________________
અધ્યયન-૧/ઉદ્દેશક-૧
_
૨૩ ]
ચાર ધાતુથી અભિન્ન એવો આત્મા છે. આ આત્મારૂપ સ્કન્દમય છે.
હનો:- પંચ સ્કન્ધવાદી બૌદ્ધો આ પાંચ સ્કન્ધ તેમજ ચાતુર્ધાતુવાદી બૌદ્ધો ચાર ધાતુથી ઉત્પન્ન આત્માને ક્ષણિક માને છે. સ્કન્ધ વગેરે ક્ષણજીવી છે. પહેલી ક્ષણે નિર્દેતુક ઉત્પન્ન થાય અને બીજી ક્ષણે નિર્દેતુક સમૂલ નાશ પામે છે. પહેલી ક્ષણ બીજી ક્ષણને ઉત્પન્ન કરી નાશ પામે છે. તેથી આ તે જ છે' તેવું લોકોને પ્રતીત થાય છે. જેમ દીવાની જ્યોતમાં પ્રત્યેક ક્ષણે નવી જ જ્યોત હોય છે, જ્યોત ઉત્પન્ન થાય અને નાશ પામે, જેમ નદીનો પ્રવાહ જે સ્થાને આ ક્ષણે પાણી છે તે સ્થાને તે જ પાણી બીજી ક્ષણે હોતું નથી તેમ બધા પદાર્થ ક્ષણિક છે અર્થાતુ એક ક્ષણ ટકે અને બીજી ક્ષણે નિરન્વય નાશ પામે છે.
બૌદ્ધોનો આ ક્ષણિકવાદ સ્વીકાર્ય નથી. તેમના મતમાં બધા પદાર્થ એક ક્ષણ પછી નાશ પામે છે. તો ક્રિયાની ક્ષણમાં જ કર્તાનો નાશ થવાથી કર્તાનો ક્રિયાના ફળ સાથે સંબંધ ક્યાંથી રહે? જે ક્ષણોમાં ક્રિયા થઈને નાશ પામે અને બીજી ક્ષણમાં જે ભોગવટો થાય તેણે ક્રિયા કરી નથી માટે કૃતનાશ–અકૃત આગમ દોષ આવે છે.
બૌદ્ધો આત્માને જ માનતા નથી. બંધ, મોક્ષ, જન્મ, મરણ, સ્વર્ગ, નરક ગમન આ કાંઈ ક્રિયાઓ સંભવે નહીં. આત્મા જ નથી તેનો મોક્ષ પણ નથી તો તેઓ ભિક્ષુ બનવું વગેરે સાધના કોના માટે કરે છે? અને આ સાધના કરનાર કોણ? આવા પ્રશ્નના ઉત્તર તેઓ પાસે નથી. આત્માને માનવાથી જ બંધન-મોક્ષ તથા સાધના સિદ્ધ થશે. કેટલાક બૌદ્ધો આત્માને ક્ષણિક માને છે તે યોગ્ય નથી. આત્મા છે અને તે એકાંતે ક્ષણિક નથી. દ્રવ્યથી નિત્ય છે, પર્યાયથી અનિત્ય છે.
ગાથામાં આવેલ સવારે ના સ્થાને ના પાઠાન્તર કેટલીક પ્રતોમાં જોવા મળે છે. તેનો અર્થ છે જાણનાર-જ્ઞાની. 'પોતાને જ્ઞાની માનતા કેટલાક બૌદ્ધો કહે છે તેમ ત્યાં અર્થ થાય છે.
સાંખ્યાદિમત :
अगारमावसंता वि, आरण्णा वा वि पव्वया ।
इमं दरिसणमावण्णा, सव्वदुक्खा विमुच्चइ ॥ શબ્દાર્થ:- ૩૨ = ઘરમાં, વસંત વિ-નિવાસ કરનારા, મારVT વ વ = વનમાં નિવાસ કરનારા, પબ્લય = પ્રવ્રજ્યા ધારણ કરનારા, રુ રસM = આ અમારા દર્શનને, વાળ = પ્રાપ્ત કરીને, વિમુવ = મુક્ત થઈ જાય છે. ભાવાર્થ – ઘરમાં રહેનાર(ગૃહસ્થ), વનમાં રહેનાર તાપસ, પ્રવ્રજ્યા ધારણ કરનાર મુનિ અથવા પર્વતની ગુફામાં રહેનાર(પાર્વત), જે કોઈ આ દર્શનનો સ્વીકાર કરે છે, તેઓ બધાં દુઃખોથી મુક્ત થાય છે. તેમ અન્ય દર્શનીઓનું કહેવું છે.
ते णावि संधि णच्चाणं, ण ते धम्मविऊ जणा । M जे ते उ वाइणो एवं, ण ते ओहंतराऽऽहिया ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org