________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
વલદ્ = જોવામાં આવે છે, મો = હે જીવો ! વિષ્ણુ = આત્મ સ્વરૂપ વિષ્ણુ, એક આત્મા જ, લિખે
સમસ્ત.
૧૪
ભાવાર્થ:- જે એક જ પૃથ્વી સ્તૂપ-પૃથ્વીપિંડ વિવિધ રૂપોમાં દેખાય છે, હે જીવો ! એ રીતે સમસ્ત લોકમાં વ્યાપ્ત આત્મા વિવિધ રૂપોમાં દેખાય છે અથવા એક આત્મારૂપ આ સમસ્ત લોક વિવિધ રૂપોમાં દેખાય છે.
१०
શબ્દાર્થ:- શ્ને - કોઈ, મંવા= અજ્ઞાની પુરુષ, વં ત્તે ત્તિ- એક જ આત્મા છે તેમ, પતિ = કહે છે, પરંતુ આરમ્ભળિસ્મિયા = આરંભમાં આસક્ત, ખિય∞ડ્ = પ્રાપ્ત કરે છે.
एवमेगे त्ति जंपंति, मंदा आरंभणिस्सिया ।
एगे किच्चा सयं पावं, तिव्वं दुक्खं णियच्छइ ॥
ભાવાર્થ:- આ રીતે કેટલાક મંદમતિ(અજ્ઞાની), "આત્મા એક જ છે" એવું કહે છે, પરંતુ આરંભમાં આસક્ત રહેનાર તે વ્યક્તિ પાપકર્મ કરીને સ્વયં દુઃખ ભોગવે છે.
વિવેચન :
આ બે ગાથામાં એકાત્મવાદનું સ્વરૂપ તથા તેનું ખંડન કરવામાં આવ્યું છે. નવમી ગાથામાં દષ્ટાંત દ્વારા એકાત્મવાદનું સ્વરૂપ બતાવ્યું છે અને દશમી ગાથામાં તેનું યુક્તિપૂર્વક ખંડન કર્યું છે.
=
Ë મો સિને વિમ્મૂ બાળહિ વીસફ:- ઉત્તરમીમાંસકો(વેદાન્તીઓ) એકાત્મવાદને માને છે. તેઓનો મુખ્ય સિદ્ધાંત છે કે આ જગત બ્રહ્મ(શુદ્ધ-આત્મા) રૂપ છે. વિવિધ પ્રકારે દેખાતા પદાર્થો પણ બ્રહ્મ સ્વરૂપ છે અર્થાત્ ચેતન–અચેતન સમસ્ત પદાર્થો એક બ્રહ્મ રૂપ જ છે. સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત એક જ આત્મા વિવિધ સ્વરૂપે દેખાય છે. જેમ પૃથ્વીપિંડ એક હોવા છતાં પર્વત, નદી, સમુદ્ર, ટેકરા, ઘર, ઘડાદિ રૂપે ભિન્ન–ભિન્ન દેખાય છે. પર્વતાદિ બધા એક પૃથ્વીના જ રૂપ છે. કાળી, પીળી વગેરે માટીઓ, પર્વત, નદી વગેરેમાં પૃથ્વી તત્ત્વ સમાનરૂપે વ્યાપીને રહેલ છે. ચંદ્ર એક એક હોવા છતાં નદી, સરોવર, જળાશય, પાણીના વિવિધ પાત્રમાં તેના અનેક પ્રતિબિંબ પડે છે. જેમ આખા લોકમાં એક વાયુ વ્યાપ્ત હોવા છતાં ભિન્ન–ભિન્ન નામે પ્રગટ થાય છે. તેવી જ રીતે આખા લોકમાં એક જ આત્મા છે અને તે જડ–ચેતન એવા ભિન્ન-ભિન્ન રૂપે પ્રગટ થાય છે. સમસ્ત પદાર્થોમાં એક જ આત્મા વસે છે. એક જ આત્માના તે જુદા જુદા રૂપ છે.
Jain Education International
મંદ બુદ્ધિવાળા આજ્ઞાની એવા એકાત્મ વાદીઓનો મત યુક્તિ સંગત નથી. એકાત્મવાદમાં અનેક આપત્તિઓ આવે છે, તે આ પ્રમાણે છે–
(૧) એક વ્યક્તિએ કરેલ શુભ અથવા અશુભ કર્મનું ફળ બીજા બધાએ ભોગવવું પડશે. જે અનુચિત્ત અને યુક્તિ રહિત છે.
For Private
Personal Use Only
www.jainelibrary.org