________________
અધ્યયન—૧/ઉદ્દેશક-૧
સત્ જેમ નાશ ન પામે તેમ અસત્—અવિધમાનની ઉત્પત્તિ પણ થતી નથી. સત્ રૂપે છ પદાર્થ છે. અસન્ની ઉત્પત્તિ ન હોવાથી જગતમાં છ જ પદાર્થ રહે છે. પદાર્થની સંખ્યામાં વધઘટ થતી નથી. પિયતીભાવમાળયા :– આ સર્વ પદાર્થનિત્ય છે. આ પદાર્થ પોતાના સ્વભાવમાં કાયમ રહે છે. સ્વભાવથી ચૂત થતા નથી તેથી નિત્ય છે. તેની પર્યાય—અવસ્થાઓ ક્યારે ય પલટાતી નથી. આ પદાર્થ ફૂટસ્થ નિત્ય છે, તેમાં અંશમાત્ર પરિવર્તન થતું નથી. આત્મષષ્ઠવાદી પંચભૂત રૂપ લોક તથા આત્મા, આ સર્વ પદાર્થને એકાંતે નિત્ય કહે છે તે તેઓની માન્યતા યુક્તિ સંગત નથી. આત્માને એકાંતે નિત્ય માનવાથી કર્મબંધ, તેનું પરિણામ, સુખ દુઃખ, ભવાંતર ગમન કે મોક્ષગમન આદિ કોઈપણ પ્રકારનું પરિવર્તન સંભવિત નથી પરંતુ લોકમાં આ સર્વ ક્રિયાઓ જોઈ શકાય છે. તેથી ઉપરોક્ત માન્યતા યુક્તિસંગત નથી.
આત્માદિ દ્રવ્યો કથંચિત્ નિત્ય કથંચિત્ અનિત્ય છે. સત્ની કચિત્ ઉત્પત્તિ, કચિત્ નાશ પણ થાય છે. પ્રત્યેક દ્રવ્ય સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની અપેક્ષાએ સરૂપ છે અને પરદ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની અપેક્ષાએ અસત્ પણ છે. દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. સુવર્ણ દ્રવ્ય નિત્ય છે પણ વીંટી, ચેઈન વગેરે પર્યાય—અવસ્થાઓ પલટાતી રહે. પર્યાયની ઉત્પત્તિ પણ થાય અને નાશ પણ થાય પરંતુ સુવર્ણ—સુવર્ણરૂપે [દ્રવ્ય રૂપે] ટકી રહે છે.
૨૧
આત્માદિ દ્રવ્યોને ઉત્પાદ–નાશ રહિત, સ્થિર, એક સ્વભાવ રૂપ ફૂટસ્થ નિત્ય માનવા તે આત્મષષ્ઠ વાદીઓનો મિથ્યા આગ્રહ છે. તે છોડવા યોગ્ય છે. અનેકાંત વાદનો આશ્રય જ સમ્યક્ત્વ છે.
ક્ષણિકવાદ :
१७
શબ્દાર્થ:- ૫ે ૩ વાલા = કોઈ અજ્ઞાની, હળગોળો = ક્ષણમાત્ર રહેનારા, વયતે = બતાવે છે, અળો = ભૂતોથી ભિન્ન, અળખ્ખો= તથા અભિન્ન, હેડયંત્ર = કારણથી ઉત્પન્ન થયેલા તથા, અહેડય = વિના કારણ ઉત્પન્ન થયેલા આત્માને, ખેવાડઽદુ = કહેતા નથી.
पंच खंधे वयंतेगे, बाला उ खणजोइणो । अण्णो अणण्णो णेवाऽऽहु, हेउयं च अहेउयं ॥
Jain Education International
ભાવાર્થ :- કેટલાક અજ્ઞાનીઓ ક્ષણ માત્ર રહેનારા પાંચ સ્કંધ બતાવે છે. તેઓ ભૂતોથી ભિન્ન તથા અભિન્ન, કારણથી ઉત્પન્ન થયેલ કે વિના કારણ ઉત્પન્ન થયેલ આત્માને માનતાં નથી અને કહેતાં પણ નથી.
१८
पुढवी आऊ तेऊ य, तहा वाउ य एगओ । चत्तारि धाउणो रूवं, एवमाहंसु आवरे ॥
શબ્દાર્થ:- થાઽળો-ધાતુના, રૂવં = રૂપ છે, ાઓ- આ શરીરરૂપમાં એક થવાથી "જીવ" સંજ્ઞાને
For Private Personal Use Only
www.jainelibrary.org