________________
અધ્યયન–૧૫
જે મોક્ષાભિમુખ હોય, તે જ સંસારનો અંત કરે છે. મોક્ષાભિમુખતા પ્રાપ્ત કરનાર સાધકમાં નીચેના ગુણો હોય છે– (૧) અસંયમી જીવન પ્રત્યે નિરપેક્ષ રહી આઠ પ્રકારનાં કર્મોનો ક્ષય કરવામાં ઉધત હોય (૨) વિશિષ્ટતપ, સંયમ આદિના આચરણથી મોક્ષાભિમુખ હોય (૩) જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ મોક્ષમાર્ગમાં સંનિષ્ઠ હોય (૪) સંયમનિષ્ઠ હોય (૫) પૂજા, સત્કાર પ્રતિષ્ઠા આદિમાં રુચિ ન હોય (૬) વિષયવાસનાથી દૂર હોય (૭) સંયમમાં પુરુષાર્થશીલ હોય (૮) વશેન્દ્રિય હોય (૯) મહાવ્રત આદિની કરેલી પ્રતિજ્ઞામાં દઢ હોય (૧૦) મૈથુન—સેવનથી વિરત હોય (૧૧) વિષયભોગોના પ્રલોભનમાં લેપાતા ન હોય (૧૨) કર્મોના આશ્રવનો વિરોધ કરતા હોય (૧૩) તે રાગદ્વેષાદિ મળથી રહિત સ્વચ્છ હોય (૧૪) વિષયભોગોથી વિરક્ત થઈ વ્યાકુળતા રહિત સ્થિરચિત્ત હોય (૧૫) અનુપમ સંયમ અથવા અનુત્તર વીતરાગ ધર્મનો મર્મજ્ઞ હોવાથી તે મન, વચન, કાયાથી કોઈપણ પ્રાણી સાથે વેર વિરોધ કરનાર ન હોય (૧૬) સંસારનો અંત કરનાર સાધક પરમાર્થદર્શી હોય (૧૭) તે સમસ્ત આકાંક્ષાઓનો અંત કરનાર હોય (૧૮) તે પરીષહો અને ઉપસર્ગોને સહેવામાં ધીર હોય (૧૯) તે અન્ત-પ્રાન્ત આહારાદિનું સેવન કરનાર હોય (૨૦) તે મનુષ્ય જન્મમાં દઢતાપૂર્વક ધર્મારાધના કરતા હોય (૨૧) મોહનીય આદિ ઘાતિકર્મોનો અંત કરી સંસારનો અંત અર્થાત્ મોક્ષને પ્રાપ્ત કરનાર હોય.
મોક્ષપ્રાપ્તિની દુર્લભતા સુલભતા :
णिट्ठियट्ठा व देवा वा, उत्तरीए इमं सुयं । सुयं च मेयमेगेसिं, अमणुस्सेसु णो तहा ॥
१६
શબ્દાર્થ :- ૩ત્તીર્ મ સુર્યં = લોકોત્તર પ્રવચનમાં આ સાંભળ્યું છે કે, બિટ્ટિયદા વ દેવા વા = મનુષ્ય જ કર્મક્ષય કરીને સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે અથવા દેવ થાય છે, મેયમેનેસિ સુર્ય = = અને મેં તીર્થંકરો પાસેથી એ પણ સાંભળ્યું છે કે, અમજુસ્સેપુ નો તહા = મનુષ્ય સિવાયની ગતિવાળા જીવો સિદ્ધિને પ્રાપ્ત કરતા નથી.
Jain Education International
૩૯૭
ભાવાર્થ :- મેં(સુધર્માસ્વામીએ) લોકોત્તર પ્રવચન(તીર્થંકર ભગવાનની ધર્મદેશના)માં સાંભળ્યું છે કે મનુષ્ય જ કર્મક્ષય કરી નિષ્ઠિતાર્થ—કૃતકૃત્ય થાય છે, મોક્ષ પ્રાપ્ત કરે છે, કર્મ શેષ રહે તો દેવગતિ પ્રાપ્ત કરે છે. મનુષ્ય સિવાયની અન્ય ગતિના જીવોમાં મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા નથી. એ પણ તીર્થંકરો પાસેથી સાંભળ્યું છે.
१७
अंत करेंति दुक्खाणं, इहमेगेसिं आहियं । आघायं पुण एगेसिं, दुल्लहेऽयं समुस्सए ॥
શબ્દાર્થ :- દમેનેäિ હિય = આ આર્હત્ પ્રવચનમાં ગણધર આદિનું કથન છે કે, ટુવવાળ अंत करेंति = f = મનુષ્ય જ સમસ્ત દુઃખોનો નાશ કરી શકે છે, પુળ Ìસિ આષાય = વળી તેઓનું કથન છે કે, અયં સમુહ્મણ્ પુત્ત્તત્તે = આ મનુષ્યભવ પણ દુર્લભ છે.
For Private Personal Use Only
www.jainelibrary.org