________________
અધ્યયન-૧/ઉદ્દેશક-૧
ચૂર્ણિકાર આ વાતને સ્પષ્ટ કરતાં જણાવે છે કે તથાકથિત અન્યતીર્થી શ્રમણો તથા બ્રાહ્મણો પરમાર્થને જાણ્યા વિના, વિરતિ–અવિરતિના ગુણદોષ અર્થાત્ પરિગ્રહાદિ અવિરતિથી કર્મબંધન છે અને અપરિગ્રહાદિ વિરતિથી કર્મબંધન અટકે છે તે જાણ્યા વિના પોત પોતાના ગ્રંથો અને સિદ્ધાંતોને વળગી રહે છે. મિથ્યાત્વના કારણે તેઓ ન તો આત્માને માને છે અને ન કર્મબંધને અને ન મોક્ષને. તેઓ આત્માના અસ્તિત્ત્વને જ માનતા નથી તો તેની સાથે બંધાતાં કર્મો અને કર્મબંધનથી મુક્તિને માનવાનો પ્રશ્ન જ રહેતો નથી.
ચાર્વાક આત્માને માને છે પરંતુ માત્ર પંચભૂતમાંથી ઉત્પન્ન અને શરીરની સાથે જ નષ્ટ થઈ જતા આત્માને માને છે. તેથી તે મતમાં કર્મબંધનનો પ્રશ્ન કે કર્મબંધનથી મુક્તિનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી.
સાંખ્ય વગેરે દાર્શનિકો આત્માને ભિન્ન તત્ત્વ માને છે. આત્માને નિષ્ક્રિય અકર્તા, નિર્ગુણ માનવા છતાં પણ ભોક્ત માને છે. તેઓ ૨૫ તત્ત્વોનાં જ્ઞાનમાત્રથી જ મુક્તિ માને છે. ચારિત્રની આવશ્યકતા માનતા નથી.
મીમાંસક વગેરે દાર્શનિક કર્મ ક્રિયાને માને છે પણ માત્ર સ્વર્ગ આદિની ઇચ્છા જેમાં સમાયેલી છે, તેવા કર્મોને માને છે. તેથી મોક્ષ તરફ તો તેમની દષ્ટિ જ નથી. તેઓ સ્વર્ગને જ અંતિમ લક્ષ્ય માને છે.
નૈયાયિક–વૈશેષિક આત્માને તો માને છે, પરંતુ તૈયાયિક પ્રમાણ, પ્રમેય આદિ ૧૬ તત્ત્વોનાં જ્ઞાનથી જ મુક્તિ માની લે છે. તેઓના મતે ત્યાગ, નિયમ, વ્રત આદિ ચારિત્ર પાલનની આવશ્યકતા જ નથી અને કર્મબંધનનો કોઈ તર્કસંગત સિદ્ધાંત પણ તેઓ માનતા નથી. તેઓએ કર્મબંધનથી મુક્ત કરવાની સર્વ સત્તા ઇશ્વરના હાથમાં સોંપી દીધી છે. આવી જ દશા પ્રાયઃ વૈશેષિકોની છે. તેઓ બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા વગેરે આત્માના નવ ગુણોનો સર્વથા વિચ્છેદ થઈ જાય તેને મુક્તિ માને છે. તેઓની મુક્તિ પણ ઇશ્વરના હાથમાં છે. ઇશ્વર જ જીવનાં કર્મો અનુસાર કર્મના ફળનો ભોગવટો કરાવે છે, બંધનમાં નાખે છે અથવા મુક્ત કરે છે. તેઓએ કર્મબંધનથી મુક્ત થવા માટે અહિંસા આદિ ચારિત્ર ધર્મનું પાલન કરવાની આવશ્યકતા બતાવી નથી, તેમજ કર્મબંધન તોડવા માટે કોઈ પ્રક્રિયા પણ બતાવી નથી. આ બધા મતવાદીઓ આત્મા તેમજ બંધાતાં કર્મો અને તેનાથી મુક્તિ થવા સંબંધમાં પોતાની અસત્ કલ્પનાઓથી ગ્રસ્ત થઈને કામભોગોમાં આસક્ત રહે છે. અથાગતા વિસિT:- તે અજ્ઞાની પોતાના મતમાં અત્યંત બંધાયેલ રહે છે. પોતાની માન્યતાથી પર સત્ય માન્યતાને જોઈ શકતા નથી. તેઓ અજ્ઞાની છે કારણ કે મિથ્યાત્વમાં રાચે છે. જૈન સિદ્ધાંત અનુસાર મિથ્યાત્વનું લક્ષણ છે કે- જે વસ્તુ વાસ્તવિકરૂપે જે સ્વરૂપે છે, તેને તે સ્વરૂપે ન સ્વીકારતાં વિપરીત સ્વરૂપે માનવું તે મિથ્યાત્વ. આવા અજ્ઞાનીઓ મિથ્યાત્વથી ઘેરાયેલા રહે છે. સત્તા નહિં માપવા:- તે મનુષ્ય કામભોગમાં આસક્ત રહે છે. હિંસાદિથી કર્મબંધ થાય છે તેવું ન માનવાના કારણે સ્વચ્છંદપણે કામભોગમાં આસક્ત બની રહે છે. કામભોગમાં આસક્તિના કારણે અવ્રત, પ્રમાદ, કષાય અને અશુભ યોગમાં પ્રવૃત્ત રહે છે અને કર્મબંધના ઊંડાને ઊંડા ઉતરતા રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org