________________
અધ્યયન-૧/ઉદ્દેશક-૧
_
આ આજ્ઞાની માનવો કામભોગોમાં આસક્ત રહે છે. વિવેચન :
આ છ ગાથામાં પરિગ્રહ, હિંસા, આસક્તિ વગેરે બંધનના કારણોને જણાવી, આ સર્વ ગ્રંથીઓ તથા તેનાથી મુક્ત થવાનું વિધાન છે. આ અધ્યયનની પ્રથમ ગાથાના પ્રથમ ચરણમાં બોધિ–બોધ પ્રાપ્ત કરવાનું વિધાન જોવા મળે છે અને તેનું કારણ એ છે કે બોધિની પ્રાપ્તિ દુર્લભ છે. એકેન્દ્રિયથી લઈ અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવોને બોધિ પ્રાપ્તિનો સંભવ નથી. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને જ બોધિ પ્રાપ્ત થઈ શકે છે પરંતુ તેમાં નારકી અતિ દુઃખમાં અને દેવો ભૌતિક સુખોમાં આસક્ત હોવાના કારણે પ્રાયઃ બોધિલાભ પ્રાપ્ત કરી શકતા નથી. ઉચ્ચ જાતિના દેવોને બોધિ પ્રાપ્ત થવી સુગમ છે પરંતુ તેઓ બોધિ પ્રાપ્ત થયા પછી પણ બંધનોને તોડવા માટે વ્રત, નિયમ, ત્યાગ, પચ્ચખાણ તથા તપ-સંયમમાં પુરુષાર્થ કરી શકતા નથી. તેથી બોધિ-લાભ થવા છતાં પણ તરૂપ આચરણ ન થવાથી તેની પૂર્ણ સાર્થકતા થઈ શકતી નથી. તિર્યંચ પંચેન્દ્રિયમાં પણ વિરલ પશુ-પક્ષીઓ જ બોધિ પ્રાપ્ત કરી શકે છે છતાં તેઓ સંયમ સ્વીકારી બંધન તોડી શકતા નથી. સંજ્ઞી મનુષ્યો જ બોધિ પ્રાપ્ત કરી, વ્રતાદિ આચરી, બંધન તોડી શકે છે. તેમાં પણ જે મનુષ્ય યુગલિક છે, અનાર્ય છે, મિથ્યાત્વગ્રસ્ત છે, મહા આરંભ અને મહા પરિગ્રહમાં રત છે, તેઓને બોધિ પ્રાપ્ત થવી દુર્લભ છે.
જે વ્યક્તિને આર્યક્ષેત્ર, ઉત્તમકુળ, પરિપૂર્ણ ઈન્દ્રિયો, પરિપૂર્ણ અંગોપાંગ, સ્વસ્થ, સશક્ત શરીર, દીર્ધાયુષ્ય મળ્યાં છે તેવા મનુષ્ય ધારે તો બોધિ (સમ્યકત્વ) પ્રાપ્ત કરી શકે છે. તેથી જ શાસ્ત્રકારે સૌ પ્રથમ બોધિ પ્રાપ્ત કરવાનો સંકેત કરેલ છે. ફ્રિાન્ક:- બોધને પ્રાપ્ત કરવો જોઈએ. અહીં બાહ્ય જગતના પદાર્થ સંબંધી સામાન્ય બોધની વાત નથી પરંતુ આત્મબોધની વાત છે. આગમ ભાષામાં તેને જ 'બોધિ' કહેવામાં આવે છે. હું કોણ છું? મનુષ્ય લોકમાં કેવી રીતે આવ્યો? આત્મા બંધન રહિત હોવા છતાં પણ આવા પ્રકારના બંધનોમાં શા માટે અને કેવી રીતે બંધાયો? આ બંધનોનો કર્તા કોણ છે? બંધનોને કોણ અને કેવી રીતે તોડી શકે? આ બધા પ્રશ્નો આત્મબોધ સાથે સંબંધ ધરાવે છે. વંથ ગિથિ તિજ્ઞા :- પ્રથમ ગાથાના બીજા ચરણમાં બંધનના સ્વરૂપને જાણી અને પછી છોડવા સંબંધી વિધાન છે. જો બંધનના સ્વરૂપને જાણતા ન હોય તો એક બંધનને તોડશે ત્યાં બીજું બંધન સૂક્ષ્મ રૂપે પ્રવેશી જશે. ગૃહસ્થાશ્રમના બંધન તોડી સાધુ જીવન સ્વીકારે તો ગુરુ, શિષ્ય, ગૃહસ્થ, શ્રાવક-શ્રાવિકા, વિચરણ ક્ષેત્ર, વસ્ત્ર, પાત્રાદિ ઉપકરણોના મોહ મમત્વ રૂપી બંધન પ્રવેશવાની શક્યતા રહે. તે જીવ બંધનને અબંધન અને અંબધનને બંધન સમજી વિપરીત પુરૂષાર્થ કરશે.
આ ગાથા પદ દ્વારા જ્ઞાન અને ક્રિયાનું મહત્વ બતાવ્યું છે. જ્ઞાન દ્વારા પ્રથમ જાણો અને પછી છોડવાની ક્રિયા કરો. જ્ઞાન અને બંને સંયુક્ત હોય તો જ તે મોક્ષ માર્ગ કહેવાય છે.
વેદાંત, સાંખ્ય વગેરે કેટલાંક દર્શનો માત્ર જ્ઞાનથી જ મુક્તિ માને છે. મીમાંસા દર્શન આદિ એકાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org