________________
અધ્યયન-૧/ઉદ્દેશક-૧
પરંપરાને વધારે છે. અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય આદિ પણ બંધનનાં કારણ છે :- અહીં પ્રાણાતિપાત શબ્દ ઉપલક્ષણ રૂપે છે. પ્રાણાતિપાતના ગ્રહણથી મૃષાવાદાદિનું ગ્રહણ થઈ જાય છે. મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન આદિ પણ અવિરતિની અંતર્ગત હોવાથી તે પણ કર્મબંધના કારણ છે તેમ સમજી લેવું. મૃષાવાદ આદિ સેવન રાગ દ્વેષાદિ વશ આત્માના શુભ કે શુદ્ધ પરિણામોની અથવા આત્માના ભાવપ્રાણોની હિંસા અવશ્ય થાય છે. તેથી હિંસાના ગ્રહણથી અસત્યાદિનું કર્મબંધના કારણરૂપે ગ્રહણ થઈ જ જાય છે.
પુરુષાર્થ સિદ્ધયુપાય ગ્રંથમાં અસત્ય આદિ સર્વ પાપના આશ્રયોને હિંસામાં સમાવિષ્ટ કરતાં કહ્યું છે કે- આત્મ પરિણામોની હિંસાના કારણ હોવાથી અસત્ય આદિ સર્વ પાપાશ્રવ એક રીતે હિંસા જ છે. અસત્ય આદિનું કથન તો માત્ર શિષ્યોને સ્પષ્ટ બોધ કરાવવા માટે જ કર્યું છે.
સમુખvળે, સંવરે, મમરૂ નુખ :- ચોથી ગાથામાં જન્મ, સંવાસ તેમજ અતિસંસર્ગના કારણે થનારી મુચ્છ, મમતા અથવા આસક્તિને કર્મબંધનનું કારણ બનાવ્યું છે. માનવ જે કુળ(ઉપલક્ષણોથી) રાષ્ટ્ર, પ્રાંત, નગર, દેશ, જાતિ-કોમ, વંશ આદિમાં ઉત્પન્ન થાય છે, જે મિત્રો, સ્નેહીઓ, પત્ની, પુત્રો, માતા-પિતા, ભાઈ, બહેન, કાકા, મામા, આદિની સાથે રહે છે, તેના પ્રતિ તે અજ્ઞાનવશ મોહ-મમતા રાખે છે. તે જેના જેના સંપર્કમાં આવે છે તેને "આ મારાં છે" એમ સમજી તે મૂઢ તેમાં આસક્ત થાય છે. જે સજીવ કે નિર્જીવ પદાર્થ પર રાગ થાય છે, તેનાથી ભિન્ન, વિરોધી પદાર્થ પર દ્વેષ થવો સ્વાભાવિક છે. મમતાના કારણે થતાં રાગ-દ્વેષ કર્મબંધનું કારણ બને છે. સંપર્કમાં આવતા પ્રાણી કે પદાર્થ પ્રત્યે આસક્ત ન થાય, મમત્વબુદ્ધિ ન જાગે તો કર્મબંધ પણ ન થાય. "બાલ" એટલે અજ્ઞાની જીવ જ મમત્વભાવ કરી કર્મથી બંધાય છે.
અપમાં મુચ્છિ:- આ પાઠનું પાઠાંતર છે અને અહિં મુચ્છિા I તેના કારણે આ વાક્યના બે અર્થ થાય છે(૧) પરસ્પર મૂચ્છિત થાય છે અર્થાત્ તે મૂઢ માતા, પિતા, પુત્ર આદિમાં આસક્ત થાય છે અને તેઓ પણ અજ્ઞાનવશ તેના પર આસક્ત થાય છે. (૨) અન્ય–અન્ય પદાર્થોમાં મૂચ્છિત થાય છે અર્થાત્ ભોગપભોગના વિવિધ પદાર્થોમાં આસક્ત થાય છે.
વૃત્તિકારે આ પાઠનો અર્થ કર્યો છે કે મનુષ્ય બાલ્યાવસ્થામાં માતા, પિતા, ભાઈ, બહેન, મિત્ર, સાથી આદિ પર આસક્તિ રાખે છે. યુવાવસ્થામાં આસક્તિનું વર્તુળ મોટું થાય છે. પત્ની, સંતાન, પૌત્ર, સગા, સ્નેહી, ધન, વેપાર આદિ પર તેને આસક્તિ થાય છે. તે ઉપરાંત પોતાનાં માનેલાં કુળ, પરિવાર આદિ પ્રત્યે પણ તેની મમતા વધતી જાય છે. વૃદ્ધાવસ્થામાં મૂઢ વ્યક્તિની સર્વાધિક મમતા પોતાના શરીર, ધન, મકાન આદિ પ્રત્યે થઈ જાય છે. મૂઢ વ્યક્તિની મમતા, મૂચ્છના વિષયો બદલાતા રહે છે. અવસ્થાઓ બદલાય તેમ ભિન્ન ભિન્ન વસ્તુઓ પર મમતા બદલાય છે પરંતુ આસક્તિના ભાવ તે જ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org