ આ ગાથા પદ દ્વારા બતાવ્યું છે કે- આ શરીર ચાર ધાતુઓથી બનેલું છે અને આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org