________________
અધ્યયન-૧/ઉદ્દેશક-૧
_
- ૧૭ |
વૃત્તિમાં તેનું ખંડન જોવા મળે છે. જેમ પ્રત્યેક તલમાં તેલ છે, તો તલ પીલવાથી તેલ મળે છે પરંતુ રેતીના પ્રત્યેક કણમાં સ્નિગ્ધતા ન હોવાના કારણે રેતીને ગમે તેટલી પીલવામાં આવે તો પણ તેલ મળતું નથી, તેમ પ્રત્યેક ભૂતમાં જો ચૈતન્ય શક્તિ હોય તો જ પાંચ ભૂતોના સંયોગે ચૈતન્ય શક્તિ ઉત્પન્ન થઈ શકે. ગોળ –મહુડામાં આંશિક મદ્યશક્તિ છે, તેથી તે સર્વના સંયોગે મદ્યશક્તિ ઉત્પન્ન થાય છે. ચાર્વાકો પાંચ ભૂતોમાં ચૈતન્ય શક્તિ માનતા જ નથી તો પાંચ ભૂતોના સંયોગે ચૈતન્ય શક્તિ કેવી રીતે ઉત્પન્ન થાય? આ તર્કથી સિદ્ધ થાય છે કે પાંચભૂતોના સંયોગે આત્મા ઉત્પન્ન થતો નથી.
'પાંચભૂતોના વિનાશે આત્મા પણ નાશ પામે છે. તેઓની આ માન્યતા પણ યુક્તિ સંગત નથી. મૃત શરીરમાં પાંચ મહાભૂત વિદ્યમાન હોવા છતાં તેમાં ચૈતન્ય રહેતું નથી. તેથી સિદ્ધ થાય છે કે આત્મા પાંચ ભૂતરૂપ શરીરથી ભિન્ન છે. તે પાંચ ભૂતોથી ઉત્પન્ન તથા નાશ પામતો નથી.
આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષથી ભલે ન દેખાય પણ સ્વાનુભવ પ્રત્યક્ષથી, અનુભવથી અનુભવાય છે. દેહનો વિનાશ થવાની સાથે આત્માનો વિનાશ માનવાની આપત્તિઓ – દેહના વિનાશની સાથે આત્માનો વિનાશ માનવાથી ત્રણ મોટી આપત્તિઓ આવે છે– (૧) કેવળ જ્ઞાન, મોક્ષ આદિના માટે કરાતી જ્ઞાન, દર્શન, ચારિત્રની તથા તપ, સંયમ, વ્રત, નિયમ આદિની સાધના નિષ્ફળ થઈ જશે. (૨) કોઈ પણ વ્યક્તિને દાન, સેવા, પરોપકાર, લોક કલ્યાણ આદિ પુણ્યને કારણે મળનારા શુભ કર્મોનું ફળ મળશે નહિ. (૩) હિંસા, ચોરી, અસત્ય આદિ પાપકર્મ કરનાર લોકો નિશ્ચિતપણે પાપકર્મ કરશે, કારણ કે તેઓના આત્મા તો શરીરની સાથે અહીં જ નષ્ટ થઈ જશે. પરલોકમાં તેનું ફળ ભોગવવા માટે તેના આત્માને નરક, તિર્યંચ આદિ કોઈ દુર્ગતિઓમાં જવું પડશે નહીં. આ મિથ્યાવાદના ફળસ્વરૂપે સર્વત્ર અરાજકતા, અનૈતિકતા અને અવ્યવસ્થા ફેલાઈ જશે.
જૈન દર્શન માને છે કે આત્મા દ્રવ્ય દષ્ટિથી નિત્ય હોવા છતાં પણ પર્યાય દષ્ટિથી કથંચિત અનિત્ય છે. તેથી જ શુભ અશુભ કર્મોનાં ફળની વ્યવસ્થા જળવાઈ શકે છે. પાપકર્મ કરનારાઓના આત્માને બીજી ગતિ તેમજ યોનિમાં તેનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. પુણ્યકર્મ કરનારાઓને પણ તેનું શુભ ફળ મળે અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ આદિની ઉત્કૃષ્ટ સાધના કરનારાઓનો આત્મા કર્મોથી મુક્ત, સિદ્ધ, બુદ્ધ થાય છે.
તાત્પર્ય એ છે કે પાંચ ભૂતવાદનો સિદ્ધાંત મિથ્યાત્વગ્રસ્ત છે, તેના મૂળમાં જ અજ્ઞાન છે, તેથી તે કર્મબંધનું કારણ છે. એકાત્મવાદ - - जहा य पुढवीथूभे, एगे णाणाहि दीसइ ।
एवं भो ! कसिणे लोए, विण्णु णाणाहि दीसइ ॥ શબ્દાર્થ -પચ= એક જ, પુવીભૂપે પૃથ્વી સમૂહ, નાણાદિ = વિધવિધ-ભિન્ન ભિન્ન રૂપોમાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org