________________
અધ્યયન–૧૫
તેઓ (અન્ય તીર્થિકો) ત્રિકાલજ્ઞ હોત તો તેઓ કર્મબંધનાં કારણોથી દૂર રહેત, તેઓ દ્વારા માન્ય અથવા રચિત આગમોમાં કોઈ એક જગ્યાએ પ્રાણી હિંસાનો નિષેધ હોવા છતાં પણ અનેક સ્થાનોને આરંભાદિ જનિત હિંસાનું વિધાન કરવામાં આવ્યું છે. એ સિવાય કેટલાક દાર્શનિકો દ્રવ્યને જ માને છે, કેટલાક (બોદ્ધ આદિ) પર્યાયને જ માને છે, કેટલાક દાર્શનિક કહે છે કે કીડાઓ(જીવો)ની સંખ્યાનું જ્ઞાન કરી લેવાથી શું લાભ ? ઈષ્ટ વસ્તુનું જ્ઞાન જ ઉપયોગી છે, મહાપુરુષોનું સર્વજ્ઞ હોવું જરૂરી નથી. તેઓની આ વાત તર્ક સંગત નથી. જેવી રીતે તેઓને કીટસંખ્યાનું પરિજ્ઞાન નથી, તેવી રીતે બીજા પદાર્થોનું જ્ઞાન પણ ન હોય. આ રીતે તેઓનું જ્ઞાન તીર્થંકરના જ્ઞાનની જેમ અબાધિત નથી. જ્ઞાન બાધિત હોવાના કારણે તેઓની સર્વજ્ઞતા તેમજ સત્યવાદિતા દૂષિત થાય છે.
સર્વજ્ઞ વીતરાગ જ સત્યના પ્રતિપાદક :– અન્યદર્શની પૂર્વોક્ત કારણોથી સર્વજ્ઞ નથી. તેથી તેઓ સત્ય(યથાર્થ) વક્તા થઈ શકતા નથી. તેઓના કથનમાં અલ્પજ્ઞતાના કારણે રાગ, દ્વેષ, પક્ષપાત, મોહ આદિ અવશ્યભાવી છે, પરિણામે તેઓમાં પૂર્ણ સત્યવાદિતા તેમજ પ્રાણીહિનૈષિતા હોતી નથી, જ્યારે સર્વજ્ઞ તીર્થંકર રાગ-દ્વેષ મોહાદિ વિકાર રહિત હોવાથી સત્યવાદી છે. તેથી સિદ્ધ થાય છે કે તેઓએ આગમોમાં જે પ્રતિપાદન કર્યું છે, તે બધું સત્ય છે, પ્રાણીઓ માટે હિતકારી છે, સુભાષિત છે.
સર્વજ્ઞોક્ત ઉપદેશ હિતકારી = - સર્વજ્ઞ તીર્થંકર સર્વ હિતૈષી હોય છે, તેઓનું વચન પણ પૂર્ણ હિતકારી હોય છે. તેઓનું કોઈ પણ કથન પ્રાણી—હિતની વિરુદ્ધ હોતું નથી. તેનું પ્રમાણ એ છે કે તેઓ દ્વારા કથિત મૈત્રી ભાવના તથા અન્ય બાર, પચ્ચીસ વગેરે ભાવનાઓ સંસાર સાગર પાર કરાવે છે તથા મોક્ષ પ્રાપ્ત કરાવે છે. મૈત્રી આદિ ભાવનાઓની સાધના માટે પ્રાણીઓ સાથે વેર–વિરોધ કરવો નહિ અને સમગ્ર પ્રાણીજગતનું(સુખાભિલાષિતા, જીવનપ્રિયતા આદિ)સ્વરૂપ જાણી સંયમધર્મની ભાવનાથી આત્માને ભાવિત કરે.
૩૯૩
વિમુક્ત સાધક ? :
६
શબ્દાર્થ :- તોઽલિ પાવ નાળ = લોકમાં પાપકર્મને જાણનાર, મેહાવી ૩ તિગ્દર્ બુદ્ધિમાન્ પુરુષ સર્વ બંધનોથી છૂટી જાય છે.
Jain Education International
तिउट्टइ उ मेहावी, जाणं लोगंसि पावगं । तुट्टंति पावकम्माणि, णवं कम्ममकुव्वओ ॥
ભાવાર્થ :- લોકમાં પાપકર્મને જાણનારા મેધાવી સાધુના બધા બંધનો છૂટી જાય છે. નવું કર્મ(બંધન)ન કરનારા પુરુષના બધાં પાપકર્મ(બંધન) તૂટી જાય છે.
६
अकुव्वओ णवं णत्थि, कम्मं णाम विजाणइ | विणाय से महावीरे, जेण जाई ण मिज्जइ ॥
For Private Personal Use Only
www.jainelibrary.org