________________
[ ૩૯૮ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
ભાવાર્થ :- કેટલાક અન્યતીર્થિકોનું કથન છે કે દેવ પણ સમસ્ત દુઃખોનો અંત કરે છે પરંતુ તેમ સંભવિત નથી. આ આરંતુ પ્રવચનમાં તીર્થકર, ગણધર આદિનું કથન છે કે મનુષ્ય જ સમસ્ત કર્મોનો ક્ષય કરી શકે છે. આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થવો દુર્લભ છે.
इओ विद्धंसमाणस्स, पुणो संबोहि दुल्लहा ।
दुल्लहाओ तहच्चाओ जे धम्मटुं वियागरे ॥ શબ્દાર્થ :- રૂઓ વિલબર્સ= આ મનુષ્ય શરીર નાશ પામ્યા પછી, પુળો સંવાદિ કુત્ત = ફરી બોધ પ્રાપ્ત થવો દુર્લભ છે, તન્નાનો કુcreો = સમ્યગદર્શનની પ્રાપ્તિ યોગ્ય અંતઃકરણ (શભ લેશ્યા)પણ દુર્લભ છે, ને થમૂકું વિચારે = જે ધર્મ પ્રાપ્ત કરવા યોગ્ય છે, તેવી વેશ્યા પ્રાપ્ત કરવી કઠિન છે, જે જીવ ધર્મની વ્યાખ્યા કરે છે.
१८
ભાવાર્થ :- જે જીવ આ મનુષ્યભવથી ભ્રષ્ટ થઈ જાય છે, તેને ફરીવાર જન્માન્તરમાં સમ્બોધિ (સમ્યગુ દષ્ટિ)ની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે. જે ધર્મપ્રાપ્તિને યોગ્ય છે, તેઓની તથાભૂત અર્ચા-સમ્યગુદર્શનાદિ પ્રાપ્તિને યોગ્ય શુભ લેશ્યા–અંતઃકરણ પરિણતિ અથવા સમ્યગ્દર્શન પ્રાપ્તિયોગ્ય તેજસ્વી મનુષ્યદેહ પ્રાપ્ત થવો અત્યંત દુર્લભ છે.
વિવેચન :
આ ત્રણ ગાથાઓમાંથી પ્રારંભની બે ગાથાઓમાં કહ્યું છે કે સમસ્ત કર્મોનો ક્ષય, સર્વદુઃખોનો અંત મનુષ્ય જ કરી શકે છે, તેઓ જ સિદ્ધગતિ પ્રાપ્ત કરીને કૃતકૃત્ય થઈ શકે છે. બીજા દેવાદિગતિવાળાઓને મોક્ષ-પ્રાપ્તિ નથી. તેમનામાં સત્ ચારિત્ર પરિણામ હોતા નથી. ત્રીજી ગાથામાં કહ્યું છે કે મોક્ષપ્રાપ્તિ માટે સંબોધિ તથા સંબોધિ પ્રાપ્તિની આંતરપરિણતિ (લેશ્યા) પ્રાપ્ત થવી તે મનુષ્યોને માટે દુર્લભ છે. જે માનવજીવનમાં ધર્મબીજ વાવી ન શક્યા તે મનુષ્યભવને નિરર્થક ગુમાવી દે છે. નિષ્કર્ષ એ છે કે મોક્ષપ્રાપ્તિની સમગ્ર સામગ્રી તે જીવોને માટે જ સુલભ છે, જે મનુષ્ય જન્મ પામીને સમ્યગ્દષ્ટિ સંપન્ન થઈને ધર્માચરણ કરે છે.
ધર્મેટું વિચારે :- પાઠાંતર છે- થમ્પક વિદિતપરીપર તેનો અર્થ છે- ધર્માર્થીજન પર' એટલે કે શ્રેષ્ઠ–મોક્ષ અથવા મોક્ષસાધન તથા 'અપર' એટલે કે નિકૃષ્ટ–મિથ્યાદર્શન, અવિરતિ આદિ. આ બન્ને પર અને અપરને જ્ઞાત (વિદિત) કરી ચૂક્યા છે. મોક્ષપ્રાપ્ત પુરુષોત્તમ પુરુષનું શાશ્વત સ્થાન :
जे धम्मं सुद्धमक्खंति, पडिपुण्णमणेलिसं । __ अणेलिसस्स जं ठाणं, तस्स जम्मकहा कओ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org