________________
૮
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
કોઈપણ એક પ્રાણનો નાશ કરવો, હાનિ પહોંચાડવી અથવા વિરોધ કરવો તે પ્રાણાતિપાત (હિંસા) છે. તેથી આ ગાથામાં કહ્યું છે કે– સ્વયં પ્રાણીઓનો પ્રાણનો અતિપાત-નાશ કરે તો કર્મબંધ થાય છે.
સૂત્રકારે પ્રથમ પરિગ્રહને કર્મબંધના કારણરૂપ કહીને આ ત્રીજી ગાથામાં હિંસાને કર્મબંધનું કારણ કહ્યું છે. તેનો હેતુ જણાવતા વૃત્તિકાર કહે છે કે વ્યક્તિ, ઉપાર્જિત પરિગ્રહમાં વિરોધ કરનાર, અધિકાર જમાવનાર અને ગ્રહણ કરનારનો હિંસક બને છે, તેના પ્રતિ વેર-વિરોધ, નિંદા, દ્વેષ, મારપીટ, ઉપદ્રવ અથવા વધ કરે છે. એ રીતે પોતાની ધનસંપત્તિ, જમીન જાયદાદ, મકાન, દુકાન, પરિવાર, જાતિ, સંપ્રદાય, મત, પંથ, રાષ્ટ્ર, પ્રાન્ત, નગર–ગામ આદિ પર મમત્વ રાખે છે અને પરિગ્રહની રક્ષા માટે મન, વચન, કાયાથી બીજાના પ્રાણોનો ઘાત કરે છે. મમત્વબુદ્ધિ અને પરિગ્રહવૃત્તિ હિંસાનું કારણ બને છે. તેથી સૂત્રકારે પરિગ્રહનું કથન પહેલા કરી તત્પશ્ચાતુ હિંસા-પ્રાણાતિપાતનું કથન કરેલ છે. અલ્વા અહિં થાયણ દૃખત વાગyગાળા:- પરિગ્રહમાં આસક્ત પુરુષ બીજાના પ્રાણોનો ઘાત માત્ર પોતે જ કરતા નથી, બીજા દ્વારા પણ કરાવે છે. સ્વાર્થભાવ, મોહ-મમત્વથી બીજાને પ્રેરણા આપી, પ્રોત્સાહિત કરી હિંસા કરાવે છે. હિંસામાં સહયોગ દેવા માટે ઉશ્કેરીને તૈયાર કરે છે અથવા હિંસાને માટે ઉત્તેજિત કરે છે. હિંસા ઉત્તેજક વિચારો ફેલાવે છે, લોકોને હિંસાનો અભ્યાસ કરાવે છે અને હિંસા કરનારાઓને અનુમોદન પણ આપે છે– તેના હિંસક કાર્યનું સમર્થન કરે છે. હિંસા કરનારાઓને ધન્યવાદ આપે છે. હિંસા માટે આજ્ઞા, ઉપદેશ, પ્રેરણા આપે છે અથવા હિંસાનો માર્ગ લેવા દબાણ કરે છે. આ રીતે કત, કારિત, અનુમોદિત ત્રણ પ્રકારે હિંસા કરે છે અને તે ત્રણ પ્રકારની હિંસા કર્મબંધનું કારણ છે.
આ પાઠથી શાસ્ત્રકારે તે તે મતવાદીઓના વિચારોનું ખંડન પણ કર્યું છે કે જેઓ માત્ર કાયાથી થનારી હિંસાને જ હિંસા માને છે અથવા પોતાના દ્વારા કરાતી હિંસાને જ હિંસા સમજે છે, બીજા દ્વારા કરાવાતી હિંસાને અથવા બીજા દ્વારા કરાતી હિંસાની અનુમોદના હિંસા સમજતા નથી. મનુસ્મૃતિમાં પણ હિંસાના સમર્થકોને હિંસકની કક્ષામાં ગણ્યા છે. વેર વડ આપ્યો :- હિંસા કરનાર, કરાવનાર, અનુમોદન કરનાર વ્યક્તિ હિંસ્ય પ્રાણીઓ પ્રતિ પોતાનું વેર વધારે છે. જે પ્રાણીનો પ્રાણાતિપાત કરાય છે કે કરાવાય છે, તેના મનમાં હિંસક પ્રત્યે દ્વેષ, રોષ, ધૃણા તથા બદલાની કૂર ભાવના જાગે છે. પરિણામે તેના મનમાં વેરભાવ વધે છે. આ રીતે હિંસકના મનમાં એક તરફ પોતાના શરીર, પરિવાર, ધન અથવા પોતાના માનેલા સજીવ-નિર્જીવ પદાર્થો પ્રત્યે રાગ, મોહ, મમત્વ આદિ જાગે છે તથા બીજી બાજુ હિંસ્ય પ્રાણી પ્રત્યે દ્વેષ, ધૃણા, કૂરતા રોષ વગેરે જાગે છે. આ રાગ અને દ્વેષ જ કર્મબંધના કારણ છે. એકવાર હિંસ્ય (જેની હિંસા કરાય છે તે) પ્રાણીઓ સાથે વેર બંધાઈ ગયા પછી જન્મ–જન્માંતર સુધી તે વેરની પરંપરા ચાલ્યા કરે છે. વેર પરંપરાની વૃદ્ધિની સાથે કર્મબંધનમાં પણ વૃદ્ધિ થતી જાય છે.
રં વર અMળો- આ પંક્તિનો એક અર્થ એ પણ થાય છે કે વ્યક્તિના હિંસક ભાવ અને પ્રવૃત્તિથી અન્યની હિંસા થાય કે નહીં પરંતુ રાગ, દ્વેષ અને કષાય વશ તે પોતાની ભાવહિંસા તો કરી જ લે છે. તેના ફળસ્વરૂપે કર્મબંધન થઈ જાય છે. આવી સ્થિતિમાં પોતાનો આત્મા જ પોતાનો શત્રુ બનીને વેર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org