________________
|
૬
|
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) |
ક્રિયાથી કલ્યાણ માને છે. તેથી અહીં કહ્યું છે કે– જ્ઞ પરિજ્ઞાથી પહેલાં તે બંધનોને જાણો, સમજો અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા દ્વારા તેનો ત્યાગ કરો.
બંધનના સ્વરૂપને જાણવા અને તેને તોડવા શું કરવું? તે માટે માથાના ઉત્તરાર્ધમાં સૂત્રકારે બે પ્રશ્ન મુક્યા છે. તે બે પ્રશ્ન છે કે– બંધન એટલે શું? અને શું જાણીને જીવ બંધનને તોડી શકે? આ બે પ્રશ્નોના ઉત્તર પણ આ ગાથાઓમાં આપેલ છે. બંધનનું સ્વરૂપ :- દોરડું, સાંકળ, કારાગૃહ, તાળું, અવરોધ આદિ–સ્થૂલ પદાર્થો દ્રવ્ય બંધન છે. તે શરીર સાથે સંબંધિત છે, શરીરને બાંધી શકે છે પરંતુ અમૂર્ત, અદશ્ય, અવ્યક્ત આત્મા, દ્રવ્ય બંધનોથી બંધાતો નથી. પ્રથમ ગાથામાં આત્માને બાંધનાર ભાવબંધન સંબંધી પ્રશ્ન છે.
ભાવ બંધનનો વ્યુત્પત્તિજન્ય અર્થ છે- જેના દ્વારા આત્મા પરતંત્ર થાય છે તે બંધન છે. નવ તત્ત્વમાં જે બંધ તત્ત્વ છે અને કર્મ સિદ્ધાંતમાં જે કર્મબંધ રૂપે ઓળખાય છે તેને જ અહીં બંધન કહેલ છે. કર્મ પુદ્ગલો આત્મપ્રદેશ સાથે બંધાય, એકરૂપ થાય તે બંધ કે બંધન કહેવાય છે. જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કર્મ જ એક પ્રકારનું બંધન છે. તત્ત્વાર્થ સૂત્રમાં બંધનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે વિષયવ: cો યોથા પુણના તે સ હN: | કષાયસહિત અને તે આત્મપ્રદેશોની સાથે ક્ષીર નીરની જેમ એકમેક થઈ જાય તે બંધ કહેવાય છે. બંધન(કર્મબંધ)નાં કારણ:- પ્રસ્તુત ગાથામાં વપરાયેલા વંથ – બંધન શબ્દથી બંધનનાં કારણોને પણ ગ્રહણ કરવાં જોઈએ. જ્ઞાનાવરણીય આદિ કર્મ બંધનરૂપ છે, આટલું જાણી લેવા માત્રથી બંધનથી છૂટકારો થઈ શકતો નથી. બંધના કારણો જાણી, તે કારણો દૂર કરતાં કર્મબંધ અટકે છે. માટે પછીની ગાથાઓમાં બંધનનું સ્વરૂપ ન બતાવતાં બંધનનાં કારણોનું સ્વરૂપ બતાવ્યું છે. પરિગ્રહ, હિંસા, મિથ્યાદર્શન આદિ બંધન (કર્મ બંધન)નાં કારણ છે અને પરિગ્રહાદિને કારણમાં કાર્યનો ઉપચાર કરી બંધન કહ્યા છે.
તાત્પર્ય એ છે કે જ્ઞાનાવરણીય આદિ કર્મોનાં કારણભૂત એવા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ અથવા પરિગ્રહ અને આરંભ આદિ બંધન રૂપ છે. તત્ત્વાર્થ સૂત્રમાં બંધનાં પાંચ મુખ્ય કારણ બતાવ્યાં છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. બંધનનું મુખ્ય કારણ–પરિગ્રહ:- બંધનના કારણોને સ્પષ્ટ કરતાં સૂત્રકાર જણાવે છે કે- "અવિરતિ" કર્મબંધનનાં મુખ્ય પાંચ કારણોમાં એક છે. અવિરતિના મુખ્યતયા પાંચ ભેદ છે. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ. તેમાં પરિગ્રહને કર્મબંધનું સૌથી પ્રબળ કારણ માની શાસ્ત્રકારે તેનું વર્ણન કર્યું છે. મૂચ્છભાવ તે જ પરિગ્રહ છે. સંસારના પ્રત્યેક આરંભ સમારંભના કાર્યો તેમ જ હિંસા, અસત્ય, ચોરી થાવત્ માયા મૃષ પર્વતના સત્તર વાપસ્થાનનું મૂળભૂત કારણ જીવનો મૂચ્છભાવ અથવા આસક્તિ ભાવ અથવા 'હું અને મારું જ છે. તેથી જ શાસ્ત્રકાર પરિગ્રહને પ્રાધાન્ય આપ્યું છે. પરિગ્રહનું લક્ષણ અને ઓળખ:- 'પરિ' એટલે ચારે બાજુથી 'ગ્રહ' એટલે ગ્રહણ કરવું. સજીવ-નિર્જીવ કોઈપણ વસ્તુને મમત્વ ભાવથી, આસક્તિપૂર્વક ગ્રહણ કરવામાં આવે તો તે પરિગ્રહ કહેવાય છે. મુછા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org