________________
અધ્યયન-૧૫
.
[ ૩૯૯ ]
શબ્દાર્થ :- = જે મહાપુરુષ, પડવુvળનેતિi સુદ્ધ — અહતિ = પ્રતિપૂર્ણ, સર્વોત્તમ, શુદ્ધ ધર્મની વ્યાખ્યા કરે છે, અનિસરૂ ન કાળ = તેઓ સર્વોત્તમ પુરુષના સ્થાનને (મોક્ષને)પ્રાપ્ત કરે છે. તલ નHT હ = પછી તેઓને માટે જન્મ લેવાની વાત પણ ક્યાં છે? ભાવાર્થ :- જે મહાપુરુષ પરિપૂર્ણ, અનુપમ, શુદ્ધ ધર્મની વ્યાખ્યા કરે છે, તેઓ સર્વોત્તમ પુરુષના (સમસ્ત ઇન્દોથી રહિત) સ્થાનને મોક્ષને પ્રાપ્ત કરે છે, પછી તેઓ માટે જન્મ લેવાની તો વાત જ ક્યાં?
कओ कयाइ मेहावी, उप्पज्जति तहागया । २०
तहागया य अपडिण्णा, चक्खु लोगस्सऽणुत्तरा ॥ શબ્દાર્થ :- તથા = તથાગત–આ જગતમાં ફરી નહિ આવવા માટે ગયેલા, મેહાવી = જ્ઞાની પુરુષ, ઓ યા ૩MMતિ = ક્યારે ય પણ કઈ રીતે ઉત્પન્ન થઈ શકે છે? ખડિvણાં તહાયા = નિદાન રહિત તીર્થકર અને ગણધર આદિ, તો પુત્તર રાહુ = પ્રાણીઓને માટે સર્વોત્તમ નેત્ર સમાન છે. ભાવાર્થ :- આ જગતમાં ફરી નહિ આવવા માટે મોક્ષમાં ગયેલા(તથાગત) મેધાવી (જ્ઞાની) પુરુષ શું ક્યારે ય ફરી ઉત્પન્ન થઈ શકે છે? કદાપિ નહિ. અપ્રતિજ્ઞ, નિયાણા રહિત તથાગત અર્થાત્ તીર્થકર, ગણધર આદિ પ્રાણી જગતના અનુત્તર, સવોત્કૃષ્ટ નેત્ર(પથપ્રદર્શક) છે.
વિવેચન :
આ બન્ને માથામાં મોક્ષપ્રાપ્ત પુરુષોત્તમ પુરુષનું સ્વરૂપ બતાવી, સંસારમાં તેઓના પુનરાગમનનું નિરાકરણ કરવામાં આવ્યું છે. જે પુરુષે સર્વ કર્મોનો આત્યંતિક નાશ કર્યો છે, તેને પુનર્જન્મની શક્યતા જ નથી. જન્મનું કારણ કર્મ છે, કર્મનો નાશ થયો હોવાથી જન્મની કદાપિ સંભાવના નથી. આ રીતે અન્ય દાર્શનિકોની અવતારવાદની માન્યતાનું ખંડન થઈ જાય છે. સંસાર પારંગત સાધકની સાધના :
अणुत्तरे य ठाणे से, कासवेण पवेइए ।
जं किच्चा णिव्वुडा एगे, णिटुं पावंति पंडिया ॥ શબ્દાર્થ - રેતાળ મજુત્તરે તે સંયમ સ્થાન સૌથી પ્રધાન(મુખ્ય) છે, સિવેળપવફા = કાશ્યપ ગોત્રવાળા ભગવાન મહાવીર સ્વામીએ જેનું વર્ણન કર્યું છે, બ્ધિ = જેનું પાલન કરીને, વુિડ = કષાયોથી શાંત થઈ, નિર્વાણ પ્રાપ્ત, પડિયા = કોઈ પંડિત પુરુષ, fણદૃાવતિ= સંસારનો અંત કરે છે. ભાવાર્થ :- કાશ્યગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું છે કે તે અનુત્તર(સૌથી પ્રધાન)સ્થાન સંયમ છે, જે (સંયમ)નું પાલન કરીને કેટલાક મહાસત્ત્વશાળી સાધકો કષાયોથી શાંત થઈ નિર્વાણ પ્રાપ્ત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org