________________
[ ૨૦]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
- दुहओ ते ण विणस्संति, णो य उप्पज्जए असं ।
सव्वे वि सव्वहा भावा, णियतीभावमागया । શબ્દાર્થ -પુણો = બંને પ્રકારે, તે પૂર્વોક્ત છ એ પદાર્થો, ન વિસ્તૃતિ= નષ્ટ થતા નથી, અi = તથા અવિદ્યમાન પદાર્થ, નો ય ૩પ્પા = ઉત્પન્ન થતા નથી, સળે વિ= તે બધા જ, માવા = પદાર્થ, સગ્ગહ = સર્વથા, ળિયતીમાકં = નિત્યતાને, આથા = પ્રાપ્ત છે.
ભાવાર્થ:- સકારણ કે અકારણ બંને પ્રકારે પૂર્વોક્ત છ એ પદાર્થો નષ્ટ થતા નથી અને અસતુ-અવિદ્યમાન પદાર્થ ક્યારે ય ઉત્પન્ન થતાં નથી. બધા પદાર્થ સર્વથા નિયતિભાવ એટલે કે નિત્યપણાને પ્રાપ્ત છે.
વિવેચન :
આ બે ગાથાઓમાં આત્મષષ્ઠવાદીઓની માન્યતાનું નિરૂપણ છે. આ માન્યતા કેટલાક સાંખ્ય અને શૈવાધિકારી–વિશેષકોની છે. આ બે ગાથા દ્વારા તેઓની પાંચ માન્યતા બતાવવામાં આવી છે.
૧. અચેતન પાંચ ભૂતો ઉપરાંત સચેતન એવો આત્મા. આમ કુલ છ પદાર્થ(દ્રવ્ય) છે. ૨. આત્મા અને પાંચ ભૂતરૂપ લોક શાશ્વત છે. ૩. છ પદાર્થોનો સકારણ–અકારણ કોઈ રીતે વિનાશ થતો નથી.
૪. અસત્—અવિદ્યમાનની ક્યારે ય ઉત્પત્તિ થતી નથી.
૫. છ પદાર્થો નિત્ય છે. સંત પંર મહબૂથ, આ છઠ્ઠા પુળો આદુ(પુનrsg) - આ મતમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ ભૂત તથા છઠ્ઠા આત્માનો સ્વીકાર કરવામાં આવે છે. ચાર્વાક મતવાળા પાંચ ભૂતને જ માન્ય કરે છે અને પાંચ ભૂતથી આત્મા ઉત્પન્ન થાય છે તેમ માને છે. હર્મન જેકોબી જેવા વિદ્વાન તો આત્મષષ્ઠ વાદીઓની ગણના ચાર્વાકના એક પંથરૂપે કરે છે. આત્મષષ્ઠવાદી છ પદાર્થનો સ્વીકાર કરે છે.
આવા તો સાસ..ન નિમ્નતિ - આ ભૂતરૂપ લોક અને આત્મા એમ છ પદાર્થને તેઓ શાશ્વત કહે છે. જે પદાર્થ સત્ છે તે હંમેશાં સત્—વિદ્યમાન જ રહે છે. આ પદાર્થનો ક્યારે ય નાશ થતો નથી. તે પદાર્થ સકારણ કે નિષ્કારણ નાશ પામતા નથી. લાકડી, દંડથી ઘટ વગેરે ફૂટી જાય, નાશ પામે તે સકારણ નાશ કહેવાય છે. ઉત્પન્ન થતાં પદાર્થ બીજી ક્ષણે સ્વતઃ નાશ પામી જાય છે. બૌદ્ધો આ નાશને નિષ્કારણ નાશ કહે છે. આત્મષષ્ઠવાદી તેવા નાશને સ્વીકારતા નથી. આત્મષષ્ઠવાદીના મતે પદાર્થ સકારણ–નિષ્કારણ રૂપે ક્યારે ય નાશ પામતા નથી માટે તે શાશ્વત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org