________________
[ ૧૨ ]
શ્રી સૂયગડાંગ સુa(પ્રથમ શ્રુતસ્કંધ)
પાંચ મહાભૂતવાદ :
संति पंच महब्भूया, इहमेगेसिमाहिया ।
पुढवी आऊ तेऊ वा, वाऊ आगास पंचमा ॥ શબ્દાર્થ - રૂદ = આ લોકમાં, મહમૂય = મહાભૂત, પસિં = ચાર્વાક વગેરે કેટલાક લોકોએ, આદિવા = કહ્યું છે. ભાવાર્થ - પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને પાંચમું આકાશ. આ પાંચ મહાભૂત લોકમાં છે તેવું ચાર્વાક વગેરે કેટલાક લોકોનું માનવું છે.
एते पंच महब्भूया, तेब्भो एगो त्ति आहिया । अह तेसिं विणासेणं, विणासो होइ देहिणो ॥
શબ્દાર્થ:- તે = તેમાંથી, પ રિ = એક આત્મા ઉત્પન્ન થાય છે એમ, આદિયા = તેઓ કહે છે, કદ = ત્યાર બાદ, તેસિં = તે ભૂતોના, વિપારેખ = નાશ થવાથી, દિના= આત્માનો.
ભાવાર્થ:- આ પાંચ મહાભૂત છે. એનાથી એક આત્મા ઉત્પન્ન થાય છે. આ પાંચ મહાભૂતોના વિનાશથી આત્માનો વિનાશ થાય છે. તેમ તેઓનું કહેવું છે.
વિવેચન :
આ બે ગાથાઓમાં પાંચ મહાભૂતવાદનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. આ પાંચ મહાભૂતવાદીઓ 'ચાર્વાકના નામે ઓળખાય છે. અન્ય દાર્શનિકો એક યા બીજા સ્વરૂપે પાંચ ભૂતોનો સ્વીકાર કરે છે પરંતુ ચાર્વાક(લોકાયતિક) પાંચ ભૂતો સિવાય આત્મા આદિ કોઈપણ પદાર્થને માનતા નથી.
તે પંવ હિ:- સર્વ લોક વ્યાપી એવા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ પાંચ મહાભૂતો શરીરરૂપે પરિણત થાય ત્યારે ચૈતન્ય ઉત્પન્ન થાય છે. જેવી રીતે ગોળ, મહૂડા વગેરે સામગ્રીના સંયોગથી મદ્યશક્તિ ઉત્પન્ન થાય છે. તેમ પાંચ ભૂતોના સંયોગથી ચૈતન્ય શક્તિ(આત્મા) ઉત્પન્ન થાય છે. આ ચૈતન્ય શક્તિ પાંચ મહાભૂતોથી ભિન્ન નથી કારણ કે તે મહાભૂતોનું જ કાર્ય છે. પાણીમાં પરપોટા ઉત્પન્ન થાય અને તેમાં જ વિલીન થઈ જાય તેમ મહાભૂતોથી ચૈતન્ય શક્તિ ઉત્પન્ન થાય અને નષ્ટ થઈ જાય છે. પાંચ ભૂતોથી અલગ પરલોકમાં જનાર, સુખ દુઃખ ભોગવનાર એવા 'આત્મા' નામના દ્રવ્યનો સ્વીકાર કરતા નથી. ચાર્વાક મતવાળા ઇન્દ્રિય પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે. અનુમાનાદિને માનતા નથી. આત્મા ઇન્દ્રિય ગ્રાહ્ય નથી તેથી તેની ભિન્ન સત્તા તેઓ સ્વીકારતા નથી.
શાસ્ત્રકારે બે ગાથામાં ચાર્વાકમતની માન્યતા જ દર્શાવી છે. તેનું ખંડન કરેલ નથી. નિયુક્તિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org