________________
૩૯૦.
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
પંદરમું અધ્યયન પરિચયા રાજી થવા 098ા 20 4902 8 89 9 ગ્ર.
આ અધ્યયનનું નામ નતીત (યમીય) છે. આ અધ્યયનના બે નામ બીજા મળે છે– આદાન અથવા આદાનીય, તેમજ શૃંખલા અથવા સંકલિકા.
આ અધ્યયનનો આદિશબ્દકમત (વં+અતીત) છે અથવા આ અધ્યયનમાં"યમક" અલંકારનો પ્રયોગ થયો છે તેથી આ અધ્યયનનું નામ 'યમકીય" છે, જેનું આર્ષ પ્રાકૃતરૂપ "મ" અથવા "નતી" થાય છે.
વૃત્તિકાર આ અધ્યયનને "સંકલિકા" અથવા "શૃંખલા" કહે છે. આ અધ્યયનમાં અંતિમ અને આદિ પદનું સંકલન થયું છે, તેથી તેનું નામ સંકલિકા છે અથવા પ્રથમ પધનો અંતિમ શબ્દ તેમજ બીજા પદ્યનો આદિ શબ્દ શૃંખલાની કડીની જેમ જોડાયેલા છે અર્થાત્ તે બન્નેની કડીઓ એક સમાન છે.
આદાન અથવા આદાનીય નામ રાખવા પાછળ નિર્યુક્તિકારનું મંતવ્ય એ છે કે આ અધ્યયનમાં જે પદ પ્રથમ ગાથાના અંતમાં છે, તે જ પદથી પછીની ગાથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ રીતે પૂર્વ ગાથાના અંતિમ પદને પશ્ચાત્ ગાથાના પ્રારંભ પદ રૂપે માવાન (ગ્રહણ) કરવામાં આવ્યું છે. તેથી આ અધ્યયન આદાનીય કહેવાય છે.
પુરુષ જે વસ્તુને ગ્રહણ કરે છે, તેને આદાન કહે છે. ધનનું અથવા ધન દ્વારા દ્વિપદ-ચતુષ્પદ આદિનું ગ્રહણ કરવું તે દ્રવ્ય આદાન છે. ભાવ આદાન બે પ્રકારનું છે, પ્રશસ્ત અને અપ્રશસ્ત. ક્રોધાદિનો ઉદય અથવા મિથ્યાત્વ, અવિરતિ આદિ કર્મબંધના આદાનરૂપ હોવાથી અપ્રશસ્ત ભાવાદાન છે તથા મોક્ષાર્થી દ્વારા ઉત્તરોત્તર ગુણશ્રેણિને યોગ્ય વિશુદ્ધ સમ્યગદર્શન જ્ઞાન, ચારિત્રને ગ્રહણ કરવા તે પ્રશસ્ત ભાવ આદાન છે.
આ અધ્યયનમાં આ જ પ્રશસ્ત ભાવ–આદાનના સંદર્ભમાં વિવેકની દુર્લભતા, સંયમનાં સુપરિણામ, ભગવાન મહાવીર અથવા વીતરાગ પુરુષનો સ્વભાવ, સંયમી પુરુષની જીવનપદ્ધતિ, વિશાલ ચારિત્ર સંપન્નતા આદિનું નિરૂપણ (વર્ણન) છે.
આ અધ્યયનમાં કુલ ૨૫ ગાથાઓ છે, જેમાં ઘણી ગાથાઓ યમક અલંકાર યુક્ત તેમજ શ્રૃંખલાવતુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org