________________
[ ૧૦ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
બંધન તોડવાનો ઉપાય :- પ્રથમ ગાથામાં આ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો હતો કે શું જાણવાથી વ્યક્તિ બંધનને તોડી શકે? આ પ્રશ્નના ઉત્તરમાં પાંચમી ગાથામાં તેના બે પ્રકારે ઉપાય બતાવ્યા છે.
તનેય ન તાણT:- (૧) ભાઈ વગેરે સજીવ કે ધનાદિ નિર્જીવ કોઈપણ પદાર્થ પ્રાણીની રક્ષા કરવામાં સમર્થ નથી.
નલિયં વેવ સંહાપુ:- (૨) જીવનને સ્વલ્પ અને ક્ષણભંગુર જાણીને કર્મોના બંધનને તોડી શકે છે. કર્મબંધન સાંકળ કે દોરડાના બંધન જેવું નથી કે તે શારીરિક બળથી તોડી શકાય. કર્મબંધન પ્રશસ્ત વિચાર ધારાથી તોડી શકાય છે. હિંસા, મોહ, મમતાદિ મનના ભાવોથી કર્મબંધન થાય છે, તો અનાસક્તિ, ક્ષમાદિ ભાવોથી કર્મબંધન તૂટે છે. મનના પરિણામને વળાંક આપવા બે પ્રકારની વિચારસરણી ગાથા પાંચમાં દર્શાવી છે.
(૧) અશરણ ભાવના- ધન, સુવર્ણાદિ પદાર્થો, માતા, પિતા, ભાઈ વગેરે પરિવારજનો મૃત્યુ સમયે શરણરૂપ બની શકતા નથી, મૃત્યુથી રક્ષણ કરી શકતા નથી. જીવન દરમ્યાન વ્યક્તિ આ પદાર્થો, વ્યક્તિઓ પર મમત્વ ભાવ રાખે છે કે આ પદાર્થ મારું રક્ષણ કરશે, આ સ્વજનો મને બચાવશે પરંતુ મૃત્યુ સમયે કોઈ શરણભૂત બનતા નથી. આ રીતે અશરણભાવનાથી ચિત્તને ભાવિત કરી મમત્વભાવનો ત્યાગ કરવો જોઈએ. ગાથામાં "વિત અને સહોદર" બે શબ્દ જોવા મળે છે. 'વિત’ શબ્દથી ધન, સોનું, ચાંદી જ નહીં પણ સમસ્ત અચિત્ત પદાર્થનું ગ્રહણ થઈ જાય છે અને 'સહોદર' શબ્દથી બંધ જ નહીં પણ માતા, પિતા, પુત્ર, સ્નેહી, સંબંધી સર્વનું ગ્રહણ થઈ જાય છે. "વિત અને સહોદર" શબ્દ સર્વ સચિત્ત-અચિત્ત પદાર્થના સૂચક છે. (૨) જીવનની ક્ષણભંગુરતા- શરીર પરની આસક્તિના કારણે મૃત્યુ ક્યારે ય આવવાનું નથી તેમ માની મનુષ્ય શરીરાદિને પુષ્ટ કરવા તથા જીવન રક્ષા માટે ભોગ્ય સામગ્રી ભેગી કરવામાં રચ્યોપચ્યો રહે છે. જીવન માટે પદાર્યાદિનો સંગ્રહ કરવા હિંસાદિ અનેક પાપોનું સેવન કરે છે. જીવન ક્ષણભંગુર છે, નાશવંત છે તેમજ પ્રત્યેક પદાર્થ પણ ક્ષણિક અને નાશવંત છે. આયુષ્ય પૂરું થાય ત્યારે તે પદાર્થો બચાવી શકતા નથી. આ જીવન ક્યારે નષ્ટ થઈ જાય તેનો કોઈ ભરોસો નથી. આ વાસ્તવિકતાને હૃદયંગમ કરી જીવન અને પદાર્થ પ્રત્યેનું મમત્વ ત્યાગી દેવું જોઈએ. અને સમજ-માદા :- કેટલાક શ્રમણો અને બ્રાહ્મણો. વૃત્તિકાર શ્રમણનો અર્થ શાક્યમિક્ષ કરે છે અને બ્રાહ્મણનો અર્થ બાર્હસ્પત્ય, ચાર્વાક = લોકોયતિક કરે છે. બ્રાહ્મણ શબ્દથી તેઓ સાંખ્ય, વૈશેષિક, નૈયાયિક તેમજ મીમાંસકને પણ ગણી લે છે કારણ કે આ બધા મિથ્યાત્વ અને અજ્ઞાનથી ઘેરાયેલા છે.
gu Tથે વિડH:- સૂત્રકારે પ્રથમની પાંચ ગાથામાં સ્વસમય(સ્વસિદ્ધાંત)નું નિરૂપણ કરી, છઠ્ઠી ગાથાથી પર સમયનું નિરૂપણ કરવાનો પ્રારંભ કર્યો છે. સ્વ-સિદ્ધાંતના કથન પછી પર–સિદ્ધાંત કથનનું કારણ એ છે કે કેટલાક સાધુઓ તેમજ બ્રાહ્મણો આ અહલ્કથિત ગ્રંથો, શાસ્ત્રો અથવા સિદ્ધાંતોનો સ્વીકાર કર્યા વિના, પરમાર્થને જાણ્યા વિના મિથ્યાત્વના ઉદયથી, મિથ્યા આગ્રહને વશ થઈ વિવિધ પ્રકારે પોતપોતાના ગ્રંથો-સિદ્ધાંતોમાં પ્રબળપણે બંધાયેલા રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org